Uttarakhand Road Accidents: દેવભૂમી ઉત્તરાખંડ અકસ્માતની બે ઘટના સામે આવી છે. આ બે અકસ્માતમાં 12 લોકોના મોત થયાના અહેવાલ છે. પહેલી ઘટના સોમવારના રોજ બની હતી જ્યાં રુદ્રપ્રયાગના ક્યૂંજા અકસ્માતથી અરેરાટી મચી ગઈ. અહીં પોખરીથી એક પ્રસંગમાંથી પરત ફરતી વખતે બોલેરો કાર ખાઈમાં પડી ગઈ હતી. આ અકસ્માતમાં 4 લોકોના મોત નિપજ્યા હતા અને 6 લોકો ઘાયલ થયાના અહેવાલ છે.
બીજા અકસ્માતમાં 8 લોકોના મોત
જ્યારે બીજી ઘટના મંગળવારે સવારે યાત્રીઓથી ભરેલી એક બસ 100 મીટર નીચે નદીમાં પડી ગઈ. આ અકસ્માતમાં 8 લોકોના મોત થયા છે જ્યારે 20 થી વધુ લોકો ઘાયલ થયાના અહેવાલ છે.
આ અકસ્માત અંગે વિગતે વાત કરીએ તો સોમવારે બાંસવાડા- મોહનમોટર રોડ પર બોલેરો ગાડી પસાર થઈ રહી હતી ત્યારે ચાલકે અચાનક કાર પરથી નિયંત્રણ ખોી દીધુ અને ગાડી સીધી ખાઈમાં પડી ગઈ. આ અકસ્માત એટલો ગંભીર હતો કે ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા અને 6 લોકો ઘાયલ થયા.
આ અકસ્માતની જાણ પોલીસને થતા જ પોલીસ ઉપરાંત એસડીઆરએફ અને ડીડીઆરએફની ટીમો એમ્બ્યુલન્સ સાથે અકસ્માત સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે તાત્કાલીક ઘાયલોને હોસ્પિટલે પહોંચાડવાની ગતિવિધિ શરુ કરી હતી. નોંધનિય છે કે, ગાડી ઉંડી ખાઈમાં પડી હોવાથી રેસ્ક્યૂ ઓપરેશનમાં પણ ઘણી સમસ્યાઓ આવી હતી. મૃતકો અને ઘાયલ લોકોને બહાર કાઢવામાં ભારે મહેનત કરવી પડી હતી. રેસ્ક્યૂ ઓપરેશન રાતભર ચાલ્યું હતું. ઘાયલોમાં બે લોકોના સામાન્ય ઈજા થઈ છે જ્યારે અન્ય ચાર લોકોને વધુ ઈજા પહોંચી છે.
મૃતકોની ઓળખ કરી લેવામાં આવી છે
1. કુંવર સિંહ (ઉંમર- 60, રાંસી, રુદ્રપ્રયાગ)
2. મદન સિંહ (ઉંમર- 40, રાંસી, રુદ્રપ્રયાગ)
3. સૂરત સિંહ (ઉંમર- 42, દેડા, રુદ્રપ્રયાગ)
4. બલવીર સિંહ (ઉંમર- 70, દાદા ગૈડ બસ્તી, રુદ્રપ્રયાગ)
ઘાયલોની યાદી
1. ઉમ્મેદ સિંહ (ઉંમર- 52, રાંસી, ઉખીમઠ, રુદ્રપ્રયાગ)
2. રાજેન્દ્ર સિંહ (ઉંમર- 56, રાંસી, ઉખીમઠ, રુદ્રપ્રયાગ)
3. વંશિકા (ઉંમર- 08, કાંથા, ઉખીમઠ, રુદ્રપ્રયાગ)
4. ઉર્મીલા દેવી (ઉંમર- 33, ચિલોડ, ગુપ્તકાશી, રુદ્રપ્રયાગ)
5.પૂજા (ઉંમર- 34, રાંસી, કાંથા, ઉખીમઠ,રુદ્રપ્રયાગ)
6. લવિશ રાણા (ઉંમર- 25, રાંસી, ઉખીમઠ, રુદ્રપ્રયાગ)
