Love Rashifal 5 October 2026: વૃષભના જાતકોને પાર્ટનર ખર્ચો કરાવશે, જાણો આજે કઈ રાશિના પ્રેમ સંબંધોમાં આવશે નવો વળાંક

જ્યોતિષાચાર્ય હર્ષિત શર્મા 5 ઓક્ટોબર 2026 માટે તમામ રાશિઓનું લવ રાશિફળ રજૂ કરે છે. આ રાશિફળ પ્રેમ સંબંધોમાં આવનારા ઉતાર-ચઢાવ, રોમેન્ટિક પળો અને સંભવિત ખર્ચાઓ વિશે માર્ગદર્શન આપે છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sun, 04 Oct 2026 11:40 PM (IST)Updated: Sun, 04 Oct 2026 11:40 PM (IST)
daily-love-horoscope-5-october-2026-rashifal-for-all-zodiac-sign-in-gujarati

Love Rashifal 5 October 2026 in Gujarati (લવ રાશિફળ): જ્યોતિષાચાર્ય હર્ષિત શર્મા પાસેથી જાણો તમારો દિવસ સંબંધોની દ્રષ્ટિએ કેવો રહેશે.

મેષ (Aries)

આજે તમારા લવ પાર્ટનર સાથે જૂની વાતોને લઈને ઝઘડો ન કરવો, નહીંતર તમારો સંબંધ બગડી શકે છે. પાર્ટનર સાથે શાંતિથી બેસીને જૂની વાતોનો અંત લાવવાનો અને સંબંધ સુધારવાનો પ્રયાસ કરવો તમારા માટે હિતાવહ રહેશે.

વૃષભ (Taurus)

આજે તમારો પાર્ટનર તમારી પાસે કેટલાક ખર્ચ કરાવી શકે છે. પોતાના પાર્ટનરને ખુશ કરવા માટે આજે તમારે તેમને ક્યાંય બહાર ફરવા લઈ જવા પડી શકે છે. આજે તમારા ખિસ્સા પર વધારાનો આર્થિક બોજ પડવાની શક્યતા છે.

મિથુન (Gemini)

આજે તમારો લવ પાર્ટનર તમારાથી થોડો નારાજ જણાઈ શકે છે. હોઈ શકે કે તેઓ તમને હેરાન કે પરેશાન કરવા માટે આવું કરી રહ્યા હોય, છતાં તેમને મનાવવાની જરૂરિયાત છે. તમારો પાર્ટનર તમારી પાસે સન્માનની અપેક્ષા રાખે છે, તેથી તેમની વાતોને મહત્વ આપવું.

કર્ક (Cancer)

આજે તમારા લવ પાર્ટનર સાથે કેટલીક વાતોને લઈને ચાલી રહેલા મતભેદો સમાપ્ત થશે. તમારો પાર્ટનર કેટલીક ગેરસમજણનો ભોગ બન્યો હતો, જેનો આજે તેમને એહસાસ થઈ જશે અને તેઓ તમને સોરી પણ કહેશે. તમારે પણ તેમની લાગણીઓ અને વાતોને મહત્વ આપવું જોઈએ.

સિંહ (Leo)

આજે તમે તમારા લવ પાર્ટનર સાથે ખૂબ જ ઉત્તમ અને રોમેન્ટિક સમય વિતાવવાના છો. મોજ-મસ્તી, મજાક અને રોમાન્સ સાથે આજનો દિવસ તમારા માટે ખાસ રહેશે. તમે પાર્ટનર સાથે કોઈ લાંબી યાત્રા કે પ્રવાસ પર પણ જઈ શકો છો.

કન્યા (Virgo)

આજે તમારો લવ પાર્ટનર તમને અત્યાધિક સન્માન આપશે. સાથે જ પોતાની જૂની ભૂલો માટે તમારી માફી માગી શકે છે અને પશ્ચાતાપ કરી શકે છે. પોતાનો સંબંધ બચાવવા માટે પાર્ટનર તમારી સામે નમતું જોખી શકે છે, તેથી તેમની વાત સમજવી તમારા માટે સરી રહેશે.

