Monsoon Update 2026: ભીષણ ગરમીથી ક્યારે મળશે રાહત? ગુજરાત-મધ્યપ્રદેશ સહિત દેશના વિવિધ રાજ્યોમાં ક્યારે ચોમાસું આવી પહોંચશે તે જાણો

24 કલાકમાં દેશના મધ્ય, ઉત્તર તથા પશ્ચિમી રાજ્યોમાં ભારે ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે.પૂર્વી ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, ગુજરાત સહિતના રાજ્યોમાં અસહ્ય ગરમી છે

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Fri, 22 May 2026 04:28 PM (IST)Updated: Fri, 22 May 2026 04:28 PM (IST)
know-on-which-date-the-monsoon-will-arrive-in-various-states-of-the-country-including-gujarat-rajasthan-and-madhya-pradesh

Monsoon Update 2026, IMD Rain Alert: દેશના મોટાભાગના રાજ્યો ભીષણ ગરમીની ઝપટમાં છે અને હજુ પણ આગામી કેટલાક દિવસ સુધી હીટવેવની ચેતવણી આપવામાં આવી છે. આ પરિસ્થિતિમાં લોકો જલ્દીથી ચોમાસાનું આગમન થાય તેની રાહ જોઈ રહ્યા છે, જેથી ગરમીના પ્રકોપથી કંઈક હસ્તક રાહત મળી શકે. દેશમાં કેરળના માર્ગે ચોમાસુ દેશમાં ધમાકેદાર એન્ટ્રી કરશે. છેલ્લા 24 કલાકમાં દેશના મધ્ય, ઉત્તર તથા પશ્ચિમી રાજ્યોમાં ભારે ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. પૂર્વી ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, ગુજરાત સહિતના રાજ્યો તથા વિસ્તારોમાં અસહ્ય ગરમી સાથે લૂની સ્થિતિ જોવા મળી રહી છે.

ક્યા રાજ્યમાં ક્યારે ચોમાસું પહોંચશે

હવામાન વિભાગન પ્રાથમિક માહિતી પ્રમાણે આ વખતે ચોમાસું કેરળમાં તેના નિર્ધારિત સમય કરતાં પહેલા આગમન કરી શકે છે. કેરળમાં 26મી મેના રોજ ચોમાસુ આવી પહોંચે તેવી શક્યતા છે. સામાન્ય રીતે ચોમાસુ 1લી જૂનના રોજ ચોમાસું આવતુ હોય છે. ત્યારબાદ તે દેશના આગળના રાજ્યોમાં ચોમાસું આગળ વધતુ હોય છે. આ વખતે કર્ણાટક અને આંધ્ર પ્રદેશમાં ચોમાસુ 5મી જૂનના રોજ, ત્યારબાદ 0 જૂનના રોજ મહારાષ્ટ્ર, તેલંગાણામાં ચોમાસાનું આગમન થવાની શક્યતા છે.

આ સાથે જ મુંબઈમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. 15 જૂનના રોજ ગુજરાત તથા મધ્ય પ્રદેશ જેવા રાજ્યો સુધી ચોમાસુ આવી પહોંચશે. આ ઉપરાંત ગુજરાતના અન્ય ભાગોમાં ચોમાસું 20 અને 25 જૂન સુધી આવવાની શક્યતા છે. મધ્ય પ્રદેશ 25 જૂનના રોજ કવર કરશે. જ્યારે છત્તીસગઢમાં ચોમાસુ 15 જૂનના રોજ આવી જશે.

ઉત્તર પ્રદેશ, બિહાર અને દિલ્હીમાં ક્યારે ચોમાસું પહોંચશે

ઉત્તર ભારતમાં ભીષણ ગરમીને લીધે ઉત્તર પ્રદેશ-બિહાર જેવા રાજ્યોમાં ચોમાસાના આગમન અંગે આતુરતાથી રાહ જોવામાં આવી રહી છે. ઉત્તર પ્રદેશમાં 20 જૂનના રોજ ચોમાસુ એન્ટ્રી કરી શકે છે. જ્યારે બિહારમાં 10 જૂનના રોજ તથા રાજધાની દિલ્હીમાં 25 જૂનના રોજ ચોમાસુ આવી શકે છે. દરમિયાન રાજસ્થાનમાં ચોમાસું 25 જૂનથી લઈ પાંચ જુલાઈ વચ્ચે સમગ્ર રાજ્યને કવર કરી શકે છે.