Kashmiri Pandits: નેશનલ કોન્ફરન્સના અધ્યક્ષ ફારુક અબ્દુલ્લાએ દશેરાના તહેવાર પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં ભાગ લેવા માટે શ્રીનગરના એસકે સ્ટેડિયમ ખાતે પહોંચ્યા હતા.
અહીં સૌ પ્રથમ વખત દશેરાના કાર્યક્રમમાં તેઓ સામેલ થઈ રહ્યા છે. આ પ્રસંગે તેમણે ફારુક અબ્દુલ્લા તરફથી મોટું નિવેદન આવ્યું છે. તેમણે કહ્યું છે કે હવે કાશ્મીરી પંડિતોની ઘર વાપસી એટલે કે ઘાટીમાં તેમના નિવાસ સ્થાન ખાતે પરત ફરવાનો સમય આવી ગયો છે. અમારી સરકાર એ બાબત સંપૂર્ણપણે સુનિશ્ચિત કરશે કે કાશ્મીરી પંડિત તેમના ઘરે પરત ફરે.
શ્રીનગરના એસકે સ્ટેડિયમ ખાતે રાવણ દહન કાર્યક્રમ
#WATCH | Jammu and Kashmir: 'Ravan Dahan' being performed at Srinagar's SK Stadium, as part of #DussehraCelebration pic.twitter.com/Pap6rtY2Z0
— ANI (@ANI) October 12, 2024
કાશ્મીરી પંડિત પાછા આવો, તમારા ઘર સંભાળો
નેશનલ કોન્ફરન્સના પ્રમુખ ફારુક અબ્દુલ્લાએ કહ્યું, 'હું આશા રાખીશ કે અમારા ભાઈઓ અને બહેનો જે તે સમયે અહીંથી નીકળી ગયા હતા તેઓ ઘરે પાછા ફરે અને તેમના ઘર સંભાળે.
હવે તેમના ઘરે પાછા ફરવાનો સમય આવી ગયો છે. અમે કાશ્મીરી પંડિતોનો જ નહીં પરંતુ જમ્મુના લોકોનો પણ વિચાર કરીએ છીએ.અમારે તેમની સાથે સારું વર્તન કરવાનું છે. આ વાતનો તેમને પણ ખ્યાલ હોવો જોઈએ. નેશનલ કોન્ફરન્સ સરકાર તેમની દુશ્મન નથી. અમે ભારતીય છીએ અને અમે અહીં દરેકને સાથે લઈ જવા માંગીએ છીએ.
