સ્કૂલમાં છોકરીએ આપેલો લવ લેટર લઈને ટેણીયો સીધો ટીચર પાસે પહોંચ્યો, VIRAL VIDEO જોઈ યુઝર્સ બોલ્યા- 'તું એક દિવસ વાત કરવા તડપીશ'

લવ લેટર વાંચી રહેલા ટેણીયાનો આત્મવિશ્વાસ જોઈને વર્ગના અન્ય વિદ્યાર્થીઓ અવાચક, શિક્ષક પણ મૂછમાં મલકાયા

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 04 Oct 2025 07:19 PM (IST)Updated: Sat, 04 Oct 2025 07:19 PM (IST)
gen-z-video-viral-classmat-give-love-letter-to-student-teacher-order-to-read-loudly
HIGHLIGHTS
  • શિક્ષકે ક્લાસરૂમમાં મોટેથી લવ લેટર વાંચવાનું કહ્યું
  • અમન, તું તારો નંબર ચિઠ્ઠીમાં લખી આપ: દામિની

Viral Video: હાલના ઈન્ટરનેટ અને મોબાઈલના યુગમાં નાના-નાના ટાબરિયાઓ પણ પોતાની સમય કરતાં ખૂબ જ આગળ વધી ગયા હોય તેવો માહોલ ઉભો થઈ રહ્યો છે. આવો જ એક વીડિયો હાલના દિવસોમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

આ વીડિયોમાં સ્કૂલમાં અભ્યાસ કરતા એક નાના ટેણીયાને તેની ક્લાસમેટ છોકરીએ લવ લેટર આપ્યો હતો. જો કે આ ટેણીયો જવાબ આપવાની જગ્યાએ સીધો શિક્ષક પાસે પહોંચી જાય છે.

આ સમયે શિક્ષક પણ મજાકના મૂડમાં હોય, તેમ ટેણીયાને કહે છે કે, ચાલ વાંચીને બતાવ. જે બાદ છોકરો બિન્દાસ્ત બનીને આખા ક્લાસની વચ્ચે મોટે-મોટેથી લવ લેટર વાંચવા લાગે છે. આ સમયે વિદ્યાર્થીની નિર્દોષતા અને આત્મવિશ્વાસ જોઈને ક્લાસના તમામ વિદ્યાર્થીઓ અવાચક થઈ જાય છે, જ્યારે શિક્ષક પણ હસી પડે છે.

અમન, I Love You: દામિની
વીડિયોમાં જ્યારે છોકરો પ્રેમપત્ર વાંચે છે, તેમાં દામિની નામની છોકરીએ લખ્યું હોય છે કે, અમન, હું તને પ્રેમ કરું છું. તારી યાદમાં મને ભૂખ કે તરસ પણ નથી લાગતી. તું બસ તારો નંબર આ ચિઠ્ઠીમાં લખી નાંખ.આ લાઈન સાંભળતા સમગ્ર વર્ગખંડનો માહોલ હળવોફૂલ થઈ જાય છે.

આ સમયે જેણે લવ લેટર લખ્યો હતો તે દામિની નામની છોકરી પણ નજીકમાં જ ઉભી હોય છે. જ્યારે અમન લવ લેટર વાંચતો હોય છે, ત્યારે તે શરમાઈ રહી હોય છે.

ઈન્સ્ટાગ્રામ યુઝર્સ @aapkaculture દ્વારા પોતાના એકાઉન્ટ પર આ વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે. તે સાથે જ આ વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ સાથે જ યુઝર્સ મજેદાર કૉમેન્ટ કરી રહ્યા છે.

એક યુઝર્સે લખ્યું કે, અમન તું જો જે, એક દિવસ તું દામિની પાછળ ભાગીશ. એક દિવસ તું એની સાથે વાત કરવા માટે તડપીશ. અન્ય એક યુઝર્સે મજાકમાં લખ્યું છે કે, યાર દામિની, મોંઢેથી બોલી હોત, લખવાની શું જરૂર હતી. અન્ય એક યુઝર્સે આ વીડિયોને કૉમેડી ગોલ્ડ ગણાવતા જણાવ્યું કે, સ્કૂલ લાઈફની આવી જ નાની-નાની ઘટનાઓ આખી જિંદગી યાદ રહે છે.

તમે પણ જુઓ આ વીડિયો મજેદાર હોવાની સાથે-સાથે આપણને યાદ અપાવે છે કે, સ્કૂલના દિવસોમાં આપણા તોફાન કેવા કિંમતી હોય છે.