આજનું રાશિફળ (16 સપ્ટેમ્બર 2026): કુંભ જાતકો માટે આજનો દિવસ શાનદાર, જાણો કંઈ રાશિને મળશે ભાગ્યનો સાથ અને કોની વધશે મુશ્કેલી?

જ્યોતિષાચાર્ય હર્ષિત શર્મા દ્વારા 16 સપ્ટેમ્બર 2026 ના રોજનું દૈનિક રાશિફળ પ્રસ્તુત કરવામાં આવ્યું છે. આ રાશિફળમાં દરેક રાશિના જાતકો માટે કાર્યક્ષેત્ર, આર્થિક સ્થિતિ, સંબંધો અને સ્વાસ્થ્ય કેવું રહેશે તેની વિગતવાર માહિતી આપવામાં આવી છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Wed, 16 Sep 2026 12:00 AM (IST)Updated: Wed, 16 Sep 2026 12:00 AM (IST)
aaj-nu-rashifal-16-september-2026-horoscope-today

Aaj Nu Rashifal 16 September 2026 | Today Rashifal in Gujarati (September 16, 2026): 16 સપ્ટેમ્બરના રોજ કોને મળશે ભાગ્યનો સાથ, કોની વધશે મુશ્કેલી, કોના સંબંધો સુધરશે. દરેક રાશિના જાતકો માટે દિવસે કેવો રહેશે તે જ્યોતિષાચાર્ય હર્ષિત શર્મા પાસેથી જાણો.

મેષ (Aries)

આજનો દિવસ તમારા માટે ચડાવ-ઉતારથી ભરેલો રહેશે. આજે સ્વાસ્થ્યમાં થોડી ગિરાવટ અનુભવાઈ શકે છે. આ સાથે કાર્યક્ષેત્રમાં વિરોધીઓ તમારું કામ બગાડવાનો પ્રયાસ કરી શકે છે, તેથી સજાગ રહેવું. આજે તમારી સીક્રેટ કે ગુપ્ત વાતો કોઈની સામે શેર ન કરવી. નવી કાર્ય યોજનાઓને સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં તમે સફળ રહેશો. વ્યાપારિક દ્રષ્ટિએ આજનો દિવસ બહુ સાનુકૂળ નથી. પરિવારના લોકો સાથે મતભેદ વધી શકે છે.

વૃષભ (Taurus)

આજે તમે તમારા કાર્યક્ષેત્રમાં મોટા બદલાવ કરી શકો છો, એવા યોગ બની રહ્યા છે. કાર્યક્ષેત્રમાં મોટો ધનલાભ થવાની શક્યતા છે. આજે તમારું કોઈ અટકેલું મોટું કાર્ય પૂર્ણ થશે જેથી ફાયદો થશે. વ્યાપારિક દ્રષ્ટિએ આજનો દિવસ શાનદાર રહેશે. તમે તમારા કામને યોગ્ય રીતે કરવામાં સફળ રહેશો. નવા કાર્યની શરૂઆત થશે અને પરિવારના લોકો સાથે સંબંધો સારા રહેશે.

મિથુન (Gemini)

આજે તમે પોતાના માટે નવું વાહન કે મકાન ખરીદી શકો છો. પરિવાર સાથે આજનો દિવસ ઘણો સારો વિતશે. આજે તમે તમારા કોઈ જૂના મિત્રને મળશો. સામાજિક અને રાજકીય ક્ષેત્રે તમને મોટી સફળતા પ્રાપ્ત થશે. વ્યાપારિક દ્રષ્ટિએ આજનો દિવસ ઠીક રહેશે. આજે વાદ-વિવાદોથી દૂર રહેવું.

કર્ક (Cancer)

આજનો દિવસ તમારા માટે પડકારજનક રહેશે. આજે કાર્યક્ષેત્રમાં અનેક પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે. આર્થિક દ્રષ્ટિએ આજનો દિવસ બહુ સાનુકૂળ નથી, આજે કોઈની પાસેથી મોટી મદદ લેવી પડી શકે છે. કાર્યક્ષેત્રમાં વિવાદોનો છાયડો રહી શકે છે, જેથી સંભાળીને રહેવાની જરૂર છે. જો કે, પરિવારના લોકોનો પૂરો સપોર્ટ મળશે.

સિંહ (Leo)

આજે તમે માનસિક તણાવ અનુભવી શકો છો. કાર્યક્ષેત્રમાં ગિરાવટ જોવા મળશે. વ્યાપારિક દ્રષ્ટિએ આજનો દિવસ બહુ સાનુકૂળ નથી. આજે કોઈ કાર્યમાં મોટું આર્થિક નુકસાન થઈ શકે છે. પારિવારિક લોકો સાથે મળીને તમે પરિવાર માટે કોઈ મોટો નિર્ણય લઈ શકો છો. સ્વાસ્થ્યમાં ગિરાવટ રહેશે.

કન્યા (Virgo)

આજે તમે તમારા કાર્યક્ષેત્રમાં મોટો લાભ મેળવવાના છો. જૂનું રોકાણ આજે તમને મોટો ફાયદો કરાવી આપશે. વ્યાપારિક દ્રષ્ટિએ આજનો દિવસ ઉત્તમ છે, તમે પોતાના કાર્યક્ષેત્રનો વિસ્તાર કરશો. કોઈ નવી પાર્ટી સાથે લાંબી ભાગીદારી કરવાનો વિચાર બનાવી શકો છો. પરિવારના લોકો સાથેના મતભેદો પૂરા થશે અને જીવનસાથીનો પૂરો સહયોગ મળશે.

