Mangal Gochar 2026: જ્યોતિષશાસ્ત્રમાં સાહસ, પરાક્રમ, ઊર્જા, ભૂમિ, ટેકનોલોજી, રક્ત અને પ્રશાસનના કારક ગ્રહ મંગળદેવ તારીખ 18 સપ્ટેમ્બરના રોજ સાંજે 5:01 વાગ્યે પોતાની નીચ રાશિ કર્કમાં ગોચર કરવા જઈ રહ્યા છે.
જ્યોતિષીય ગણતરી મુજબ કર્ક એ જળ તત્ત્વની રાશિ છે અને મંગળની નીચ રાશિ હોવાથી આ ગોચર દરમિયાન દેશ-દુનિયા, સરહદો, સુરક્ષા, ટેકનિકલ ક્ષેત્ર અને સામાજિક પરિસ્થિતિઓ પર વિશેષ અસર જોવા મળશે.
આવો જાણીએ મંગળના આ મહાગોચરથી તમામ 12 રાશિઓ પર શું અસર પડશે:
મેષ (Aries)
સ્વાસ્થ્ય, ભૂમિ, ભવન, વાહન અને પારિવારિક બાબતોમાં સાવધાની રાખવી અત્યંત આવશ્યક રહેશે. વાહન ચલાવતી વખતે વિશેષ સતર્કતા રાખવી અને જમીન-જાયદાદ સાથે જોડાયેલા મામલાઓમાં ઉતાવળથી બચવું.
વૃષભ (Taurus)
પરાક્રમ, સ્પર્ધાત્મક બાબતો અને આર્થિક ક્ષેત્રે સારા અવસરો પ્રાપ્ત થઈ શકે છે. વેપાર અને પ્રશાસનિક કાર્યોમાં સફળતા મળવાની સંભાવના રહેશે. જો કે, દાંપત્ય જીવન અને ભાગીદારીમાં અહંકાર કે ક્રોધથી બચવું.
મિથુન (Gemini)
ધન સંચય અને પારિવારિક બાબતોમાં મિશ્ર પરિણામો મળશે. ધન ખર્ચ વધી શકે છે, પરંતુ યોગ્ય દિશામાં કરાયેલો ખર્ચ ભવિષ્યમાં લાભદાયી નીવડશે. ખાન-પાન પર સંયમ રાખવો અને પરિવારમાં બિનજરૂરી વિવાદોથી દૂર રહેવું.
કર્ક (Cancer)
આ ગોચરના પ્રભાવથી સ્વાસ્થ્ય, ક્રોધ, અકસ્માત અને માનસિક તણાવ સંબંધિત બાબતોમાં વિશેષ સાવધાની વર્તવી. જીવનસાથી અને સંતાન સાથે વાદ-વિવાદથી બચવું. કાર્યક્ષેત્રમાં ધીરજ અને સંયમ રાખવો.
સિંહ (Leo)
ખર્ચમાં વધારો થઈ શકે છે તથા ભૂમિ, મકાન અને વાહન સાથે જોડાયેલી બાબતોમાં સાવધાની રાખવી. વિદેશ યાત્રા કે વિદેશથી જોડાયેલા કાર્યોમાં સકારાત્મક પરિણામો મળી શકે છે. ધાર્મિક પ્રવાસના યોગ બની શકે છે.
કન્યા (Virgo)
વેપાર, નોકરી, સ્પર્ધા અને આર્થિક મામલાઓમાં શાનદાર પરિણામો પ્રાપ્ત થશે. મિત્રો અને ભાઈ-બહેનોનો પૂરતો સહયોગ મળશે. જૂના મતભેદો દૂર થશે અને અપ્રત્યાશિત આર્થિક લાભની શક્યતા રહેશે.
તુલા (Libra)
કાર્યક્ષેત્રમાં ઊર્જા અને ઉત્સાહ વધશે. સખત મહેનતનું યોગ્ય પરિણામ અને આર્થિક લાભ મળશે. નોકરીમાં વરિષ્ઠ અધિકારીઓ સાથે તાલમેલ જાળવી રાખવો. રોજગાર ક્ષેત્રે સંયમ રાખવો.
વૃશ્ચિક (Scorpio)
ભાગ્યનો સાથ મળી શકે છે, પરંતુ નોકરી કે વ્યવસાયમાં પરિવર્તનનો નિર્ણય ખૂબ વિચારીને લેવો. સ્વાસ્થ્ય અને નાણાકીય બાબતોમાં બેદરકારી ન રાખવી. પોતાની જવાબદારીઓ પ્રત્યે સજાગ રહેવું.
ધન (Sagittarius)
પ્રેમ સંબંધો, શિક્ષણ, સંતાન અને સ્વાસ્થ્ય બાબતે સાવચેત રહેવું. અકસ્માત અને વાદ-વિવાદથી બચવું. વિદેશી કાર્યો કે લાંબા સમયથી અટકેલા કાર્યોમાં અચાનક સફળતા મળી શકે છે.
મકર (Capricorn)
દાંપત્ય જીવન અને વેપાર ભાગીદારીમાં ખાસ સાવધાની રાખવી. જીવનસાથીના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું અને વિવાદથી બચવું. મહેનતનું પરિણામ થોડું વિલંબથી મળી શકે છે, જેથી ધીરજ જાળવી રાખવી.
કુંભ (Aquarius)
નોકરી, સ્પર્ધા અને આર્થિક ક્ષેત્રે અત્યંત સાનુકૂળ પરિણામો મળશે. વરિષ્ઠ અધિકારીઓ સાથે સંબંધો સુધરશે. ભાઈ-બંધુઓ અને પડોશીઓ સાથેના સારા સંબંધો લાભ અપાવશે.
મીન (Pisces)
સામાન્ય રીતે મિશ્ર પરિણામો જોવા મળશે. નાણાકીય અને ભાગ્ય સંબંધિત બાબતોમાં સાવધાની રાખવી. ગુરુના સહયોગથી મોટા નુકસાનની શક્યતા ઓછી રહેશે. શિક્ષણ અને પ્રેમ સંબંધોમાં બુદ્ધિપૂર્વક કામ લેવું.
જો તમને આ લેખ પસંદ આવ્યો હોય, તો પછી તેને શેર કરવાનું ભુલશો નહીં. આવા વધુ લેખો વાંચવા માટે ગુજરાતી જાગરણ સાથે જોડાયેલા રહો.
Disclaimer: આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી/સામગ્રી/ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગો / પ્રવચનો / માન્યતાઓ / શાસ્ત્રોમાંથી એકત્રિત કરીને તમારા સુધી લાવવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પ્રસારિત કરવાનો છે, તેના વપરાશકર્તાઓએ તેને માત્ર માહિતી તરીકે લેવી જોઈએ. વધુમાં, વપરાશકર્તા પોતે તેના કોઈપણ ઉપયોગ માટે જવાબદાર રહેશે. ગુજરાતી જાગરણ આની પુષ્ટિ કરતુ નથી. તમારો અભિપ્રાય અમને gujaratijagran@jagrannewmedia.com પર મોકલી શકો છો.
