Vande Bharat Express Viral Video Latest: થોડા દિવસથી રેલવેને પાટા પરથી ઉથલાવવાનો પ્રયાસ કરતી ઘટના સામે આવી છે. પરંતુ આ વચ્ચે સોશિયલ મીડિયા પર વંદે ભારત એક્સપ્રેસનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક શખ્ય હથોડી વડે ટ્રેનના કાચ તોડી રહ્યો છે.
લગભગ 14 સેકન્ડના આ વીડિયોમાં એક યુવક ઉભેલી વંદે ભારત ટ્રેન પર હથોડી મારીને કાચ તોડવાનો પ્રયત્ન કરી રહ્યો છે. માનવામાં આવી રહ્યું છે કે આ વંદે ભારત એક્સપ્રેસ છે. જો કે હજુ સુધી આ ઘટના ક્યાં રેલવે સ્ટેશનથી છે અને કોણ શખ્સ છે તે સામે આવ્યું નથી.
આ પણ વાંચો
வந்தே பாரத் ரயிலை சுத்தியல் மூலம் உடைக்கும் மர்ம நபர்?????? இது எங்கு நடந்தது என்ன சம்பவம் என்று யாருக்காவது தெரியுமா? pic.twitter.com/uGYdPCsXhc
— Dr Mouth Matters (@GanKanchi) September 10, 2024
પોસ્ટ વાયરલ થતાં એક યુવકે કહ્યું કે આ શખ્સની તાત્કાલિક ધરપકડ કરવી જોઈએ. અન્ય એક વ્યક્તિએ કહ્યું કે આ શખ્સને 10 થી 15 વર્ષની સજા થશે. જો આ સાથે અન્ય એક વ્યક્તિએ એવું કહ્યું છે કે ટ્રેન કોચ કેર સેન્ટર પર છે, પ્લેટફોર્મ પર નથી. તૂટેલા કાચને બદલવા માટે આ પ્રક્રિયા થઈ રહી છે. આ કોન્ટ્રેક્ટરનો એક કર્મચારી છે, જેને બારીના કાચ બદલવાનું સોંપવામાં આવ્યું છે.
