Rajnath Singh:સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે કહ્યું છે કે વર્તમાન સમયમાં યુદ્ધનું સ્વરૂપ બદલાઈ ગયુ છે. યુદ્ધ ફક્ત સરહદ સુધી જ મર્યાદિત નથી. પ્રોક્સી વોર, નેરેટિવ મેનેજમેન્ટ, ડ્રોન હુમલા અને સાઈબર એટેક જેવા પડકારો સતત વધવા લાગ્યા છે.
દુશ્મન સોશિયલ મીડિયાને હથિયાર બનાવીને ગેરમાર્ગે દોરતી માહિતી ફેલાવી રહ્યા છે અને લોકોને ભકડાવવા પ્રયત્ન કરી રહ્યા છે. આ સંજોગોમાં જવાબદારી વધી જાય છે.
સેનાના જવાબનો સાથે દિવાળીની ઉજવણી માટે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ શનિવારે સિલીગુડી પહોંચ્યા હતા. જ્યા તેમણે બાગડોગરા એરફિલ્ડમાં ભારતીય વાયુસેનાના ભૂતપૂર્વ વાયુ કમાન તરફથી યોજાયેલ દિવાળી સમારંભમાં ભાગ લીધો હતો. આ દરમિયાન તેમણે જવાનો અને તેમના પરિવારને દિવાળીની શુભેચ્છા પાઠવી હતી. સંરક્ષણ પ્રધાને શનિવારે સાંજે સુકનામાં સેનાના જવાનો સાથે મુલાકાત કરશે.
