AI VIRAL VIDEO: આજના ઈન્ટરનેટ યુગમાં આપણને દરરોજ કંઈકને કંઈક નવું જાણવા મળે છે. એમાં પણ આર્ટીફિશિયલ ઈન્ટેલિજન્સ આવ્યા બાદ, તો જેના વિશે આપણે માત્ર કલ્પના જ કરી શકતા હોઈએ, તેવું હકીકતમાં બનતું હોય તેવા વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થવા લાગ્યા છે. આવો જ એક કિસ્સો અમેરિકાના જૉન એફ કેનેડી એરપોર્ટ પરથી સામે આવ્યો છે. જેને જાણીને સૌ કોઈને અચરજ થઈ રહી છે.
સોશિયલ મીડિયામાં આ બનાવનો વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે, એક મહિલા બુરખો પહેરીને અમેરિકાના એરપોર્ટ પર ઉતરે છે. આ સમયે મહિલા જ્યારે અધિકારીઓને પોતાનો પાસપોર્ટ બતાવે છે, તો તેના પાસપોર્ટ પર દેશનું નામ 'ટોરેન્જા' લખેલું હોય છે.
આવા વિચિત્ર દેશનું નામ સાંભળીને એરપોર્ટના અધિકારીઓ પણ માથું ખંજવાળવા લાગે છે, કારણ કે આવો કોઈ દેશ પૃથ્વી પર અસ્તિત્વમાં જ નથી. એરપોર્ટ અધિકારીઓને મુંઝાતા જોઈને મહિલા તેમને સમજાવે છે કે, ટોરેન્જા કાકેસશ વિસ્તારમાં છે.
મહિલાના પાસપોર્ટમાં બાયોમેટ્રિક ચિપ્સ અને હોલોગ્રામ જેવી વિગતોની સાથે-સાથે અન્ય અસ્તિત્વમાં ના હોય તેવા દેશોની ટિકિટ પણ મળી આવે છે. જેના કારણે એરપોર્ટ પર ઉપસ્થિત અધિકારીઓ વધારે મુંઝાય છે.
This old woman she came to America airport, according to her passport her country on the passport doesn't exist ' she came from Torenza' please who knows This country? pic.twitter.com/RcSnDx6Urj
— Nafisat ?✨ (@Nafisat__121) October 12, 2025
સોશિયલ મીડિયામાં આ મહિલાનો વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. કેટલાક યુઝર્સ મહિલા કોઈ અલગ પ્લેનેટમાંથી આવી એટલે કે પરગ્રહ પરથી આવી હોવાનું કહી રહ્યા છે. કોઈ યુઝર્સ પૂછી રહ્યા છે કે, આ મહિલા ટોરેન્જાથી આવી હતી. આ દેશ વિશે કોઈ જાણે છે? અન્ય એક યુઝર્સે લખ્યું છે કે, આ મહિલા જાપાનથી વિમાનમાં કેવી રીતે આવી, શું તેની પાસે અમેરિકાના વિઝા હતા.
વાયરલ વીડિયો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની ઉપજ
આ વીડિયોને લઈને સોશિયલ મીડિયામાં ચર્ચા છેડાયા બાદ ફેક્ટ ચેકર્સ દ્વારા પુષ્ટિ કરવામાં આવી કે, આ વીડિયો આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની (AI)ની મદદથી બનાવવામાં આવ્યો છે. જોન કેનેડી એરપોર્ટ પર આવી કોઈ મહિલા મુસાફરનો રેકોર્ડ નથી.
જો કે આ વીડિયોએ 1954માં જાપાનની રાજધાની ટોકિયોમાં થયેલી ઘટનાની યાદ તાજી કરાવી છે. જેમાં 1954ના વર્ષમાં ટોરેન્ડ નામના દેશમાંથી એક વ્યક્તિ જાપાનના ટોક્યો એરપોર્ટ પર ઉતર્યો હતો. આ સમયે પણ એરપોર્ટ અધિકારીઓ મુંઝાઈ ગયા હતા.
