VIRAL VIDEO: ગુજરાતના પાડોશી રાજ્ય રાજસ્થાનમાં હાલ ચાલી રહેલા પુષ્કરના મેળામાં દેશ-વિદેશથી સહેલાણીઓ ઉમટી રહ્યા છે. એવામાં પુષ્કરના મેળામાંથી રણનું જહાજ ગણાતા ઊંટની સવારીનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક કપલ ઊંટ પરથી ધડામ કરતાં નીચે પટકાઈ રહ્યું છે.
સોશિયલ મીડિયામાં વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે, પુષ્કરના મેળામાં કપલ સવારી કરવા માટે ઊંટ ઉપર બેસી રહ્યું છે. જેવું કપલ બેસે છે, તેવું જ ઊંટ ઉભુ થવા જાય છે. આ દરમિયાન સંતુલન ખોરવાતા પત્ની અને પાછળ-પાછળ પતિ એમ બન્ને ઊંટ ઉપરથી નીચે પટકાય છે.
પહેલા પત્ની ધડામ કરતાં નીચે પટકાય છે અને તેની ઉપર જ પતિ પણ પડે છે. નીચે પટકાયા બાદ પત્નીની આંખે અંધારા આવી જાય છે અને થોડીવાર માટે તો તે સુનમુન બેસી જ રહે છે.
આ સમયે ત્યાં ઉપસ્થિત લોકો મદદ માટે દોડી આવે છે. પ્રત્યક્ષ દર્શીઓના જણાવ્યા પ્રમાણે, ઊંટ ઉપરથી નીચે પડવું એટલે પહેલા માળેથી નીચે પટકાવવા જેવું છે.
राजस्थान के पुष्कर मेले में एक कपल ऊंट पर बैठा वैसे ही उन्हें ऊंट ने नीचे गिरा दिया।
— Jaiky Yadav (@JaikyYadav16) November 5, 2025
मोहतरमा तो बहुत देर तक उठ भी नहीं पाईं, ऊंट से नीचे गिरना मतलब 1 मंजिला मकान की छत से गिरना है😃😂
pic.twitter.com/umFhij3W57
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર @JaikyYadav16 નામના યુઝર્સે આ વીડિયો શેર કર્યો છે. જેના કેપ્શનમાં તેણે લખ્યું છે કે, રાજસ્થાનના પુષ્કર મેળામાં એક કપલ ઊંટ પર બેઠા તેવા જ ઊંટે તેમને નીચે પટક્યા. આ વીડિયોને અત્યાર સુધીમાં 2 લાખ જેટલી વખત લોકો જોઈ ચૂક્યા છે.
વીડિયો વાયરલ થતાં લોકો તરેહ-તરેહની કોમેન્ટ કરી રહ્યા છે. એક યુઝર્સે લખ્યું કે, ઊંટની સવારી લક્ઝરી નથી, પરંતુ જુગાર છે. કોઈએ લખ્યું કે, પુષ્કર જનારા લોકોએ હવે હેલ્મેટ પહેરવું પડશે. કોઈ યુઝર્સ લખે છે કે, આમાં ઊંટની કોઈ ભૂલ નથી. એક યુઝર્સે લખ્યું કે, સહેલાણી કપલને એડવેન્ચર જોઈતું હતુ, પરંતુ ઊંટે તેમને ગ્રેવિટીના પાઠ ભણાવીને એક જ ઝાટકે જમીન પર લાવીને પટક્યા.
સ્થાનિક પશુપાલકોએ જણાવ્યું કે, ઊંટ ઉપર બેસતા સમયે સંતુલન જાળવી રાખવું ખૂબ જ જરૂરી છે. જ્યારે ઊંટ બેસતુ કે ઉભુ થતું હોય ત્યારે તો ખાસ. આવી ઘટનાઓથી બચવા માટે સહેલાણીઓએ હંમેશા ગાઈડ કે ઊંટના માલિકની સલાહને ધ્યાનથી સાંભળવી જોઈએ અને તેનું પાલન કરવું જોઈએ.
