Who is Ajinkya Shinde:અજિંક્ય શિંદે કોણ છે કે જેણે અભિજીત દીપકેને અટકાયતમાં લીધા બાદ CJPની લીડરશીપ મેળવી

Who is Ajinkya Shinde:કોકરોચ જનતા પાર્ટી(CJP)ના વિરોધ પ્રદર્શન અગાઉ અભિજીત દીપકે સાથે સૌરવ દાસ અને આશુતોષ રાંકાને દિલ્હી એરપોર્ટ પરથી જ અટકાયતમાં લેવામાં આવ્યા છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Sat, 10 Oct 2026 06:19 PM (IST)Updated: Sat, 10 Oct 2026 06:19 PM (IST)
who-is-ajinkya-shinde-he-took-charge-of-the-cjp-after-abhijit-deepke-was-detained

Who is Ajinkya Shinde:કોકરોચ જનતા પાર્ટી(CJP)ના વિરોધ પ્રદર્શન અગાઉ અભિજીત દીપકે સાથે સૌરવ દાસ અને આશુતોષ રાંકાને દિલ્હી એરપોર્ટ પરથી જ અટકાયતમાં લેવામાં આવ્યા છે. ટોચના નેતાઓની ગેરહાજરીમાં આંદોલનને જાળવી રાખવા માટે CJPના ફાઉન્ડર દીપકેએ અજિંક્ય શિંદેને પ્રદર્શનની કમાન સોંપી છે.

દીપકેએ CJPના સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ પર એક વીડિયોમાં કહ્યું કે જો તમે આ વીડિયો જોઈ રહ્યા છો તો તેનો અર્થ છે કે મને, સૌરવ દાસ અને આશુતોષ રંકાની ધરપકડ કરી લેવામાં આવી છે. અમારી ગેરહાજરીમાં અજિંક્ય જ વિરોધ-પ્રદર્શન અને CJP આંદોલનનું નેતૃત્વ કરશે. કૃપા કરી તેમનું સમર્થન કરો.

ક્યા સુધી CJPના પ્રદર્શનનું નેતૃત્વ કરશે

એવી આશા છે કે તેને ત્યા સુધી જાળવી રાખવામાં આવશેકે જ્યાં સુધી અભિજીત દિપકે, સૌરવ દાસ અને આશુતોષ રાંકા મુક્ત કરવામાં ન આવે. તો અજિંક્ય શિંદે કોણ છે?

અજિંક્ય શિંદે કોણ છે?

35 વર્ષનો અંજિક્ય શિંદે મહારાષ્ટ્રમાંથી કોમ્પ્યુટર સાયન્સ ગ્રેજ્યુએટ છે. આમ આદમી પાર્ટી(AAP)માં ફુલ ટાઈમ વર્કર તરીકે સામેલ થતા પહેલા તેણે પુણેમાં એક ઈન્ટરનેશનલ IT કંપની સાથે કામ કર્યું હતું. અહેવાલ પ્રમાણે અજિંક્ય શિંદેના માતા-પિતા અલીબાગમાં ખેડૂત હતા અને બાદમાં લાતુરમાં આવીને વસવાટ કર્યો હતો.

અજિંક્ય અનેક વર્ષોથી અભિજીત દીપકેના નજીકના સહયોગી રહ્યા છે. મળતી માહિતી પ્રમાણે તે દીપકે સાથે પ્રથમ વખત વર્ષ 2016માં ગોવામાં મળ્યાં હતા અને ત્યારથી કામ કરી રહ્યા છે. ત્યારબાદ તે AAPની મહારાષ્ટ્ર ટીમમાં સામેલ જાય, જ્યાં તેમણે સોશિયલ મીડિયા કોઓર્ડિનેટર અને મહારાષ્ટ્ર યુથ વિંગના કન્વીનર તરીકે કામ કર્યું હતું.6 ઓગસ્ટ 2026ના રોજ દીપકેએ શિંદેને CJPની ટીમમાં લેવામાં આવેલ અને સંગઠનમાં પ્રભારી તરીકે જવાબદારી સોંપવામાં આવી. જોકે, તે અગાઉ જુલાઈમાં થયેલા CJP પ્રદર્શન દરમિયાન શિંદેના બેક સ્ટેજ પ્રદર્શનની કમાન સંભાળી રાખી હતી.