Youtuber Jyoti Malhotra: જ્યોતિ મલ્હોત્રા વીડિયો અપલોડ કરતાં પહેલા દાનિશને મોકલતી હતી, પાકિસ્તાનના પ્રવાસની થશે તપાસ

જ્યોતિ મલ્હોત્રાની પુછપરછમાં મોટા ખુલાસા સામે આવ્યા છે. જ્યોતિ મોબાઈલમાંથી દાનિશને વીડિયો મોકલતી હતી. દાનિશના કહેવા અનુસાર તે વીડિયો એડિટ કરતી હતી.

By: Kajal ChauhanEdited By:Kajal ChauhanPublish Date: Fri, 23 May 2025 01:30 PM (IST)Updated: Fri, 23 May 2025 01:30 PM (IST)
youtuber-jyoti-malhotra-send-videos-to-pakistani-officials-before-upload

Youtuber Jyoti Malhotra: યુટ્યુબર પર પાકિસ્તાન માટે જાસૂસી કરવાનો આરોપ છે. 17 મેના રોજ તેની ધરપકડ કરવામાં આવી હતી. 22 મેના રોજ તેને કોર્ટમાં રજૂ કરાઈ, જ્યાં તેની પોલીસ કસ્ટડી 4 દિવસ માટે લંબાવી દેવામાં આવી છે. જ્યોતિ મલ્હોત્રાની પુછપરછમાં મોટા ખુલાસા સામે આવ્યા છે. જ્યોતિ મોબાઈલમાંથી દાનિશને વીડિયો મોકલતી હતી.

વીડિયો અપલોડ કરતાં પહેલા દાનિશને મોકલતી હતી

પોલીસને જ્યોતિના મોબાઇલમાંથી દાનિશને વીડિયો મોકલવામાં આવ્યા હોવાના પુરાવા મળ્યા છે. જ્યોતિ મલ્હોત્રા સોશિયલ મીડિયા પર વીડિયો અપલોડ કરતાં પહેલા તેને દાનિશને મોકલતી હતી. દાનિશના કહેવા અનુસાર તે વીડિયો એડિટ કરતી હતી. સાથે જ વીડિયોમાંથી એવી વસ્તુઓ દૂર કરવામાં આવતી હતી જે પાકિસ્તાનની ઈમેજને નુકસાન કરતી હોય. પોલીસ હાલ જ્યોતિના ખાતાઓની તપાસ કરી રહી છે. તેના 4 શંકાસ્પદ બેંક ખાતામાં મોટી રકમ હોવાનું સામે આવ્યું છે.

જ્યોતિના પિતાએ હજી કોઈ વકીલ નથી રાખ્યો

જ્યોતિ વતી કેસ લડવા માટે કોઈ વકીલ હજુ સુધી રોકવામાં આવ્યો નથી. જ્યોતિના પિતા હરીશ મલ્હોત્રાએ કહ્યું કે મારી પાસે વકીલ રાખવા માટે પૈસા નથી. જ્યોતિના પિતાએ કહ્યું કે છેલ્લા 5 દિવસથી મીડિયા અને પોલીસ સિવાય મારા ઘરે કોઈ નથી આવી રહ્યું. પાડોશીઓ અને સંબંધીઓ પણ ઘરે નથી આવતા.

જ્યોતિના પાકિસ્તાન પ્રવાસના વીડિયોની તપાસ

પોલીસ અને કેન્દ્રીય તપાસ એજન્સીઓ જ્યોતિની મુસાફરીની પેટર્નને સમજવાનો પ્રયાસ કરી રહી છે. જેમાં પ્રવાસ બાદ અપલોડ કરાયેલા વીડિયો અને તે વિસ્તારોમાં થયેલી આતંકવાદી ઘટનાઓ સાથે જોડવાનો પ્રયાસ કરી રહી છે. જ્યોતિની ટ્રિપ્સ કોના દ્વારા સ્પોન્સર હતી તે પણ પોલીસ શોધી રહી છે.

કોરોનાકાળમાં શરૂ કરી હતી ટ્રાવેલ ચેનલ

જ્યોતિ મલ્હોત્રાએ કોરોનાકાળ દરમિયાન સોશિયલ મીડિયા યુટ્યુબ પર ટ્રાવેલ વિથ જો પર ચેનલ બનાવી હતી અને વીડિયો અપલોડ કરવાનું શરૂ કર્યું હતું. આ પહેલા તે એક ખાનગી ઓફિસમાં રિસેપ્શનિસ્ટની નોકરી કરી હતી અને એક શાળામાં ભણાવવા પણ જતી હતી.