Weather Today: હવામાન વિભાગનું મોટું એલર્ટ, દેશના 16 રાજ્યોમાં ભારે વરસાદ અને 70 કિમીની ઝડપે પવન ફૂંકાશે

Weather Today: હવામાન વિભાગે ગુજરાત, દિલ્હી, યુપી સહિત દેશના 16 રાજ્યોમાં 70 કિમીની ઝડપે પવન અને ભારે વરસાદનું એલર્ટ આપ્યું છે. જાણો વિગતવાર હવામાન અહેવાલ.

By: Dharmendra ThakurEdited By:Dharmendra ThakurPublish Date: Fri, 18 Sep 2026 08:15 AM (IST)Updated: Fri, 18 Sep 2026 08:15 AM (IST)
weather-today-18-september-2026-heavy-rain-wind-alert-in-16-states-imd

Weather Today (September 18, 2026) | આજનું હવામાન: ચોમાસાની સક્રિયતામાં ઘટાડો જોવા મળી રહ્યો હોવા છતાં હવામાન વિભાગે દેશના મોટાભાગના વિસ્તારો માટે નવું મોસમી એલર્ટ જાહેર કર્યું છે. ભારતીય હવામાન વિભાગ (IMD) ની તાજા આગાહી મુજબ આજે, 18 સપ્ટેમ્બરે ગુજરાત, દિલ્હી, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળ સહિત દેશના 16 રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના છે.

આ દરમિયાન 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફૂંકાવાની ચેતવણી આપવામાં આવી છે. ઝડપી પવનના કારણે ખેતીના પાકને નુકસાન પહોંચવાની ભીતિ છે.ખાસ કરીને પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલનની સંભાવનાને ધ્યાને રાખી વધારાની તકેદારી રાખવાની સલાહ આપવામાં આવી છે. બીજી તરફ દરિયાકાંઠાના વિસ્તારોમાં તોફાની પવન ફૂંકાવાની શક્યતા હોવાથી પશ્ચિમ બંગાળ અને ઓડિશાના માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે.

કયા 16 રાજ્યોમાં ભારે વરસાદની શક્યતા છે?

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 18 સપ્ટેમ્બર 2026ના રોજ દેશના 16 રાજ્યોમાં વરસાદી માહોલ રહેશે. આ રાજ્યોની યાદીમાં ગુજરાત, દિલ્હી, બિહાર, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, હરિયાણા, ઝારખંડ, પંજાબ, છત્તીસગઢ, જમ્મુ-કાશ્મીર, ઓડિશા અને પશ્ચિમ બંગાળ સામેલ છે. આ વિસ્તારોમાં વરસાદની સાથે 70 કિમી પ્રતિ કલાક સુધીની ગતિએ તેજ પવન ફૂંકાઈ શકે છે.

ગુજરાતના કયા જિલ્લાઓમાં વરસાદની આગાહી છે?

ગુજરાતમાં અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, અરવલ્લી, સાબરકાંઠા, ખેડા, પંચમહાલ અને મહિસાગર જિલ્લામાં તોફાની વરસાદની આગાહી કરવામાં આવી છે. આ વિસ્તારોમાં 50થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આંધી ફૂંકાવાની શક્યતા છે. પાટનગર ગાંધીનગરમાં મહત્તમ તાપમાન 28 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 25 ડિગ્રી સેલ્સિયસ રહેવાનું અનુમાન છે.

રાજધાની દિલ્હી અને NCRમાં હવામાન કેવું રહેશે?

દિલ્હી-NCRમાં આજે વાવાઝોડા સાથે ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. અહીં 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તેજ પવન ફૂંકાઈ શકે છે. દિલ્હીમાં મહત્તમ તાપમાન 34 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 24 ડિગ્રી સેલ્સિયસ નોંધાઈ શકે છે.

ઉત્તર પ્રદેશ અને બિહારમાં સ્થિતિ કેવી રહેશે?

બિહાર: પટના, ગયા, ભોજપુર, મધુબની, બક્સર, દરભંગા, અરરિયા, ભાગલપુર, વૈશાલી, સિવાન, સુપૌલ, પૂર્ણિયા, મુંગેર અને બેગુસરાયમાં ભારે વરસાદનું એલર્ટ છે. 40થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. પટનામાં મહત્તમ પારો 33 ડિગ્રી અને લઘુત્તમ પારો 27 ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતા છે.

