Love Horoscope Today in Gujarati (આજનું લવ રાશિફળ): વૈદિક જ્યોતિષમાં તમારી કુંડળીમાં શુક્રની સ્થિતિ તમારા પ્રેમ સબંધોનું ભવિષ્ય નક્કી કરે છે.
જો આજના લવ રાશિફળ વિશે વાત કરીએ તો, આજે કેટલીક રાશિના જાતકોના જીવનસાથી તેમજ લવ પાર્ટનર સાથેના સબંધો વધુ ગાઢ બનશે, તો કેટલીક રાશિને એકબીજા સાથે મતભેદો થઈ શકે છે. તો ચાલો જાણીતા જ્યોતિષાચાર્ય હર્ષિત શર્મા પાસેથી જાણીએ આજનો તમારો દિવસ પ્રેમ સબંધની દ્રષ્ટિએ કેવો રહેશે?
મેષ (Aries)
પોતાના લવ પાર્ટનર સાથે આજનો દિવસ તમારો સારો રહેશે. આજે તમે બંને સાથે સમય વિતાવશો. જૂની વાતોને ભૂલીને આજના દિવસે તમે એક નવી શરૂઆત કરી શકો છો. તમારા બંને વચ્ચે પરસ્પર તાલમેલ અને સામંજસ્ય ખૂબ જ સારું રહેશે.
વૃષભ (Taurus)
પોતાના લવ પાર્ટનર સાથે આજનો દિવસ સારો રહેશે. આજે તમે બંને કોઈ લાંબી યાત્રા પર જઈ શકો છો. ઘરેલુ કામકાજને લઈને આજે તમે ખરીદી પણ કરી શકો છો. પોતાના પાર્ટનર સાથે દિવસ ઉત્તમ રહેશે અને તમે બંને આજના દિવસને પૂરેપૂરો એન્જોય કરશો.
મિથુન (Gemini)
આજનો દિવસ પોતાના પાર્ટનર સાથે વિવાદોથી ભરેલો રહેશે. કેટલીક ઘરેલુ વાતોને લઈને પરસ્પર મતભેદ થઈ શકે છે, જેના કારણે તણાવની સ્થિતિ બનેલી રહેશે. જોકે કોઈ મોટા વિવાદના યોગ નથી, થોડા સમય પછી પરિસ્થિતિ સામાન્ય થઈ જશે.
કર્ક (Cancer)
આજે પોતાના પાર્ટનર સાથે તમારો દિવસ સારો રહેશે. આજે તમે બંને તમારી પર્સનલ લાઈફ માટે કેટલાક મોટા નિર્ણયો લઈ શકો છો, જેમાં પાર્ટનરનો પૂરો સહયોગ મળશે. આજે તમારો પાર્ટનર તમારા પ્રત્યે પોતાના પ્રેમનો ઈઝહાર પણ કરી શકે છે.
સિંહ (Leo)
આજનો દિવસ તમારા માટે સારો રહેશે. આજે તમે બંને ક્યાંક બહાર લાંબી યાત્રા પર જઈ શકો છો. હવામાનની દ્રષ્ટિએ દિવસ ખૂબ જ સારો રહેવાનો છે. તમે બંને આજના દિવસને એન્જોય કરશો. પ્રેમ સંબંધો માટે સમય સાનુકૂળ છે.
કન્યા (Virgo)
આજે પોતાના લવ પાર્ટનર સાથે તમારો દિવસ વિવાદોથી ભરેલો રહેશે. તમારા બંને વચ્ચે કોઈ વાતને લઈને મતભેદની સ્થિતિ વધી શકે છે, જે પરસ્પર તાલમેલ બગાડી શકે છે. આવી સ્થિતિમાં કેટલીક બાબતોને ઈગ્નોર કરવી તમારા માટે શ્રેષ્ઠ રહેશે.
તુલા (Libra)
આજે પોતાના લવ પાર્ટનર સાથે તમે ઘરેલુ કામકાજ માટે ખરીદી કરી શકો છો. આ કામમાં પાર્ટનરનો પૂરો સહયોગ મળશે. આર્થિક દ્રષ્ટિએ પણ આજે તમને મોટો લાભ થવાની શક્યતા છે. આજે તમારો પાર્ટનર તમારાથી ખૂબ જ ખુશ દેખાશે.
વૃશ્ચિક (Scorpio)
આજે પોતાના પાર્ટનર સાથે તમે યાત્રા પર જઈ શકો છો. આજનો દિવસ તમારા બંને માટે ખાસ રહેવાનો છે. આજે તમારો પાર્ટનર તમને કોઈ મોટી ખુશખબરી સંભળાવી શકે છે, જેનાથી તમારો દિવસ બની જશે. આખો દિવસ આનંદ અને ઉલ્લાસથી ભરેલો રહેશે.
ધન (Sagittarius)
આજે પોતાના પાર્ટનર સાથે કોઈ વાતને લઈને તમારો ઝઘડો થઈ શકે છે. જોકે તમારો પાર્ટનર તમારા પ્રત્યે સકારાત્મક અભિગમ રાખશે. તમારા તરફથી કોઈ મોટો વિવાદ ઊભો થઈ શકે છે, તેથી પોતાની ભૂલનો અહેસાસ થતાં માફી માગી લેવી યોગ્ય રહેશે.
મકર (Capricorn)
આજે પોતાના પાર્ટનર સાથે તમારો દિવસ સારો રહેશે. આજે તમે ઘરે રહીને જ પોતાના પાર્ટનર સાથે સમય વિતાવવાના છો. આખો દિવસ એન્જોયમેન્ટથી ભરેલો રહેશે. તમારો પાર્ટનર પણ તમને નજીક પામીને ખૂબ ખુશ જણાશે.
કુંભ (Aquarius)
આજે પોતાના લવ પાર્ટનર સાથે તમારો દિવસ શાનદાર રહેશે. આજે તમારા બંને વચ્ચેના જૂના મતભેદો પૂરા થશે. આ સાથે જ તમારો પાર્ટનર તમને કોઈ મોટી ગિફ્ટ કે ઉપહાર આપી શકે છે. લાંબી યાત્રાના પણ યોગ બની રહ્યા છે.
મીન (Pisces)
આજે પોતાના પાર્ટનર સાથે તમારો દિવસ સારો રહેશે. તમારા બંને વચ્ચેના જૂના મતભેદો પૂરા થશે અને સંબંધોમાં સુધારો આવશે. આજે પોતાના પાર્ટનરની વાતોને મહત્વ આપવું તમારા માટે સારું રહેશે, જેનાથી સંબંધોમાં ચાલતો તણાવ દૂર થશે.
જો તમને આ લેખ પસંદ આવ્યો હોય, તો પછી તેને શેર કરવાનું ભુલશો નહીં. આવા વધુ લેખો વાંચવા માટે ગુજરાતી જાગરણ સાથે જોડાયેલા રહો.
Disclaimer: આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી/સામગ્રી/ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગો / પ્રવચનો / માન્યતાઓ / શાસ્ત્રોમાંથી એકત્રિત કરીને તમારા સુધી લાવવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પ્રસારિત કરવાનો છે, તેના વપરાશકર્તાઓએ તેને માત્ર માહિતી તરીકે લેવી જોઈએ. વધુમાં, વપરાશકર્તા પોતે તેના કોઈપણ ઉપયોગ માટે જવાબદાર રહેશે. ગુજરાતી જાગરણ આની પુષ્ટિ કરતુ નથી. તમારો અભિપ્રાય અમને gujaratijagran@jagrannewmedia.com પર મોકલી શકો છો.
