Budh Gochar 2026: ગ્રહમંડળમાં ચંદ્ર બાદ બુધ બીજો એવો ગ્રહ છે, જે તેજ ગતિથી ચાલે છે. બુદ્ધિ, વેપાર, વાણી અને શિક્ષણનો કારક ગણાતો બુધ ગ્રહ મિથુન અને કન્યા રાશિનો સ્વામી છે. આથી જ્યારે-જ્યારે બુધની ચાલમાં પરિવર્તન થાય, તો તેની અસર તમામ 12 રાશિના જોતકો ઉપર પડતી હોય છે.
અત્યાર બુધ તુલા રાશિ અને સ્વાતિ નક્ષત્રમાં બિરાજમાન છે, જે 12 ઓક્ટોબરના રોજ વિશાખા નક્ષત્રમાં પ્રવેશ કરશે. જ્યાં તે 3 નવેમ્બર સુધી રહેશે. એવામાં બુધના નક્ષત્ર પરિવર્તનથી 3 રાશિના જાતકોને છપ્પરભાડ લાભ મળી શકે છે.
વૃષભ (Taurus)
તમારા માટે બુધનું નક્ષત્ર પરિવર્તન વરદાનરૂપ સાબિત થશે. આ પરિવર્તન તમારી રાશિના છ્ઠા ભાવમાં થશે, જેના પરિણામે જાતકોને આકસ્મિક અણધાર્યા લાભના યોગ બનશે. તમારા વર્ષોથી અટકેલા કામો ગતિ પકડશે અને પુરુષાર્થનું પરિણામ મળતું જણાય. સમાજમાં તમારું માન-સન્મામ વધશે. આવકના નવા માર્ગો સુઝશે. જેના પરિણામે તમારી આર્થિક સ્થિતિ પહેલા કરતાં વધારે સદ્ધર થશે.
સિંહ (Leo)
તમારા માટે બુધનું વિશાખા નક્ષત્રમાં ગોચર નવા અવસર લઈને આવી રહ્યું છે. સબંધોની દ્રષ્ટિએ બુધની ચાલ તમારા માટે સુખદ સાબિત થશે. પરદેશમાં કરિયર બનાવવા માંગતા વિદ્યાર્થી વર્ગને કોઈ સારા સમાચાર મળી શકે છે. નોકરિયાત વર્ગને કામકાજના સ્થળે તમારી નિષ્ઠાની નોંધ લેવાશે. તમારા પ્રયત્નોનું સારું પરિણામ મળશે. વિદેશ વેપારની તકો ઉજ્જવળ બનશે.
ધન (Sagittarius)
બુધનું વિશાખા નક્ષત્રમાં ગોચર તમારા માટે પણ લાભકારી સિદ્ધ થશે. તમને અનેક બાબતોમાં સારા પરિણામ મળી શકે છે. તમારી કોઈ ઈચ્છા અચાનક ફળીભૂત થઈ શકે છે. કાયદાકીય બાબતોમાં ઝડપી ઉકેલ આવશે. આવકમાં એકાએક ઉછાળો આવશે. કરિયરમાં લાભદાયક સ્થિતિ સર્જાશે. નોકરીમાં પરિવર્તનની ઈચ્છા રાખનારાઓ માટે અનુકુળ સમય છે.
Disclaimer: આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી/સામગ્રી/ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગો / પ્રવચનો / માન્યતાઓ / શાસ્ત્રોમાંથી એકત્રિત કરીને તમારા સુધી લાવવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પ્રસારિત કરવાનો છે, તેના વપરાશકર્તાઓએ તેને માત્ર માહિતી તરીકે લેવી જોઈએ. વધુમાં, વપરાશકર્તા પોતે તેના કોઈપણ ઉપયોગ માટે જવાબદાર રહેશે. ગુજરાતી જાગરણ આની પુષ્ટિ કરતુ નથી. તમારો અભિપ્રાય અમને gujaratijagran@jagrannewmedia.com પર મોકલી શકો છો.