તુલા (Libra)

આજનો દિવસ તમારા લવ પાર્ટનર સાથે મતભેદોના કારણે બહુ સારો કહી શકાય નહીં. કોઈ ત્રીજી વ્યક્તિના કારણે તમારા બંને વચ્ચે ગેરસમજ અને મતભેદ વધી શકે છે. સારું રહેશે કે પોતાના પાર્ટનર પર વિશ્વાસ રાખવો અને યોગ્ય સમયની રાહ જોવી.

વૃશ્ચિક (Scorpio)

આજે તમારો લવ પાર્ટનર તમારી સામે પોતાના મનની વાત કહી શકે છે. ઘણા સમયથી તમારા બંને વચ્ચે જે વાતની આતુરતાથી રાહ જોવાઈ રહી હતી તે આજે પૂરી થશે. આ સાથે તમારો પાર્ટનર તમારી દરેક વાત સ્વીકારશે.

ધન (Sagittarius)

આજનો દિવસ તમારા માટે ખૂબ જ ઉત્તમ રહેશે. લવ પાર્ટનર સાથે ચાલતા તમામ જૂના વિવાદો પૂરા થશે. તમારો પાર્ટનર પોતાની ભૂલો માટે શરમિંદગી અનુભવશે અને ભૂતકાળના ખરાબ વર્તન માટે સોરી કહેશે. તમારે પણ ઉદાર હૃદય રાખીને તેમની વાત સ્વીકારવી જોઈએ.

મકર (Capricorn)

આજે લવ પાર્ટનર સાથે કેટલીક બાબતોને લઈને મીઠી નોક-ઝોક થઈ શકે છે. જોકે થોડી વારની બોલાચાલી પછી પરિસ્થિતિ સામાન્ય થઈ જશે. આજે તમે પાર્ટનર સાથે કોઈ લાંબી યાત્રા પર જઈ શકો છો, દિવસ ખાસ રહેશે.

કુંભ (Aquarius)

આજે લવ પાર્ટનર સાથે તમારો દિવસ સારો વિતશે. પરંતુ યાદ રાખો કે પાર્ટનરથી કોઈ વાત છુપાવવી નહીં, નહીંતર મોટી સમસ્યા ઊભી થઈ શકે છે. તમારો પાર્ટનર કેટલીક વાતોથી પરેશાન છે અને આજે તેઓ તમને પોતાના મનની વાત કહી શકે છે.

મીન (Pisces)

આજે લવ પાર્ટનર સાથે તમારો દિવસ ખૂબ જ સુંદર વિતશે. તમારો પાર્ટનર તમારી સામે પોતાના પ્રેમનો ઈઝહાર કરી શકે છે. આજે તમે પાર્ટનર સાથે શોપિંગ વગેરે માટે બહાર જઈ શકો છો. પાર્ટનર તમારા વર્તનથી ખુશ રહેશે અને પરસ્પર સંબંધો મજબૂત બનશે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય, તો પછી તેને શેર કરવાનું ભુલશો નહીં. આવા વધુ લેખો વાંચવા માટે ગુજરાતી જાગરણ સાથે જોડાયેલા રહો.

Disclaimer: આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી/સામગ્રી/ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગો / પ્રવચનો / માન્યતાઓ / શાસ્ત્રોમાંથી એકત્રિત કરીને તમારા સુધી લાવવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પ્રસારિત કરવાનો છે, તેના વપરાશકર્તાઓએ તેને માત્ર માહિતી તરીકે લેવી જોઈએ. વધુમાં, વપરાશકર્તા પોતે તેના કોઈપણ ઉપયોગ માટે જવાબદાર રહેશે. ગુજરાતી જાગરણ આની પુષ્ટિ કરતુ નથી. તમારો અભિપ્રાય અમને gujaratijagran@jagrannewmedia.com પર મોકલી શકો છો.