Viral UNGA Video: સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA) માં હૈતીના રાષ્ટ્રપતિ એડગાર લેબ્લાંક ફિલ્સ (Edgard Leblanc Fils) ના ભાષણ દરમિયાન એક અજીબ ઘટના બની હતી. ભાષણ દરમિયાન તરસ લાગતા તેઓ ગ્લાસનો ઉપયોગ કરવાને બદલે સીધા જ મોટા જગમાંથી પાણી પીવા લાગ્યા હતા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને લોકો આ અનોખા અંદાજની ભારે મજાક ઉડાવી રહ્યા છે.
UNGA માં ભાષણ દરમિયાન શું બની ઘટના?
સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA) ને સંબોધિત કર્યા બાદ હૈતીના રાષ્ટ્રપતિ એક પ્રશ્નનો જવાબ આપી રહ્યા હતા. આ દરમિયાન તેમને તરસ લાગતા તેમણે ગ્લાસમાં પાણી લેવાને બદલે સીધો જ પાણી ભરેલો મોટો જગ ઉઠાવી લીધો અને તેમાંથી જ પાણી પીવા લાગ્યા. જોકે, જગ ઘણો મોટો અને ભરેલો હોવાથી પાણી છલકાઈને તેમના સૂટ અને પોડિયમ પર ઢોળાઈ ગયું હતું. આ સ્થિતિ બાદ તેઓ બરાબર પાણી પી શક્યા નહોતા અને તેમણે તરત જ જગને પોડિયમ પર પાછો મૂકી દીધો હતો.
સોશિયલ મીડિયા પર લોકોએ કેવી પ્રતિક્રિયા આપી?
આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર @ricwe123 નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો છે, જે ગણતરીના કલાકોમાં જ વાયરલ થઈ ગયો. વીડિયો જોયા બાદ નેટિઝન્સ વિવિધ અને રમુજી પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.
એક યુઝરે કમેન્ટ કરીને સવાલ કર્યો કે, "શું હૈતીમાં લોકો આ રીતે જ પાણી પીવે છે? શું ત્યાં પાણી પીવા માટે ગ્લાસનો ઉપયોગ કરવામાં આવતો નથી?" અન્ય એક યુઝરે આયોજકો પર કટાક્ષ કરતા લખ્યું કે, "શું UN ના અધિકારીઓ પાણીના જગ સાથે ગ્લાસ રાખવાનું ભૂલી ગયા હતા?" જ્યારે ત્રીજા યુઝરે લખ્યું કે, "મેં મારી આખી જિંદગીમાં ક્યારેય કોઈને આ રીતે સીધા જગમાંથી પાણી પીતા જોયા નથી."