ઉત્તર પ્રદેશ: ગૌતમ બુદ્ધ નગર, ગાઝિયાબાદ, મથુરા, પ્રયાગરાજ, ગોરખપુર, આગ્રા, મેરઠ, ઝાંસી, ઇટાવા અને રાયબરેલીમાં આંધી-વરસાદનું યલો એલર્ટ અપાયું છે. લખનઉમાં મહત્તમ તાપમાન 33 ડિગ્રી અને લઘુત્તમ 26 ડિગ્રી સેલ્સિયસ રહી શકે છે.

રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં પવનની ગતિ કેટલી રહેશે?

રાજસ્થાન: કોટા, ઉદયપુર, બાડમેર, જયપુર, અલવર, બારાં, સવાઈ માધોપુર, ભીલવાડા, ભરતપુર અને બૂંદીમાં ભારે વરસાદનું એલર્ટ છે. અહીં 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તેજ પવન ફૂંકાઈ શકે છે. જયપુરમાં મહત્તમ તાપમાન 29 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 23 ડિગ્રી સેલ્સિયસ રહેવાની ધારણા છે.

મધ્ય પ્રદેશ: વિદિશા, ભોપાલ, નર્મદાપુરમ, દેવાસ, ખંડવા, કટની, હરદા, સિઓની, નરસિંહપુર, દમોહ, મંડલા અને અનુપપુરમાં 50થી 55 કિમીની ઝડપે ફૂંકાતા પવન સાથે ભારે વરસાદ પડી શકે છે. ભોપાલમાં મહત્તમ તાપમાન 29 ડિગ્રી અને લઘુત્તમ 23 ડિગ્રી સેલ્સિયસ રહેશે.

પહાડી રાજ્યો હિમાચલ, ઉત્તરાખંડ અને જમ્મુ-કાશ્મીરમાં કેવો રહેશે વરસાદ?

હિમાચલ પ્રદેશ: સોલન, કાંગડા, મંડી, હમીરપુર, ઉના, ચંબા, કિન્નૌર અને બિલાસપુરમાં સારો વરસાદ વરસી શકે છે. 50થી 55 કિમીની ઝડપે પવન ફૂંકાશે. મનાલીમાં મહત્તમ તાપમાન 11 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 1 ડિગ્રી સેલ્સિયસ નોંધાઈ શકે છે.

ઉત્તરાખંડ: ઉત્તરકાશી, ઋષિકેશ, હરિદ્વાર, ટિહરી ગઢવાલ, બાગેશ્વર અને પૌડી ગઢવાલમાં 45 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન સાથે તોફાની વરસાદનું એલર્ટ છે. દેહરાદૂનમાં તાપમાન 19થી 29 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહેશે.

જમ્મુ-કાશ્મીર: રામબન, પૂંછ, રાજૌરી, બારામુલા, બાંદીપોરા, અનંતનાગ, રિયાસી અને કિશ્તવાડમાં 50 કિમીની ગતિએ પવન સાથે વરસાદની ચેતવણી છે. શ્રીનગરમાં મહત્તમ તાપમાન 24 ડિગ્રી અને લઘુત્તમ 12 ડિગ્રી સેલ્સિયસ રહી શકે છે.

મહારાષ્ટ્ર, ઝારખંડ અને પશ્ચિમ બંગાળમાં હવામાનની પેટર્ન કેવી રહેશે?

મહારાષ્ટ્ર: પાલઘર, નાશિક, થાણે, ગઢચિરોલી અને ધુળેમાં 40થી 45 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન અને વરસાદની આગાહી છે. મુંબઈમાં મહત્તમ તાપમાન 31 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 26 ડિગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવના છે.

ઝારખંડ: હજારીબાગ, રામગઢ, દેવઘર, લાતેહાર, ધનબાદ, દુમકા, રાંચી, જમશેદપુર, ગિરિડીહ, પાલામુ, ખુન્ટી અને બોકારોમાં 70 કિમીની ઝડપે આંધી ફૂંકાઈ શકે છે. રાંચીમાં મહત્તમ તાપમાન 31 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 22 ડિગ્રી સેલ્સિયસ રહેશે.

પશ્ચિમ બંગાળ: કૂચબિહાર, બીરભૂમ, જલપાઈગુડી, બાંકુરા, અલીપુરદ્વાર, હાવડા, કોલકાતા અને દુર્ગાપુરમાં 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન સાથે મુશળધાર વરસાદ પડી શકે છે. કોલકાતામાં પારો 27થી 33 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહેશે.