UP News: 'એલેક્સા, ભસવાનું શરૂ કરો', યુપીમાં કપિરાજના હુમલાથી 13 વર્ષની બાળકીએ પોતાને અને એક વર્ષીય ભત્રીજીને આ રીતે બચાવી; જાણો સમગ્ર ઘટના

By: Dharmendra ThakurEdited By:Dharmendra ThakurPublish Date: Sat, 06 Apr 2024 09:06 AM (IST)Updated: Sat, 06 Apr 2024 11:19 AM (IST)
uttar-pradesh-mau-13-year-old-girl-saved-herself-and-1-year-old-niece-from-monkey-attack-to-order-alexa-for-bark-know-full-story-in-gujarati

UP News: ઉત્તર પ્રદેશના મઉ જિલ્લા એક 13 વર્ષીય બાળકીએ પોતાની સૂઝબૂઝથી પોતાની અને એક વર્ષીય બાળકીને વાંદરાના હુમલાથી બચાવી લીધો છે. ઘટનાની મળતી માહિતી પ્રમાણે, એક ઘરના રૂમમાં વાંદરો ઘૂસી ગયો હતો, આ રુમમાં 13 વર્ષીય નિકિતા મૌની અને તેની એક વર્ષની ભત્રીજી રમી રહી હતી. જ્યારે ઘરના અન્ય સભ્યો બીજા રુમમાં હતા. ત્યારે નિકિતાએ વાંદરાને જોઈને એમેઝોનના વર્ચ્યુઅલ વોઇસ આસિસ્ટન્ટ એલેક્સાને ભસવા માટે ઓર્ડર આપ્યો હતો, જેથી તે ભાગી જાય.

જાણકારી પ્રમાણે, 13 વર્ષીય નિકિતા મૌની આવાસ વિકાસ કોલોનીમાં તેની બહેનના ઘરે ગઈ હતી. ત્યારે ઘરમાં અચાનક વાંદરાએ ઘૂસીને રસોડામાં જઈને વાસણો ફેંકવાનું શરૂ કરી દીધું હતું અને તેને બાળકીઓ પાસે જઈને હુમલો કરવાનો પ્રયાસ પણ કર્યો હતો. આ સમયે ઘરના તમામ પરિવારના સભ્યો બીજા રૂમમાં હતા. નિકિતાએ પોતાની વિચારવાની ક્ષમતાથી ફ્રિજ પર રાખેલા એલેક્સાને ભસવાનો ઓર્ડર આપતા જ, ડિવાઈસમાંથી ભસવાનો અવાજ શરૂ થયો હતો.

નિકિતા મૌનીએ આ રીતે પોતાને અને તેની એક વર્ષીય ભત્રીજીને પણ બચાવી લીધી હતી. પરિવારના એક સભ્યએ જણાવ્યું કે, તેઓ આશ્ચર્યચકિત છે કે એલેક્સાનો આ રીતે ઉપયોગ કરી શકાય છે.

એલેક્સા વિશે વાત કરીએ તો તે, એમેઝોનનું ક્લાઉડ-બેઝ઼્ડ વોઇસ આસિસ્ટન્ટ છે, જેનો ઉપયોગ ઘણી રોજિંદી એક્ટિવિટી માટે થાય છે, જેમ કે ટાઈમર સેટ કરવા, પ્રશ્નો પૂછવા, મ્યૂઝિક વગાડવા અને અન્ય ઘણું બધું. જો કે, આ ડિવાઈસ બાળકોના વાપરવા માટે સલામત છે કે કેમ તે ચર્ચાનો વિષય રહ્યો છે.