Cyclone Akvan:ચક્રવાત અકવાન બહુ ઝડપીથી આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આ ચક્રવાત આજે મોડી રાત્રે આંધ્ર પ્રદેશ અને ઓડિસાના દરિયા કિનારે ટકરાશે. આ સાથે પવન ઝડપ 90 થી લઈને 110 કિમીની રહેવાનો અંદાજ છે. તો બીજી તરફ ચક્રવાતના ખતરાને લઈને ઓડિશા અને આંધ્ર પ્રદેશની સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે. લેન્ડફોલ વિશે વાત કરીએ તો તે 19 નવેમ્બરની રાત્રે શરુ થશે અને 20 નવેમ્બરની સાંજ સુધી ચાલશે. જેને લઈને સરકારે એક્શન પ્લાન બનાવી લીધો છે.
આ ચક્રવાતની અસર 10 રાજ્યોમાં જોવા મળશે
હવામાન વિભાગે જણાવ્યું કે, આ ચક્રવાતની અસર 10 રાજ્યોમાં જોવા મળશે. ચક્રવાતથી થનાર નુકસાનથી બચવા માટે નેવી અને રેસ્ક્યૂ ટીમો સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. આ ઉપરાંત કેટલીક ટ્રેનોના ઉપડવાના સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. ઓડિસાના સીએમએ આ અંગે એક ઉચ્ચસ્તરીણ બેઠક પણ કરી હતી. તેમણે કહ્યું આ ચક્રવાતથી ઝીરો નુકસાની થાય તે માટેના પ્રયાસો આદરવામાં આવ્યા છે. આ ઉપરાંત જે વિસ્તારોમાં આ ચક્રવાતની અસર સૌથી વધુ થઈ શકે છે તે તમામ વિસ્તારોના લોકોએ સુરક્ષીત સ્થળે ખસી જવા અપીલ કરી છે.
11 જિલ્લા માટે યલો એલર્ટ જાહેર
ઓડિસા સરકારે બે લાખથી વધુ લોકો જરુર પડવા પર સુરક્ષિત સ્થળે ખસેડવા માટેની તૈયારી કરી લીધી છે. સમુદ્રમાં 14 મીટર ઉંચા મોઝા ઉછળવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. આ ઉપરાંત અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પણ પડશે તેમ હવામાન વિભાગે જણાવ્યું છે. હવામાન વિભાગે ઓડિસાના 11 જિલ્લા માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. આ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અત્યાર સુધીમાં આડિસામાં 47 હજાર જેટલા લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડવામાં આવી ચુક્યા છે.
માછીમારોને દરિયો ન ખેડવા સુચના આપવામાં આવી
ઓડિસા ઉપરાંત આંધ્ર પ્રદેશમાં પણ આ ચક્રવાતની અસર જોવા મળશે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, દરિયાકાંઠા વિસ્તારમાં રહેતા લોકોએ સતર્ક રહેવું અને જરુર પડે તો સુરક્ષિત સ્થળે જતા રહેવું. આ ઉપરાંત માછીમારોને દરિયો ન ખેડવા સુચના આપવામાં આવી છે. કારણે કે ચક્રવાતના કારણે દરિયામાં ખુબ ઉંચા મોજા ઉછળી શકે છે. આ ઉપરાંત લોકોને એવી પણ સલાહ આપવામાં આવી છે કે, તેઓ હવામાન વિભાગની સુચના નિયમીત જોતા રહે અને જરુરી ન હોય તો બહાર નિકવાનું ટાળે. કારણે કે સમયસુચકતા વાપરવાથી નુકસાનને ઘણી હદ સુધી ઘટાડી શકાય છે.
24 કલાક સમગ્ર પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે
ઓડિસા સરકાર સમગ્ર પરિસ્થિતી પર નજીકથી નજર રાખી રહી છે. આ માટે SRC કંટ્રોલ રુમ ખાતે 24 કલાક સમગ્ર પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. ચક્રવાતની પળેપળની સ્થિતિ વિશે માહિતી મેળવવા વરિષ્ઠ આઈએએસ અધિકારીઓ પણ વિશેષ જવાબદારી સોપવામાં આવી છે. આ ઉપરાંત અધિકારીઓને સ્કુલ,કોલેજ અને આંગણવાડી કેન્દ્રને જરુર જણાય તો બંધ કરવા અંગે સુચના આપવામાં આવી છે.
NDRF ની 14 ટીમોને સ્ટેન્ડ બાય રાખવામાં આવી
ઈમરજન્સીની સ્થિતિને પહોંચી વળવા માટે ઓડ્રાફની 60 અને એનડીઆરએફની 14 ટીમોને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. આ ઉપરાંત જરુર પડ્યે વધારાની 20 ટીમોને પણ એલર્ટ રાખવામાં આવી છે. એટલું જ નહીં વિવિધ સ્થળોએ સ્થળાંતર કરાયેલા લોકોને રહેવા માટેની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. સરકારે રાહત કાર્ય માટે 20 કરોડ રુપિયા તાત્કાલિક જાહેર કર્યા છે.