તુલા (Libra)

આજે તમારા વિરોધીઓ પણ તમારા કાર્યની પ્રશંસા કરશે. કાર્યક્ષેત્રમાં મોટો લાભ મેળવી શકો છો. કાર્યક્ષેત્રમાં ફેરફારના સંકેત છે, થોડા બદલાવ કરીને મોટો લાભ કમાઈ શકો છો. આર્થિક દ્રષ્ટિએ દિવસ સારો છે, ક્યાંક મોટું રોકાણ કરી શકો છો. વેપારીઓ માટે કોઈ મોટી ખુશખબરી મળવાના યોગ છે. પરિવાર સાથે સંબંધો સારા રહેશે.

વૃશ્ચિક (Scorpio)

આજનો દિવસ તમારા માટે સારો છે, સ્વાસ્થ્યમાં લાભ અનુભવશો. જો કે આર્થિક દ્રષ્ટિએ દિવસ બહુ સાનુકૂળ નથી. આજે કાર્યક્ષેત્રમાં કોઈ મોટા જોખમ ન લેવા. આર્થિક રીતે થોડા પરેશાન રહી શકો છો. વેપારીઓ માટે દિવસ બહુ સાનુકૂળ નથી, મોટો રિસ્ક ન લેવો. પરિવારના લોકો સાથે જૂની વાતોને લઈને ઝઘડો થઈ શકે છે.

ધન (Sagittarius)

આજનો દિવસ ચડાવ-ઉતારથી ભરેલો રહેશે. કાર્યક્ષેત્રમાં અનેક પડકારોનો સામનો કરવો પડશે. વ્યાપારિક દ્રષ્ટિએ વિરોધીઓ તમારું કામ બગાડી શકે છે, સંભાળીને રહેવું. આજે મોટો આર્થિક લોસ થઈ શકે છે. મિલકત કે પ્રોપર્ટી સંબંધિત વિવાદોથી દૂર રહેવું. કોર્ટ-કચેરી કે ન્યાયાલયના મામલામાં અસફળતા મળી શકે છે. પારિવારિક મતભેદ વધી શકે છે.

મકર (Capricorn)

આજે તમે પોતાના કાર્યક્ષેત્રમાં લાભ મેળવવાના છો. તમારા મનમાં નવી યોજના બની શકે છે. કાર્યક્ષેત્રમાં ફેરબદલ કરી શકો છો જે લાભદાયી સાબિત થશે. વ્યાપારિક દ્રષ્ટિએ દિવસ ઘણો સારો છે, મોટો નફો કમાઈ શકશો. ઘરમાં માંગલિક કાર્યોના યોગ બનશે અને મહેમાનોનું આગમન થશે.

કુંભ (Aquarius)

આજનો દિવસ શાનદાર છે, સ્વાસ્થ્યમાં લાભ અનુભવશો. કાર્યક્ષેત્રમાં વિરોધીઓ પણ તમારા સહયોગી બની શકે છે. આજે કોઈ નવા કાર્યની શરૂઆત કરી શકો છો. પ્રોપર્ટી સંબંધિત કાર્યોથી લાભના યોગ છે. આજે થોડું સતર્ક રહેવું અને મુસાફરી કરતી વખતે સાવચેતી રાખવી. પરિવારના લોકો સાથે સારું તાલમેલ રહેશે.

મીન (Pisces)

આજનો દિવસ તમારા માટે કોઈ મોટો ઉપહાર લઈને આવનારો છે. આજે તમને કોઈ મોટી સફળતા હાથ લાગશે. સામાજિક અને રાજકીય ક્ષેત્રે કાર્ય કરતા લોકો માટે દિવસ શાનદાર છે. આજે અચાનક કે અકસ્માતે ધન પ્રાપ્તિ થશે. પરિવાર સાથે દિવસ સારો વિતશે. ક્યાંક લાંબી યાત્રા પર જવાનો પ્લાન બની શકે છે અને ઘરમાં કોઈ ધાર્મિક કાર્યનું આયોજન થશે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય, તો પછી તેને શેર કરવાનું ભુલશો નહીં. આવા વધુ લેખો વાંચવા માટે ગુજરાતી જાગરણ સાથે જોડાયેલા રહો.

Disclaimer: આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી/સામગ્રી/ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગો / પ્રવચનો / માન્યતાઓ / શાસ્ત્રોમાંથી એકત્રિત કરીને તમારા સુધી લાવવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પ્રસારિત કરવાનો છે, તેના વપરાશકર્તાઓએ તેને માત્ર માહિતી તરીકે લેવી જોઈએ. વધુમાં, વપરાશકર્તા પોતે તેના કોઈપણ ઉપયોગ માટે જવાબદાર રહેશે. ગુજરાતી જાગરણ આની પુષ્ટિ કરતુ નથી. તમારો અભિપ્રાય અમને gujaratijagran@jagrannewmedia.com પર મોકલી શકો છો.