Amul Bengal Dairy:અમિત શાહે કોલકાતામાં અમૂલ બંગાળ ડેરી પ્રોજેક્ટ હેઠળ વિશ્વના સૌથી વિશાળ દહીં ઉત્પાદન પ્લાન્ટનું ભૂમિ પૂજન કર્યું

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કોલકાતામાં અમૂલ બંગાળ ડેરી પ્રોજેક્ટ હેઠળ વિશ્વના સૌથી મોટા દહીં ઉત્પાદન પ્લાન્ટનું ભૂમિ પૂજન કર્યું. આ પ્રોજેક્ટથી પશ્ચિમ બંગાળમાં 10 લાખ લીટર દૂધનું પ્રોસેસિંગ થશે અને 1.20 લાખ દૂધ ઉત્પાદકોને લાભ મળશે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Tue, 21 Jul 2026 10:20 PM (IST)Updated: Tue, 21 Jul 2026 10:20 PM (IST)
union-home-minister-and-minister-of-cooperation-amit-shah-performs-bhoomi-pujan-for-curd-manufacturing-plant-under-the-amul-bengal-dairy-project-in-kolkata
કેન્દ્રીય પ્રધાન અમિત શાહે કોલકાતા ખાતે વિશ્વના સૌથી મોટા દહી પ્લાન્ટનું ભૂમિપૂજન કર્યું હતું

Amul Bengal Dairy:કેન્દ્રીય ગૃહ પ્રધાન અને સહકારિતા પ્રધાન અમિત શાહે કોલકાતામાં અમૂલ બંગાળ ડેરી પ્રોજેક્ટ હેઠળ વિશ્વની સૌથી માટે દહીં ઉત્પાદન પ્લાન્ટનું ભૂમિ પૂજન કર્યું છે.

પશ્ચિમ બંગાળમાં 10 લાખ લીટર દૂધનું પ્રોસેસિંગ થશે તથા 1.20 લાખ દૂધ ઉત્પાદક પશુપાલકોને તેનો સીધો લાભ મળશે. આ પ્રસંગે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સુવેન્દ્રુ અધિકારી, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી, પશ્ચિમ બંગાળના સહકારિતા પ્રધાન સ્વપન દાસગુપ્તા, રાજ્યના નાણાં પ્રધાન તાપસ રોય પણ ઉપસ્થિત રહ્યા હતા.

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે જણાવ્યું હતું કે પશ્ચિમ બંગાળ એક એવું રાજ્ય છે કે જેણે દેશના લગભગ તમામ સેક્ટરને પ્રેરણા આપી છે. શિક્ષણના ક્ષેત્રમાં પશ્ચિ બંગાળ દાયકાઓથી સમગ્ર દેશમાં આગળ રહ્યું છે. આઝાદીની લડાઈમાં પણ બંગાળ અનેક સ્વાતંત્ર સેનાનીઓ આપ્યા છે.

ધર્મ, ભક્તિ અને સંકીર્તનના ક્ષેત્રમાં ચૈતન્ય મહાપ્રભૂ, સ્વામી વિવેકાનંદ, રામકૃષ્ણ પરમહંસ તથા મહર્ષિ અરવિંદે અદભુત પરંપરા સ્થાપિત કરી હતી. દેશભક્તિ અને સમર્પણની વાત આવે છે ત્યારે નેતાજી સુભાષચંદ્ર બોઝ અને ખુદીરામ બોઝ જેવા મહાન સ્વતંત્રતા સેનાનીઓના માધ્યમથી બંગાળે બલિદાન આપવામાં ક્યારે પાછળ વળીને જોયું નથી.

 

અમિત શાહે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે કાશ્મીરથી કન્યાકુમારી અને ગુજરાતથી બંગાળ સુધી અમૂલ બંગાળ ડેરી પ્રોજેક્ટમાં બનનારી મિષ્ટી દહીં ઘરે-ઘરે ખાવામાં આવશે અને દેશભરના લોકો પશ્ચિ બંગાળને આશીર્વાદ આપશે. કેન્દ્રીય પ્રધાને અમૂલનું ઉદાહરણ આપતા કહ્યું કે આટલા મોટા સ્તર પર કાર્ય કરી રહેલ અમૂલ આજે વિશ્વની પ્રથમ નંબરની સહકારી સંસ્થા બની ગઈ છે. અમૂલ સાથે 36 લાખ મહિલાઓ જોડાયેલ છે. તે સહકારિતાની શક્તિ તથા તેમની આર્થિક ક્ષમતાનું સૌથી મોટું ઉદાહરણ છે.