LPG Cylinder News: ઈરાનથી ગેસ સપ્લાઈમાં જે અવરોધ સર્જાયો છે તેને લીધે લોકો માટે મોટી મુશ્કેલી સર્જાઈ છે. LPG સિલેન્ડરની કિંમતોમાં અસહ્ય વધારો થયો છે. 12 કિલોના એક સિલેન્ડરની કિંમત ગણતરીના દિવસ અગાઉ પાકિસ્તાનમાં રૂપિયા 4,500 હતા, જે હવે વધીને રૂપિયા 8,200 થઈ ગયા છે. ભારતમાં કિંમતને લઈ રાહત છે.
26 ઓક્ટોબર 2026 એટલે કે આજે દિલ્દી ખાતે 14.2 કિલોના LPG સિલેન્ડરની કિંમત રૂપિયા 942 છે. અલબત વર્તમાન સમયમાં પાકિસ્તાનમાં તેનો ભાવ ખૂબ જ ઊંચો છે. ભારતના રૂપિયા એકનું મૂલ્ય પાકિસ્તાનના 2.91 રૂપિયા બરાબર છે.
રોઈટર્સના અહેવાલ પ્રમાણે પાકિસ્તાનમાં LPGની કિંમત વધવા પાછળ ઈરાન તરફથી જે ગેસ સપ્લાઈમાં અવરોધ સર્જાયો છે તે છે. અહેવાલ પ્રમાણે પાકિસ્તાન અને ઈરાન વચ્ચે બે મહત્વની ચોકીને સુરક્ષા કારણથી 17 ઓક્ટોબરથી બંધ કરવામાં આવી છે.બન્ને દેશોની સરહદ બંધ થવા માટે અલગ-અલગ કારણ આપવામાં આવી રહ્યા છે. પાકિસ્તાનનું કહેવું છે કે સુરક્ષા ચિંતા અને તસ્કરી પર અંકુશ મુકવા માટે આ પગલું ભરવામાં આવ્યું છે. જ્યારે ઈરાને તેની પાછળ કેટલાક ટેકનિકલ કારણ રજૂ કર્યાં છે.
સરકારી કિંમત રૂપિયા 3,296, બજારમાં બે ગણા કરતાં વધારે ભાવ
પાકિસ્તાનના ઓઈલ અને ગેસ નિયામનકર્તા OGRA દ્વારા 11.8 કિલો ઘરેલુ LPG સિલેન્ડરની કિંમત રૂપિયા 3,296 હોવાની માહિતી આપી છે. અલબત તેમ છતા દેશમાં તેના કરતાં અનેક ગણી વધારે કિંમતથી સિલેન્ડરનું વેચાણ કરવામાં આવી રહ્યું છે.
ભારતમાં આજે LPG સિલેન્ડરની શું કિંમત છે
આજે 26 ઓક્ટોબરના રોજ દિલ્હીમાં ઈન્ડેનના 19 કિલોના કોમર્શિયલ સિલેન્ડરની કિંમત રૂપિયા 2810 અને 14.2 કિલોના ઘરેલુ રસોઈ ગેસની કિંમત રૂપિયા 942 પર છે. ચેન્નઈમાં કોર્શિયલ સિલેન્ડર આજે રૂપિયા 2983 અને ઘરેલુ સિલેન્ડરની કિંમત રૂપિયા 957.5 છે. મુંબઈમાં કોર્શિયલ સિલેન્ડર રૂપિયા 2764 અને ઘરેલુ ગેસની કિંમત રૂપિયા 941.5 છે. જ્યારે અમદાવાદમાં કોમર્શિયલ સિલેન્ડરની કિંમત રૂપિયા 2831.50 અને ઘરેલુ સિલેન્ડરની કિંમત રૂપિયા 949 છે.
