પાકિસ્તાનની સડકો પર રશિયન બ્લોગરે લગાવ્યા 'જય શ્રી રામ'ના નારા, VIRAL VIDEO જોઈ યુઝર્સ બોલ્યા-'પૂર્વ જન્મમાં ભારતીય હતો'

પાકિસ્તાની પોષાકમાં કન્ટેન્ટ ક્રિએટર મેક્સિમ શેરબાકૉવે જય શ્રી રામના નારા લગાવતા પાછળ પાકિસ્તાની ઝંડા લઈને ઉભા રહેલા પાકિસ્તાનીઓ પણ જય શ્રી રામ બોલ્યા

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Mon, 03 Nov 2025 03:33 PM (IST)Updated: Mon, 03 Nov 2025 03:33 PM (IST)
russian-influencer-jai-shree-ram-chants-in-pakistan-video-goes-viral
HIGHLIGHTS
  • પાકિસ્તાનમાં દરેક ધર્મ મનાવવાની સ્વતંત્રતા: યુઝર્સ

Viral Video: તાજેતરમાં જ એક રશિયન કન્ટેટ ક્રિએટર મેક્સિમ શેરબાકૉવે પાકિસ્તાનમાં જાહેર રસ્તા પર 'જય શ્રી રામ'ના નારા લગાવ્યા હતા. આ સમયે ત્યાં ઉપસ્થિત પાકિસ્તાઓની પ્રતિક્રિયા જોવા જેવી છે. આ વીડિયો હાલ સોશિયલ મીડિયામિાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

આ વીડિયોમાં જોઈ શકાય છે કે, મેક્સિમ કોઈ પાકિસ્તાની પોષાક પહેરીને રોડ પર ઉભો છે. આ સમયે પાછળ કેટલાક પાકિસ્તાનીઓ પોતાના દેશનો ધ્વજ લઈને ઉભા છે અને તમામના ચહેરા પર સ્મિત જોવા મળી રહ્યું છે. આ સમયે અચાનક મેક્સિમે 'જય શ્રી રામ'ના નાર લગાવવાનું શરૂ કર્યું. તેથી ત્યાં ઉપસ્થિત પાકિસ્તાનીઓ પણ હસતા મોંઢે જય શ્રી રામના નારા લગાવી રહ્યા છે.

આ અનોખુ દ્રશ્ય જોઈને સોશિયલ મીડિયા પર લોકો ચોંકી ગયા છે. કેટલાક યુઝર્સ તેને માનવતાની જીત ગણાવી રહ્યા છે અને કહે છે કે, માનવતા સરહદથી પણ ઉપર છે. એક પાકિસ્તાની યુઝર્સે લખ્યું છે કે, અમારા દેશમાં દરેક ધર્મને માનવાની સ્વતંત્રતા છે. હિન્દુ તહેવારો પણ અમે સાથે જ મનાવીએ છીએ. સોશિયમ મીડિયામાં વાયરલ થયેલા આ વીડિયોને જોઈને કેટલાક લોકો મેક્સિમને કહે છે કે, આ પૂર્વ જન્મમાં કોઈ ભારતીય જ છે.