Coldplay Concert In Mumbai: Coldplay બ્રિટિશ બેન્ડ કોલ્ડપ્લે ફ્રન્ટમેન ક્રિસ માર્ટિને જ્યારે મુંબઈમાં મ્યુઝિક ઑફ સ્પિયર્સ કોન્સર્ટ દરમિયાન 'જય શ્રી રામ' ના નારા લગાવીને ત્યારે ભારતીય ચાહકોને આશ્ચર્યચકિત કરી દીધા હતા. કોન્સર્ટ દરમિયાન તેમણે હિન્દીમાં અભિવાદન કરીને દર્શકોના દિલ જીતી લીધા હતા.
પ્લેકાર્ડ પર 'જય શ્રી રામ' લખેલું વાંચ્યું
કોલ્ડપ્લે ફ્રન્ટમેન કોન્સર્ટ દરમિયાન ક્રિસ માર્ટિન ચાહકોએ હાથમાં પકડેલ પ્લેકાર્ડ વાંચી રહ્યા હતા. જેમાં એક પ્લેકાર્ડ પર 'જય શ્રી રામ' લખેલું હતું. માર્ટિને તે વાંચ્યું, જેના પછી પ્રેક્ષકોએ જોરથી તાળીઓ પાડી હતી. તેણે પણ પૂછ્યું કે તેનો અર્થ શું છે. એટલું જ નહીં, તેણે અન્ય પ્લેકાર્ડ પણ વાંચ્યા અને તેના પર પ્રતિક્રિયા આપી .
“Jai Shri Ram” - Chris Martin @coldplay ???#ColdplayMumbai pic.twitter.com/TVOBTNdyIW
— Sameer (@BesuraTaansane) January 18, 2025
શો અટકાવી જસપ્રીત બુમરાહનું નામ લીધું
કોન્સર્ટ દરમિયાન અચાનક શો અટકાવી ક્રિસ માર્ટિને જસપ્રિત બુમરાહનું નામ લીધું. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં ક્રિસ માર્ટિન કહેતા સંભળાય છે કે થોભો, અમારે શો ખતમ કરવો પડશે કારણ કે જસપ્રિત બુમરાહ બેકસ્ટેજ પર આવીને રમવા માંગે છે.
Here’s the video where #ChrisMartin
— Chandresh Narayanan (@chand2579) January 18, 2025
mentions @Jaspritbumrah93! What a moment in the concert @coldplay #cricket Jassi is the world’s best pic.twitter.com/kSuTix6ATJ
મુંબઈ પછી આ શો અમદાવાદમાં યોજાશે કોલ્ડપ્લે
મુંબઈમાં શો શાનદાર રીતે કરવામાં આવ્યો હતો. કોલ્ડપ્લે બેન્ડ મુંબઈ પછી અમદાવાદમાં પરફોર્મ કરશે. ક્રિસ માર્ટિન તેની ગર્લફ્રેન્ડ અભિનેતા ડાકોટા જોન્સન સાથે ભારત આવ્યો છે. તેઓ બાંદ્રા જઈને મુંબઈની સુંદરતા માણતા પણ જોવા મળ્યા હતા અને શ્રી બાબુલનાથ મંદિરમાં ભગવાનના આશીર્વાદ પણ લીધા હતા.
