આજનું રાશિફળ (27 ઓગસ્ટ 2026): મિથુન રાશિ રાશિના જાતકોને બિઝનેસમાં મોટો નફો થવાના યોગ, જાણો અન્ય રાશિઓ માટે કેવો રહેશે દિવસ

27 ઓગસ્ટ 2026ના દૈનિક રાશિફળમાં જ્યોતિષાચાર્ય હર્ષિત શર્મા દરેક રાશિના જાતકો માટે ભવિષ્યવાણી કરી છે. મિથુન રાશિને વેપારમાં મોટો નફો થશે, જ્યારે મેષ રાશિએ સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડશે અને અન્ય રાશિઓ માટે પણ શુભ-અશુભ યોગ બનશે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Thu, 27 Aug 2026 12:00 AM (IST)Updated: Thu, 27 Aug 2026 12:00 AM (IST)
aaj-nu-rashifal-27-august-2026-gemini-people-can-make-big-profits-in-business

Aaj Nu Rashifal 27 August 2026 | Today Rashifal in Gujarati (August 27, 2026): 27 ઓગસ્ટના રોજ કોને મળશે ભાગ્યનો સાથ, કોની વધશે મુશ્કેલી, કોના સંબંધો સુધરશે. દરેક રાશિના જાતકો માટે દિવસે કેવો રહેશે તે જ્યોતિષાચાર્ય હર્ષિત શર્મા પાસેથી જાણો આજનું રાશિફળ.

મેષ રાશિ (Aries):

આજે તમારે તમારા સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. વાતાવરણમાં ફેરફારને કારણે તમે અથવા તમારા પરિવારના સભ્યો મોસમી બીમારીનો ભોગ બની શકો છો. આર્થિક મોરચે આજનો દિવસ થોડો ચડાવ-ઉતારથી ભરેલો રહેશે, જેના કારણે તમારા કેટલાક મહત્વપૂર્ણ કાર્યો નાણાકીય કારણોસર અટકી શકે છે. પારિવારિક વાતાવરણ એકંદરે સારું રહેશે.

વૃષભ રાશિ (Taurus):

આજનો દિવસ તમારા માટે ખૂબ જ અનુકૂળ અને ઉત્સાહવર્ધક રહેશે. આજે તમારા મનમાં કામ પ્રત્યે નવો ઉત્સાહ જોવા મળશે. આર્થિક સ્થિતિ મજબૂત રહેશે અને વેપાર-ધંધાની સાથે અન્ય પ્રવૃત્તિઓમાંથી પણ ધનલાભ થવાના સુંદર યોગ છે. પરિવારના સભ્યો સાથે તમે કોઈ ધાર્મિક ઉત્સવ કે કાર્યક્રમમાં ભાગ લઈ શકો છો. નોકરીના ક્ષેત્રમાં મોટી સફળતા મળવાના યોગ છે.

મિથુન રાશિ (Gemini):

આજે તમારી આર્થિક સ્થિતિ અત્યંત મજબૂત બનશે અને બિઝનેસ કરતા લોકો માટે મોટો નફો મેળવવાનો દિવસ છે. આજે તમે નવું વાહન ખરીદી શકો છો અથવા પ્રોપર્ટી સાથે જોડાયેલા કાર્યોમાં રોકાણ કરી શકો છો. પરિવાર સાથેના સંબંધો મધુર રહેશે અને અચાનક ક્યાંકથી મોટો ધનલાભ થઈ શકે છે. કરિયર અને પ્રગતિ માટે આજનો દિવસ ઘણો જ પ્રભાવશાળી સાબિત થશે, નવી નોકરી મળવાના પણ ઉત્તમ યોગ છે.

કર્ક રાશિ (Cancer):

આજે તમારે થોડું સંભાળીને ચાલવાની જરૂર છે, કારણ કે તમે કોઈ મોટી મુશ્કેલી કે સમસ્યામાં ફસાઈ શકો છો. સ્વાસ્થ્યને લગતી ચિંતાઓ પણ આજે તમને પરેશાન કરી શકે છે. નાણાકીય દ્રષ્ટિએ આજનો દિવસ સાનુકૂળ નથી, તેથી કોઈ પણ મોટો આર્થિક જોખમ લેવાનું ટાળો. આજે તમારા કાર્યોને ગુપ્ત રાખવા અને કોઈની સાથે સિક્રેટ વાતો શેર ન કરવી, અન્યથા બનેલું કામ બગડી શકે છે. પરિવારમાં પણ મતભેદો રહેશે.

