Budh Margi 2026: બુધ માર્ગી થતાં 3 રાશિઓને થશે બેહિસાબ લાભ, જાતકોની ધન-દૌલતમાં થશે જબરદસ્ત વધારો

બુધ ગ્રહ 24 જુલાઈ, 2026ના રોજ મિથુન રાશિમાં માર્ગી થશે, જે વેપાર અને ધંધા માટે અત્યંત શુભ મનાય છે. આ પરિવર્તનથી મિથુન, કન્યા અને વૃશ્વિક રાશિના જાતકોને ધન, કારકિર્દી અને પ્રેમ સંબંધોમાં વિશેષ લાભ થશે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Thu, 23 Jul 2026 03:42 PM (IST)Updated: Thu, 23 Jul 2026 03:42 PM (IST)
budh-margi-2026-these-3-zodiac-signs-to-turn-lucky-with-huge-financial-benefits-from-24th-july
Budh-Margi-3062026-1782843645168.jpg

Budh Margi 2026, Horoscope Today: વૈદિક જ્યોતિષમાં તમામ ગ્રહો અને તેમની ચાલનું આગવું મહત્ત્વ હોય છે. દરેક ગ્રહ ચોક્કસ સમયાંતરે પોતાનું નક્ષત્ર કે રાશિ પરિવર્તન કરે છે, જેની અસર તમામ રાશિના જાતકો ઉપરાંત દેશ-દુનિયા પર પણ જોવા મળે છે.

એવામાં 24 જુલાઈ, 2026ના શુક્રવારના રોજ ગ્રહોના રાજકુમાર ગણાતા તેમજ વેપાર-ધંધાના કારક ગણાતા બુધ ગ્રહ મિથુન રાશિમાં માર્ગી થવા જઈ રહ્યા છે. 24 જુલાઈના રાતે 3:54 કલાકે બુધ ગ્રહ મિથુન રાશિમાં માર્ગી થશે.

ખાસ વાત એ છે કે, મિથુન બુધની સ્વ-રાશિ છે. આથી બુધનું મિથુન રાશિમાં માર્ગી થવું અત્યંત શુભ માનવામાં આવે છે. તો ચાલો જાણીએ બુધના મિથુનમાં માર્ગી થવાથી કંઈ 3 લકી રાશિના જાતકોને લાભ થશે.

 

 

  • મિથુન (Gemini): આ રાશિના જાતકો માટે બુધ પહેલા અને ચોથા ભાવનો સ્વામી ગણાય છે. બુધ તમારી કુંડળીના લગ્ન ભાવમાં માર્ગી થતો હોવાથી, આ રાશિના જાતકોને અણધાર્યા લાભ થઈ શકે છે. વેપાર-ધંધાનો વિસ્તાર કરવા સબંધિત કામો કરી શકશો. પરિવારના સભ્યો સાથે સુખરૂપ સમય વીતાવી શકશો.નોકરિયા વર્ગને કામકાજના સ્થળે તેમણે લીધેલા નિર્ણય સરાહનીય બનશે. કામકાજના સ્થળે તમારું માન-સન્માન વધે.
  • કન્યા (Virgo): તમારી કુંડળીમાં બુધ લગ્ન અને દશમ ભાવનો સ્વામી છે. એવામાં બુધ માર્ગી થતાં આવકના નવા માર્ગો મળી રહેશે. આ સમય દરમિયાન તમારી યોજનાઓ સફળ થશે. વર્ષોથી અટકેલા કામો ધીમે-ધીમે ગતિ પકડશે. વિદેશમાં કરિયર બનાવવાની દિશામાં કામ થઈ શકશે.લગ્નવાંચ્છુકોને જીવનસાથી મળી શકે છે. લવલાઈફમાં પાર્ટનર સાથે રોમાન્સ વધશે. છેલ્લા કેટલાક સમયથી ચાલી આવતી મુશ્કેલીઓમાંથી આપોઆપ રાહત મળતી અનુભવી શકશો.
  • વૃશ્વિક (Scorpio): તમારી કુંડળીના અષ્ટમ ભાવમાં બુધ માર્ગી થવાથી અનેક અઘરા અને અટકેલા કામો આ દિવસોમાં પુરા થઈ શકશે. બેરોજગારોને નોકરી માટે આશાનું કિરણ ઉગતું જણાય. રોકાણ માટે શ્રેષ્ઠ સમય છે, જેનાથી ભવિષ્યમાં સારું વળતર મેળવી શકો છે. આર્થિક સ્થિતિ મજબૂત બનતી જણાય. લવલાઈફની દ્રષ્ટિએ આ સમય એકદમ શાનદાર રહે. નોકરિયાત વર્ગને કામકાજના સ્થળે તેમનું જ્ઞાન અને અનુભવ લાભદાયી નીવડશે. પ્રમોશન આડેના અવરોધો દૂર થતા જણાય.

 

Disclaimer: આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી/સામગ્રી/ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગો / પ્રવચનો / માન્યતાઓ / શાસ્ત્રોમાંથી એકત્રિત કરીને તમારા સુધી લાવવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પ્રસારિત કરવાનો છે, તેના વપરાશકર્તાઓએ તેને માત્ર માહિતી તરીકે લેવી જોઈએ. વધુમાં, વપરાશકર્તા પોતે તેના કોઈપણ ઉપયોગ માટે જવાબદાર રહેશે. ગુજરાતી જાગરણ આની પુષ્ટિ કરતુ નથી. તમારો અભિપ્રાય અમને gujaratijagran@jagrannewmedia.com પર મોકલી શકો છો.