Akshata Murty Video: બ્રિટિશ પીએમ ઋષિ સુનકની પત્ની અક્ષતા બેંગલુરુમાં સિક્યુરીટી વિના બુક્સ ખરીદી જોવા મળી, વીડિયો વાયરલ

By: Dharmendra ThakurEdited By:Dharmendra ThakurPublish Date: Tue, 27 Feb 2024 11:53 AM (IST)Updated: Tue, 27 Feb 2024 11:53 AM (IST)
uk-pm-rishi-sunak-wife-akshata-murty-spotted-checking-out-books-in-bengaluru-with-parents-narayana-murthy-and-sudha-murty-see-video

Akshata Murty Video: ઇન્ફોસિસના ફાઉન્ડર નારાયણ મૂર્તિ અને તેમની પત્ની સુધા મૂર્તિ તાજેતરમાં તેમની પુત્રી અને બ્રિટિશ પીએમ ઋષિ સુનકની પત્ની અક્ષતા મૂર્તિ સાથે બેંગલુરુમાં રાઘવેન્દ્ર મઠ પહોંચ્યા હતા. આ દરમિયાન અક્ષતા સાથે તેની દીકરીઓ અનુષ્કા અને ક્રિષ્ના પણ હાજર હતી. ખાસ વાત એ છે કે આ દરમિયાન અક્ષતા કેઝ્યુઅલ કપડાંમાં જોવા મળી હતી, તેની સાથે કોઈ સિક્યોરિટી હાજર નહોતી. આ દરમિયાન અક્ષતાએ મઠના સ્ટોલ પર પુસ્તકો પણ જોયા. અક્ષતાની આ સાદગીના સોશિયલ મીડિયા પર વખાણ થઈ રહ્યા છે.

અક્ષતા સિક્યુરીટી વગર પરિવાર સાથે જોવા મળી
એક યુઝરે આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર શેર કર્યો છે. જેમાં તેણે લખ્યું છે કે, યુકેના પીએમ ઋષિ સુનકની પત્ની અને બાળકો બેંગલુરુના રાઘવેન્દ્ર મઠમાં જોવા મળ્યા હતા, ઈન્ફોસિસના ફાઉન્ડર નારાયણ મૂર્તિ પણ તેમની સાથે હતા. તેની સાથે કોઈ સુરક્ષા પણ ન હતી. યુઝરે તેની સાદગીના વખાણ પણ કર્યા હતા.

વીડિયો ક્યારનો છે તેની પુષ્ટિ થઇ નથી
આ વીડિયો ક્યારનો છે તે જાણી શકાયું નથી. જો કે, આ પહેલીવાર નથી કે જ્યારે મૂર્તિ પરિવારની સાદગીના વખાણ થયા હોય. આ પહેલા અક્ષતા અને તેના પિતા નારાયણ મૂર્તિનો એક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેમાં બંને બેંગલુરુમાં આઈસ્ક્રીમ ખાતા જોવા મળ્યા હતા.

ભારતમાં પણ મંદિરની મુલાકાત કરી હતી
અગાઉ અક્ષતા તેના પતિ ઋષિ સુનક સાથે સપ્ટેમ્બરમાં જી-20 સમિટમાં ભાગ લેવા ભારત આવી હતી. બ્રિટનના વડાપ્રધાન બન્યા બાદ ઋષિ સુનકની આ પ્રથમ ભારત મુલાકાત હતી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા આયોજિત G-20 ડિનરમાં ઋષિ સુનક અને તેમની પત્ની અક્ષતા, નિર્મલા સીતારમણ, અશ્વિની કુમાર ચૌબે સહિત ઘણા કેન્દ્રીય મંત્રીઓ સાથે વાત કરતા જોવા મળ્યા હતા. આ પછી અક્ષતા અને ઋષિ સુનક પણ દિલ્હીના અક્ષરધામ મંદિર પહોંચ્યા, જ્યાં બંનેએ પ્રાર્થના કરી. અક્ષતા અને ઋષિ સુનકે મંદિરમાં લગભગ એક કલાક વિતાવ્યો હતો.

ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.