Youtuber Jyoti Malhotra: જ્યોતિ મલ્હોત્રાને આજે કોર્ટમાં રજૂ કરાશે, ખાતામાં દસ રુપિયા પણ નથી અને વિદેશોના પ્રવાસ

જ્યોતિ મલ્હોત્રાના પંજાબ નેશનલ બેંક ખાતામાંથી કોઈ મોટો વ્યવહાર મળ્યો નથી. તેના ખાતામાં પૈસા નથી તો વિદેશોના પ્રવાસ માટે તેની પાસેથી પૈસા ક્યાંથી આવ્યા તેની પોલીસ તપાસ કરી રહી છે.

By: Kajal ChauhanEdited By:Kajal ChauhanPublish Date: Mon, 26 May 2025 09:54 AM (IST)Updated: Mon, 26 May 2025 09:54 AM (IST)
youtuber-jyoti-malhotras-remand-ends-police-will-present-her-in-court-today

Youtuber Jyoti Malhotra: જાસૂસીના આરોપમાં પકડાયેલી યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રાને ચાર દિવસના રિમાન્ડ પૂરા થયા છે. આજે તેને ફરીથી કોર્ટમાં રજૂ કરવામાં આવશે. પોલીસને તેના લેપટોપ અને મોબાઇલમાંથી ડિલીટ કરેલો ડેટા મળ્યો છે, જેની તપાસ ચાલુ છે. પોલીસે જ્યોતિના બેંક ખાતાઓ પણ તપાસ કરી છે.

લેપટોપ અને મોબાઇલમાંથી ડિલિટ કરાયેલો ડેટા મળ્યો

પોલીસે જ્યોતિ મલ્હોત્રાના લેપટોપ અને મોબાઇલને ફોરેન્સિક તપાસ માટે મોકલ્યો હતો. જેમાં કેટલોક ડિલિટ કરાયેલો ડેટા મળ્યો છે. પોલીસ ડેટા મેચિંગ માટે આરોપીને ત્રીજી વખત રિમાન્ડ પર લઈ શકે છે. સિવિલ લાઇન્સ પોલીસ સ્ટેશન ઉપરાંત તપાસ એજન્સીઓ આરોપી જ્યોતિની સતત પૂછપરછ કરી રહી છે. અન્ય વિવિધ રાજ્યોની પોલીસ પણ જ્યોતિની સતત પૂછપરછ કરી રહી છે

ખાતામાંથી કોઈ મોટો વ્યવહાર ન મળ્યો

પોલીસે જ્યોતિ મલ્હોત્રાના બેંક ખાતાઓની વિગતો પણ મેળવી છે. તેના પિતા અને કાકાના બેંક ખાતાઓની વિગતો પણ મેળવવામાં આવી છે. જો કે જ્યોતિના પંજાબ નેશનલ બેંક ખાતામાંથી કોઈ મોટો વ્યવહાર મળ્યો નથી. જ્યોતિએ વર્ષ 2011-2012માં પંજાબ નેશનલ બેંકની શાખામાં ખાતું ખોલાવ્યું હતું. પોલીસે ત્રણ વર્ષના વ્યવહારોની તપાસ કરી. આ ખાતામાં સપ્ટેમ્બર 2024 સુધી ખાતામાં કોઈ મોટો વ્યવહાર પણ થયો નથી. સપ્ટેમ્બર 2024 માં ખાતાને નિષ્ક્રિય માની લેવામાં આવ્યું.

ખાતામાં પૈસા નથી તો વિદેશોના પ્રવાસ કેવી રીતે કર્યા

મહત્વની વાત એ હતી કે ખાતામાં લગભગ 10 રુપિયાથી પણ ઓછી રકમ હતી. આવી સ્થિતિમાં વિચાર કરનારી બાબત એ છે કે તેના ખાતામાં પુરતા પૈસા નથી તો વિદેશોના પ્રવાસ માટે તેની પાસેથી પૈસા ક્યાંથી આવ્યા. જેનાથી તેણે પાકિસ્તાન, ચીન, દુબઈ, થાઈલેન્ડ જેવા દેશોની મુસાફરી કરી અને લકઝરી હોટલોમાં રોકાઈ.