Weather Update: આગામી 24 કલાકમાં આ રાજ્યોમાં પડી શકે છે મુશળધાર વરસાદ, ચક્રવાતી વાવાઝોડા પર આવ્યું નવું અપડેટ

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Sun, 01 Sep 2024 05:59 PM (IST)Updated: Sun, 01 Sep 2024 05:59 PM (IST)
weather-update-heavy-rains-may-fall-in-these-states-in-the-next-24-hours-new-update-on-cyclonic-storms

Weather Update: ગુજરાતના કેટલાંક ભાગો સહિત દેશભરના અનેક રાજ્યોમાં હાલ ભારે વરસાદ પડી રહ્યો છે. આ વચ્ચે હવામાન વિભાગે રવિવારે જણાવ્યું કે, દક્ષિણ ઓડિસા તેમજ છત્તીસગઢ અને આંધ્રપ્રદેશના ઉત્તરી ભાગમાં ભારે દબાણને કારણે 24 કલાકમાં તેલંગાના, વિદર્ભ અને મરાઠાવાડમાં ભાર વરસાદ પડી શકે છે. આ ઉપરાંત આગામી 24 કલાકમાં આંધ્રપ્રદેશના કાંઠાના વિસ્તારો, છત્તીસગઢ, રાયલસીમા, મધ્ય મહારાષ્ટ્ર, પશ્ચિમ મધ્ય અને ઉત્તરી આંતરિક કર્ણાટક પ્રદેશમાં મુશળધાર વરસાદ પડી શકે છે. આ સાથે જ હવામાન વિભાગે ચક્રવાતી વાવાઝોડા અસનાને લઈને પણ નવું અપડેટ આવ્યું છે અને કહ્યું કે, ચક્રવાતી તોફાન અસના ભારતીય કિનારેથી દૂર ચાલ્યું ગયું છે અને ઉત્તર-પશ્ચિમી આરબ સાગર પર સ્થિત છે.

મરાઠાવાડમાં એક અને વિદર્ભમાં 2 સપ્ટેમ્બરે ભારે વરસાદ પડી શકે છે. ગુજરાતમાં બે અને ત્રણ સપ્ટેમ્બરે, સૌરાષ્ટ્ર અને કચ્છમાં 3 સપ્ટેમ્બરે, મધ્ય મહારાષ્ટ્ર, વિદર્ભ, મરાઠાવાડ, પશ્ચિમી મધ્ય પ્રદેશ, છત્તીસગઢમાં ભારે વરસાદ પડી શકે છે. અન્ય રાજ્યોની વાત કરીએ તો કોંકણ, ગોવામાં આગામી સાત દિવસ સુધી, મધ્ય મહારાષ્ટ્રમાં 6 સપ્ટેમ્બર સુધી, પૂર્વી મધ્યપ્રદેશમાં 2 સપ્ટેમ્બર, મરાઠાવાડમાં બે સપ્ટેમ્બર સુધી જ્યારે વિદર્ભમાં 3 સપ્ટેમ્બર, છત્તીસગઢમાં 4 અને 5 સપ્ટેમ્બરે ભારે વરસાદ પડી શકે છે.

આ ઉપરાંત પૂર્વી અને પૂર્વોત્તર ભારતના રાજ્યો માટે હવામાન વિભાગે પૂર્વાનુમાન કર્યું છે કે પશ્ચિમી બંગાળ, સિક્કિમ, બિહાર, ઝારખંડ, ઓડિસામાં વરસાદ પડી શકે છે. આસામ અને મેઘાલય, નાગાલે્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરામાં આગામી સાત દિવસ સુધી વરસાદ પડી શકે છે. આ ઉપરાંત અરુણાચલ પ્રદેશ, આસામ અને મેઘાલય, આંદામાન નિકોબર, પશ્ચિમ બંગાળ અને સિક્કિમ તેમજ બિહાર અને ઓડિસામાં ભારે વરસાદ પડી શકે છે.

ઉત્તર પશ્ચિમ ભારતના હવામાનને લઈને મૌસમ વિભાગનું પૂર્વાનુમાન છે કે પૂર્વી રાજસ્થાનમાં આગામી સાત દિવસ સુધી ભારે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પશ્ચિમી ઉત્તર પ્રદેશ, પૂર્વી ઉત્તર પ્રદેશ તેમજ પશ્વિમી રાજસ્થાનમાં ભારે વરસાદ પડી શકે છે.

હવામાન વિભાગ મુજબ, કર્ણાટકના કાંઠા વિસ્તાર, કેરળ, માહે, લક્ષદ્વીપ, યનમ, તેલંગાના, રાયલસીમા, કર્ણાટક, તમિલનાડુ જેવા રાજ્યોમાં એક સપ્તાહ સુધી વરસાદ પડી શકે છે. જેમાંથી તેલંગાનામાં ભારે વરસાદ પડી શકે છે. તો તટીય આંધ્રપ્રદેશ, યનમમાં 5 સપ્ટેમ્બર સુધી, રાયલસીમા, કર્ણાટકના કાંઠાના વિસ્તાર, ઉત્તરી કર્ણાટકમાં પણ ભારે વરસાદ પડી શકે છે. કેરળ અને માહેમાં 4 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદ પડી શકે છે.