Rishikesh Bus Accident: ઉત્તરાખંડના ઋષિકેશ નજીક બદ્રીનાથ હાઈવે પર મંગળવારે વહેલી સવારે એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. હરિદ્વારથી જોશીમઠ તરફ જઈ રહેલી 'વિશ્વનાથ સેવા'ની મુસાફર બસ ટિહરી ગઢવાલ જિલ્લાના ગુલાર બજાર નજીક અચાનક કાબૂ ગુમાવીને 100 મીટર ઊંડી ખીણમાં ખાબકી હતી. આ દુર્ઘટનામાં 6 મુસાફરોના ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યા છે, જ્યારે અન્ય 13 મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા છે.
રેલિંગ તોડીને ખીણમાં ખાબકી બસ
મુનિ કી રેતી પોલીસ સ્ટેશનના સ્ટેશન હાઉસ ઓફિસર પ્રદીપ ચૌહાણે ઘટનાની વિગતો આપતા જણાવ્યું હતું કે, આ 32 સીટર બસમાં કુલ 30 મુસાફરો સવાર હતા. મંગળવારે સવારે ગુલાર નજીકના એક પુલ પાસે બસ રસ્તાની બાજુની સુરક્ષા રેલિંગ તોડીને સીધી નીચે ઊંડી ખીણમાં પડી હતી. દુર્ઘટનાની જાણ થતાં જ પોલીસ અને બચાવ ટુકડીઓ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને યુદ્ધના ધોરણે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરીને ઘાયલોને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા હતા. હાલ મૃતકોની ઓળખ કરવાની પ્રક્રિયા પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.
અકસ્માતમાં ઘાયલ થયેલા 13 મુસાફરોની યાદી
આ દુર્ઘટનામાં બચી ગયેલા અને સારવાર હેઠળ રહેલા 13 ઘાયલ મુસાફરોની વિગતો નીચે મુજબ છે:
- 1. મોહમ્મદ વહાબ અન્સારી (ઉંમર: 22 વર્ષ) - પિતા: ઉસ્માન અન્સારી, રહેવાસી: છૈલાપાટા, દુમકા જિલ્લો, ઝારખંડ.
- 2. રાહુલ કુમાર (ઉંમર: 24 વર્ષ) - પિતા: ઉપેન્દ્ર કુમાર, રહેવાસી: ટ્રકુલ એપાર્ટમેન્ટ, પટના, બિહાર.
- 3. અભિષેક (ઉંમર: 28 વર્ષ) - પિતા: રાજેન્દ્ર સિંહ, રહેવાસી: મોહમ્મદ નાથા, જસપુર, ઉધમ સિંહ નગર.
- 4. પ્રત્યુષ (ઉંમર: 23 વર્ષ) - પિતા: સુભાષ, રહેવાસી: બુધાકેશી, ખતિમા, ઉધમ સિંહ નગર.
- 5. અર્જુન સૌરાન (ઉંમર: 34 વર્ષ) - પિતા: પ્રધાન સૌરાન, રહેવાસી: સિલિબુના ગામ, રાનીચૌલ પોલીસ સ્ટેશન વિસ્તાર, દુમકા જિલ્લો, ઝારખંડ.
- 6. બુધાન મુર્મુ (ઉંમર: 50 વર્ષ) - પિતા: દિવાન મુર્મુ, રહેવાસી: ધોડિયા, દુમકા જિલ્લો, ઝારખંડ.
- 7. આયરા (ઉંમર: 3 વર્ષ) - માતા: નૂર જહાં, રહેવાસી: ગુવાહાટી, આસામ.
- 8. નૂર જહાં (ઉંમર: 26 વર્ષ) - પતિ: વિશાલ, રહેવાસી: ગુવાહાટી, આસામ.
- 9. રાજકુમાર (ઉંમર: 32 વર્ષ) - પિતા: કાલી ચરણ, રહેવાસી: ઉપર મજિયારા ગામ, દુમકા જિલ્લો, ઝારખંડ.
- 10. જતીન (ઉંમર: 21 વર્ષ) - પિતા: જીતપાલ, રહેવાસી: ડીડીએ ક્વાર્ટર્સ, શાહદરા જિલ્લો, દિલ્હી.
- 11. પંકજ નેગી (ઉંમર: 31 વર્ષ) - પિતા: પૂરન નેગી, રહેવાસી: ધૌલતીર, રુદ્રપ્રયાગ.
- 12. સંતોષ કુમાર (ઉંમર: 38 વર્ષ) - પિતા: નરેશ પ્રસાદ, રહેવાસી: ઘોસી પોલીસ સ્ટેશન વિસ્તાર, જહાનાબાદ, બિહાર.
- 13. વીરેન્દ્ર સિંહ (ઉંમર: 58 વર્ષ) - પિતા: મુરલી સિંહ, રહેવાસી: હૈરન, કર્ણપ્રયાગ, ચમોલી.
