Mahalakshmi Rajyog 2026: જ્યોતિષ શાસ્ત્રમાં ગ્રહોની યુતિ અને રાશિ પરિવર્તનનું આગવું મહત્ત્વ માનવામાં આવે છે. હાલ સપ્ટેમ્બર મહિનો અડધો વીતી ચૂક્યો છે અને પખવાડિયા બાદ ઓક્ટોબર મહિનો શરૂ થઈ જશે. ઓક્ટોબરની શરૂઆતમાં જ કર્ક રાશિમાં ગ્રહોના સેનાપતિ મંગળ અને ચંદ્રની યુતિ બનવાથી એક અત્યંત શુભ સંયોગ સર્જાવા જઈ રહ્યો છે.
વૈદિક પંચાગ પ્રમાણે, આગામી 18 સપ્ટેમ્બરે સાંજે 4:35 કલાકે મંગળ ગ્રહ કર્ક રાશિમાં પ્રવેશ કરશે, જ્યાં 4 ઓક્ટોબરે સાંજે 6:31 કલાકે ચંદ્ર પણ પ્રવેશ કરશે. એવામાં કર્ક રાશિમાં મંગળ અને ચંદ્રની યુતિથી મહાલક્ષ્મી રાજયોગ બનવા જઈ રહ્યો છે.
6 ઓક્ટોબર સુધી બનતો મહાલક્ષ્મી રાજયોગ તમામ રાશિના જાતકો પર અલગ-અલગ જોવા મળી શકે છે, પરંતુ વૃશ્વિક સહિત ચાર રાશિના જાતકો માટે મહાલક્ષ્મી રાજયોગ વરદાનરૂપ સાબિત થઈ શકે છે, તો ચાલો જાણીએ તેમાં તમારી રાશિ તો નથીને...
મેષ (Aries)
તમારા માટે મંગળ-ચંદ્રની યુતિ કરિયરની દ્રષ્ટિએ વરદાનરૂપ સાબિત થઈ શકે છે. ખાસ કરીને નોકરિયાત વર્ગને કામકાજના સ્થળે નવી જવાબદારી કે પ્રમોશન મળી શકે છે. તમારી મહેનત રંગ લાવતી જણાય. વેપારી વર્ગને નવા સંપર્કથી મોટી ડીલ મળી શકે છે, જે લાંબા ગાળે લાભદાયી નીવડશે. આવકના નવા માર્ગો સુઝશે. પરદેશથી કોઈ સારા સમાચાર મળી શકે છે, જે તમારા ભવિષ્યની દિશા બદલી શકે છે.
કર્ક (Cancer)
તમારી જ રાશિમાં મંગળ અને ચંદ્રની યુતિ બની રહી છે, તેથી તમારા પર મહાલક્ષ્મી રાજયોગની અત્યંત શુભ અસર જોવા મળી શકે છે. આ સમય દરમિયાન તમારો આત્મવિશ્વાસ વધશે અને તમારા લાંબા સમયથી અટકેલા કામો ગતિ પકડી શકે છે. આર્થિક બાબતોમાં સકારાત્મક પરિણામો મળી શકે છે. કરિયરમાં આવી રહેલી અડચણો દૂર થશે. જો કે કોઈ પણ નિર્ણય લેવામાં ઉતાવણ ના કરવી.
તુલા (Libra)
તમારા માટે મહાલક્ષ્મી રાજયોગ કરિયર અને ધન સબંધિત બાબતોમાં સારું પરિણામ આપી શકે છે. નોકરીમાં પ્રમોશન, પગાર વધારો કે નવી નોકરીની શોધનો અંત આવી શકે છે. વેપારી વર્ગને કોઈ મોટી ડીલ અથવા નફાનો નવો માર્ગ સૂઝશે. આર્થિક સ્થિતિ મજબૂત બનવાની સાથે-સાથે ભવિષ્ય માટે રોકાણની યોજના બની શકે છે. સંતાન તરફથી કોઈ સારા સમાચાર મળી શકે છે.
વૃશ્વિક (Scorpio)
તમારા માટે મંગળ-ચંદ્રની યુતિ સામાજિક અને આર્થિક દ્રષ્ટિએ લાભકારી સિદ્ધ થશે. સમાજમાં તમારું માન-સન્માન વધશે. નોકરિયાત વર્ગને ઉપલા અધિકારીઓ અને સહકર્મીઓનો ભરપુર સહયોગ મળી શકે છે. પ્રગતિના નવા દ્વાર ખુલતા જણાય. વેપાર-ધંધામાં કોઈ મોટી ડીલ મળી શકે છે, પરંતુ કોઈ પણ ડોક્યુમેન્ટ પર સાઈન કરતા પહેલા તેને ધ્યાનથી વાંચી લેવા હિતાવહ રહે. આકસ્મિક આર્થિક લાભ મળવાથી તમારી માનસિક ચિંતા હળવી થતી જણાય.
Disclaimer: આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી/સામગ્રી/ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગો / પ્રવચનો / માન્યતાઓ / શાસ્ત્રોમાંથી એકત્રિત કરીને તમારા સુધી લાવવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પ્રસારિત કરવાનો છે, તેના વપરાશકર્તાઓએ તેને માત્ર માહિતી તરીકે લેવી જોઈએ. વધુમાં, વપરાશકર્તા પોતે તેના કોઈપણ ઉપયોગ માટે જવાબદાર રહેશે. ગુજરાતી જાગરણ આની પુષ્ટિ કરતુ નથી. તમારો અભિપ્રાય અમને gujaratijagran@jagrannewmedia.com પર મોકલી શકો છો.
