'પ્યારા ભૈયા મેરા દુલ્હા રાજા બન કે…!'- ભાઈના લગ્નમાં બહેને કરેલા ડાન્સના VIRAL VIDEOએ લોકોનું દિલ જીત્યું, તમે પણ જોઈને થઈ જશો ભાવુંક

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 13 Sep 2024 08:00 PM (IST)Updated: Fri, 13 Sep 2024 08:01 PM (IST)
groom-sister-dance-in-wedding-video-goes-viral-on-social-media

Wedding Dance Video Viral: લગ્નને લઈને સોશિયલ મીડિયામાં અનેક વીડિયો ધૂમ મચાવી રહ્યા છે. ક્યારેક વર-કન્યાના વીડિયો, તો ક્યારેક સગા-સબંધીના ડાન્સના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં રહે છે. આવો જ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં વરરાજાની બહેન શાનદાર ડાન્સ કરી રહી છે. જેનો વીડિયો જોઈને તમે પણ ભાવુંક થઈ જશો.

સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, લગ્ન સ્થળ પર વરરાજા પહોંચે છે, ત્યારે તેની સાથે પરિવારની અન્ય મહિલાઓ પણ જોવા મળે છે. આ સમયે સામે પર્પલ કલરના લહેંગામાં વરરાજાની બહેન એન્ટ્રી દરમિયાન ડાન્સ કરવા લાગે છે. જે બૉલિવૂડના લોકપ્રિય સોન્ગ 'પ્યારા ભૈયા મેરા દુલ્હા રાજા બન કે આ ગયા' ગીત પર ડાન્સ કરી રહી છે. બહેનનો ડાન્સ જોઈને સામે ઉભા રહેલા વરરાજાના ચહેરાના હાવભાવ પણ જોવા જેવા છે. જ્યારે તેની આસપાસ ઉભી રહેલી મહિલાઓ ભાવુંક થઈને ડાન્સ જોઈ રહી છે.

બહેનનો આ ડાન્સ વીડિયો વાઈરલ થતાં લોકોને ખૂબ જ ગમી રહ્યો છે. આ વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર @alaapweddingplanner નામના યુઝર્સે શેર કર્યો છે. જેને અત્યાર સુધીમાં 51 હજારથી વધુ વખત લાઈક મળી ચૂકી છે.

આ વીડિયોના વખાણ કરતા લોકો કોમેન્ટ કરી રહ્યા છે. એક યુઝર્સે લખ્યું છે કે, મારું પણ સપનું છે કે, મારા ભાઈના લગ્નમાં હુ આજ ગીત પર ડાન્સ કરું. એક યુઝર્સે લખ્યું કે, દીદીએ કેટલો સારો ડાન્સ કર્યો. ત્રીજા યુઝર્સે લખ્યું કે, આ ગીત દરેક બહેનની લાગણી વ્યક્ત કરે છે.