રક્ષાબંધનના બીજા દિવસે બુધનું નક્ષત્ર પરિવર્તન ચાર રાશિઓ પર કરશે ભૌતિક સુખોનો વરસાદ, જાતકોની ધન-સંપત્તિમાં થશે જબરદસ્ત વધારો

સિંહ રાશિ (Leo): 

આજે તમે કોઈ મહત્વના કાર્યને લઈને માનસિક રીતે ચિંતિત રહી શકો છો. આર્થિક દ્રષ્ટિએ આજનો દિવસ સામાન્ય રહેશે, પરંતુ કોઈ મોટા પ્રોજેક્ટ કે કામમાં અડચણો આવી શકે છે. કૌટુંબિક બાબતોમાં કોઈ વિવાદને લઈને મતભેદો ઊભા થવાની સંભાવના છે, તેથી પ્રોપર્ટી સંબંધિત વાદ-વિવાદથી બને એટલા દૂર રહો. વેપાર-ધંધામાં સ્થિતિ સામાન્ય રહેશે.

કન્યા રાશિ (Virgo):

આજનો દિવસ તમારા માટે ખૂબ જ શુભ ફળ આપનારો સાબિત થશે. ઘરમાં કોઈ માંગલિક પ્રસંગ કે ઉત્સવનું આયોજન થવાના યોગ છે, જેના કારણે તમે પરિવાર સાથે સુંદર સમય વિતાવશો. નાણાકીય સ્થિતિ સારી રહેશે અને કોઈ મહત્વપૂર્ણ કામને પૂર્ણ કરવા માટે લાંબી મુસાફરી કરવી પડી શકે છે. આજે કોઈ સુખદ સમાચાર મળવાથી મન પ્રફુલ્લિત રહેશે. સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ રહો અને મિત્રોના સહયોગથી નવા વ્યવસાયની શરૂઆત કરી શકો છો.

તુલા રાશિ (Libra):

આજે તમે તમારા ભવિષ્ય અને વ્યવસાયને લઈને કેટલાક મહત્વપૂર્ણ અને મોટા નિર્ણયો લઈ શકશો. આર્થિક સ્થિતિ ખૂબ જ શાનદાર રહેશે અને લાંબા સમયથી અટકેલા કાર્યો આજે સફળતાપૂર્વક પૂર્ણ થશે. પારિવારિક જીવન ખૂબ જ સુખદ રહેશે અને ઘરમાં કોઈ નવા અતિથિનું આગમન થઈ શકે છે. વેપારની દ્રષ્ટિએ નફાકારક દિવસ રહેશે અને નાણાકીય કમાણીના નવા માર્ગો ખુલશે. નોકરીમાં મોટી સફળતા મળશે.

વૃશ્ચિક રાશિ (Scorpio):

આજે તમારે ખૂબ જ સાવધ રહેવું પડશે, કારણ કે તમે કોઈ મોટા વિવાદમાં ફસાઈ શકો છો, જેને કારણે કોર્ટ-કચેરીના ચક્કર કાપવા પડે તેવી સ્થિતિ સર્જાઈ શકે છે. આજે બોલતી વખતે તમારી વાણી પર સંયમ રાખવો અને બિનજરૂરી વિવાદોથી દૂર રહેવું. વેપારની દ્રષ્ટિએ આજનો દિવસ અનુકૂળ નથી. આજે કોઈના પર વધુ પડતો ભરોસો કરવો મોટું આર્થિક નુકસાન કરાવી શકે છે. સ્વાસ્થ્ય સંબંધી તકલીફો રહેશે, પરંતુ પરિવારના સભ્યોનો પૂરો સાથ-સહકાર મળશે.

