Pahalgam Attack: આ હિચકારો ઈસ્લામિક આતંકવાદી હુમલો, પહેલગામ એટેકના આતંકીઓને પકડવા અમે ભારતની મદદ કરીશું: તુલસી ગબાર્ડ

અમે પહેલગામમાં 26 હિન્દુઓને ટાર્ગેટ કરીને કરવામાં આવેલા ઈસ્લામી આતંકવાદી હુમલા વિરુદ્ધ ભારતની પડખે એકજૂટ થઈને ઉભા છીએ: તુલસી ગબાર્ડ

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 25 Apr 2025 08:21 PM (IST)Updated: Fri, 25 Apr 2025 09:00 PM (IST)
usa-tusli-gabbard-slam-pahalgam-terror-attack-says-we-stand-in-solidarity-with-india
HIGHLIGHTS
  • અમેરિકાના નેશનલ ઈન્ટેલિજન્સના ડિરેક્ટર તુલસી ગબાર્ડની પોસ્ટ

Pahalgam Attack: કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓ દ્વારા પ્રવાસીઓના ધર્મ પૂછીને તેમના પર કરવામાં આવેલા અંધાધૂંધ ગોળીબારની ઘટનાના દેશભરમાં ઘેરા પ્રત્યાઘાત પડી રહ્યા છે. સમગ્ર દેશમાં આતંકવાદી હુમલાને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને લોકો પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવા સરકાર સમક્ષ માંગ કરી રહ્યાં છે. એવામાં આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ભારતને પરતુ સમર્થન મળી રહ્યું છે.

અમેરિકા સહિત વિશ્વના મોટાભાગના દેશોએ પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાને વખોડ્યો છે. એવામાં અમેરિકાના નેશનલ ઈન્ટેલિજન્સના ડિરેક્ટર તુલસી ગબાર્ડનું મોટું નિવેદન સામે આવ્યું છે. જેમાં તુલસી ગબાર્ડે આતંકવાદી હુમલાની ટીકા કરવા સાથે જ ભારતને શક્ય તમામ મદદ કરવાની ખાતરી આપી છે.

તુલસી ગબાર્ડે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું છે કે, અમે પહેલગામમાં 26 હિન્દુઓને ટાર્ગેટ કરીને કરવામાં આવેલા ઈસ્લામી આતંકવાદી હુમલા વિરુદ્ધ ભારતની પડખે એકજૂટ થઈને ઉભા છીએ. જે લોકોએ પોતાના સ્વજન ગુમાવ્યા છે, તે તમામ લોકો સાથે મારી સંવેદના છે. અમે ભારતના તમામ લોકો અને વડાપ્રધાન મોદીની સાથે જ છીએ. આ હિચકારા હુમલા માટે જવાબદાર લોકોને પકડવામાં અમે તમારી મદદ કરીશું.

જણાવી દઈએ કે, આતંકવાદી હુમલા બાદ વિશ્વના મોટાભાગના દેશોએ આ ઘટનાની નિંદા કરીને પોતાની ચિંતા વ્યક્ત કરી છે. અનેક દેશોના રાષ્ટ્રપતિએ વડાપ્રધાન મોદી સાથે ટેલિફોનિક વાતચીત કરીને આતંકી હુમલાને લઈને પોતાની ચિંતા વ્યક્ત કરી છે.