વારાણસી એર શો 2026: રાજઘાટ પુલ પર 6 કલાક સુધી નો-એન્ટ્રી, વડાપ્રધાનના આગમનને પગલે સઘન સુરક્ષા વ્યવસ્થા

વારાણસી એર શો પૂર્વે કંટ્રોલ રૂમ સક્રિય રહેશે, જેના માટે હેલ્પલાઈન નંબર જાહેર કરવામાં આવ્યા છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Thu, 22 Oct 2026 10:34 AM (IST)Updated: Thu, 22 Oct 2026 10:34 AM (IST)
varanasi-air-show-2026-traffic-plan-rajghat-bridge-no-entry-pm-modi-visit

Varanasi Air Show 2026: વારાણસીમાં 22, 24 અને 25 ઓક્ટોબર દરમિયાન યોજાનાર ભવ્ય એર-શો અને વડાપ્રધાન મોદીના આગમનને ધ્યાનમાં રાખીને વારાણસી ટ્રાફિક પોલીસ કમિશનરેટ દ્વારા વિશેષ ટ્રાફિક એડવાઇઝરી જારી કરી છે. આગામી 3 દિવસ સુધી શહેરમાં ખાસ ટ્રાફિક પ્લાન અમલી રહેશે. અનેક માર્ગ પર વાહનોની અવરજવર પર પ્રતિબંધ રહેશે અને કેટલાક રૂટ પર ડાયવર્ઝન આપવામાં આવ્યું છે.

વારાણસી ટ્રાફિક પોલીસ દ્વારા જાહેર ટ્રાફિક એડવાઈઝરી અનુસાર, ગંગા નદી પર આવેલા રાજઘાટ પુલ પર સવારે 9:00 વાગ્યાથી બપોરે 3:00 વાગ્યા સુધી 6 કલાક માટે વાહનોની સાથે સાથે પગપાળા અવરજવર પર પણ સંપૂર્ણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. ADCP ટ્રાફિક અંશુમાન મિશ્રાએ માહિતી આપતા જણાવ્યું કે, તમામ માલવાહક વાહનો, રોડવેઝ બસો, પ્રાઇવેટ બસો અને ટેમ્પો ટ્રાવેલરનું સંચાલન રિંગ રોડ અને NH-19 પરથી કરવામાં આવશે.

ટ્રાફિક વ્યવસ્થાને સુચારૂ રાખવા માટે કંટ્રોલ રૂમ સક્રિય રહેશે, જેના માટે 78398 56994 અને હેલ્પલાઇન નંબર 73172 02020 જાહેર કરવામાં આવ્યા છે. બસ દ્વારા આવતા મુસાફરો ઓટો, ઈ-રિક્ષા અને સિટી બસ દ્વારા પોતાના ગંતવ્ય સ્થાન સુધી પહોંચી શકશે. બીજી તરફ મિર્ઝાપુર તરફથી આવતા ભારે વાહનોને ઓરાઈ-ભદોહી થઈને વાળવામાં આવશે. શહેરમાં વાહન પાર્કિંગ માટે 3 બ્લોકમાં વ્યવસ્થા કરવામાં આવી છે.

  • બ્લોક A (શહેર વિસ્તાર): મચ્છોદરી, ટાઉનહોલ, ક્વીન્સ કોલેજ, BHU કેમ્પસ, કાશી વિદ્યાપીઠ સહિત 30 સ્થળ
  • બ્લોક B (વરુણા ઝોન): કેન્ટ પ્લેટફોર્મ 9 રેલવે પાર્કિંગ, કેન્ટોનમેન્ટ, UP કોલેજ સહિત 21 સ્થળ
  • બ્લોક C (રામનગર): PAC ગ્રાઉન્ડ, રામબાગ, દુર્ગા મંદિર મેદાન વગેરે સ્થળોએ પાર્કિંગની વ્યવસ્થા

ગંગા નદી પર બનેલા વિવિધ પુલો માટે પણ ખાસ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. રાજઘાટ પુલ પર સવારે 9:00 થી બપોરે 3:00 વાગ્યા સુધી વાહનો અને પગપાળા જનારાઓ માટે સંપૂર્ણ નો-એન્ટ્રી રહેશે. સામને ઘાટ પુલ પર માત્ર દ્વિચક્રી વાહનો અને પગપાળા અવરજવર કરનારાઓને મંજૂરી અપાશે તથા ચાર પૈડાં વાળા વાહનો માટે પ્રતિબંધ રહેશે, જ્યારે રિંગ રોડ અને વિશ્વસુંદરી પુલ પર તમામ વાહનો સરળતાથી અવરજવર કરી શકશે.