ધન રાશિ (Sagittarius):

આજે તમારે કેટલીક કૌટુંબિક કે વ્યાવસાયિક બાબતોને લીધે મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. કાર્યક્ષેત્રમાં વિવાદની સ્થિતિ સર્જાશે અને સહકર્મચારીઓ સાથે મતભેદ વધી શકે છે. ઘરગથ્થુ ઝઘડાઓને કારણે આજે તમારે સ્થાન પરિવર્તન અથવા રહેઠાણ બદલવું પડે તેવી સંભાવના છે. વેપાર-ધંધામાં ઉતાર-ચઢાવ રહેશે અને નોકરીમાં પણ વાતાવરણ તણાવપૂર્ણ રહી શકે છે. પ્રવાસ દરમિયાન ખાસ સાવધાની રાખવી.

મકર રાશિ (Capricorn):

આજનો દિવસ તમારા માટે ખૂબ જ લાભદાયી અને સુખદ રહેશે. સ્વાસ્થ્યમાં સારો સુધારો થશે અને મન આનંદિત રહેશે. પરિવારની કોઈ મોટી અને મહત્વપૂર્ણ જવાબદારી તમે ખૂબ જ સરળતાથી અને સફળતાપૂર્વક પૂર્ણ કરી શકશો. વ્યાપારિક પ્રવૃત્તિઓમાં સારો નફો મળશે અને રોકાણ કરવા માટે, ખાસ કરીને શેર બજારમાં રોકાણ માટે આજનો દિવસ સારો છે. મિત્રો સાથે મળીને કોઈ નવા પ્રોજેક્ટની શરૂઆત કરી શકો છો અને પ્રવાસનું પણ પ્લાનિંગ થઈ શકે છે.

કુંભ રાશિ (Aquarius):

આજે વેપારી વર્ગ માટે મોટો આર્થિક નફો મેળવવાનો ઉત્તમ દિવસ છે. બિઝનેસમાં તમને મોટી સફળતા પ્રાપ્ત થશે. પરિવારના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે આજે તમે કોઈ મોટું રોકાણ કરી શકો છો. પરિવાર તરફથી પૂરો આર્થિક અને માનસિક સહયોગ મળશે. નોકરીમાં લાંબા સમયથી ચાલી રહેલા વાદ-વિવાદનો અંત આવશે અને સમાજમાં કોઈ મોટી જવાબદારી અથવા પ્રતિષ્ઠિત પદ મળી શકે છે.

મીન રાશિ (Pisces):

આજે તમારે પડકારજનક પરિસ્થિતિઓનો સામનો કરવો પડી શકે છે. તમારા શત્રુઓ અથવા વિરોધીઓની સંખ્યામાં અચાનક વધારો થઈ શકે છે. આર્થિક તંગીને કારણે તમારું કોઈ મોટું કે મહત્વપૂર્ણ કાર્ય અધવચ્ચે અટકી જવાની આશંકા છે. પારિવારિક સભ્યો સાથે મતભેદો રહેશે અને ચિંતાનો માહોલ રહેશે. આજે ક્યાંકથી નાણાકીય મદદ મળવી પણ મુશ્કેલ બનશે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું અને વેપારમાં ચડાવ-ઉતાર જોવા મળશે. જો કે, આજે કોઈ જૂના મિત્ર સાથે મુલાકાત થવાથી થોડી રાહત અનુભવશો.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય, તો પછી તેને શેર કરવાનું ભુલશો નહીં. આવા વધુ લેખો વાંચવા માટે ગુજરાતી જાગરણ સાથે જોડાયેલા રહો.

Disclaimer: આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી/સામગ્રી/ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગો / પ્રવચનો / માન્યતાઓ / શાસ્ત્રોમાંથી એકત્રિત કરીને તમારા સુધી લાવવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પ્રસારિત કરવાનો છે, તેના વપરાશકર્તાઓએ તેને માત્ર માહિતી તરીકે લેવી જોઈએ. વધુમાં, વપરાશકર્તા પોતે તેના કોઈપણ ઉપયોગ માટે જવાબદાર રહેશે. ગુજરાતી જાગરણ આની પુષ્ટિ કરતુ નથી. તમારો અભિપ્રાય અમને gujaratijagran@jagrannewmedia.com પર મોકલી શકો છો.