Who Is Navya Haridas, Waynad Loksabha Seat: કેરળની વાયનાડ લોકસભા બેઠક (Waynad Loksabha Seat) પ્રિયંકા ગાંધી સામે ભાજપ તરફથી ચૂંટણી મેદાનમાં નાવ્યા હરિદાસ (Navya Haridas)ને ઉતારવામાં આવ્યા છે. તેઓ એક યુવા નેતા છે અને મિકેનિકલ એન્જીનિયર છે. તેમણે વર્ષ 2007માં એન્જીનીયરિંગમાં સ્નાતક ડિગ્રી હાંસલ કરી હતી.
- સોશિયલ મીડિયા પ્રોફાઈલમાં ઉપલબ્ધ માહિતી પ્રમાણે તેઓ કોઝીકોડ કોર્પોરેશનના કોર્પોરેટર છે અને ભાજપ મહિલા મોરચાના રાજ્ય મહાસચિવ છે.
- નાવ્યા હરિદાસ ભાજપનો યુવા ચહેરો છે. અને યુવાનો વચ્ચે નાવ્યા ખૂબ લોકપ્રિયતા ધરાવે છે. 39 વર્ષિય નાવ્યાના પતિનું નામ શોભિન શ્યામ છે. વર્ષ 2021માં વિધાનસભા ચૂંટણીમાં ભાજપે નાવ્યાને ઉતાર્યા હતા. જોકે તેમને હારનો સામનો કરવો પડ્યો હતો. તેઓ કોઝીકોડ દક્ષિણ (કેરળ) મતવિસ્તારમાંથી ચૂંટણી લડ્યા હતા.
- વર્ષ 2021માં કોઝીકોડ દક્ષિણ વિધાનસભા ચૂંટણીમાં નાવ્યા ત્રીજા ક્રમાંકે રહ્યા હતા.
- ઈન્ડિયન નેશનલ લીગના અહમદ દેવરકોવિલે ઈન્ડિયન યુનિયન મુસ્લિમ લીડના નૂરબીદા રાશિદને 12459 મતના તફાવતથી હરાવેલ. ત્રીજા ક્રમાંક પર રહેલ નાવ્યાને 24,873 મત હાંસલ થયા હતા.
- જ્યારે પહેલા સ્થાન પર રહેલ અહમદ દવરકોવિલન 52,557 મત મળ્યા હતા.
