Kunal Kamra News: એકનાથ શિંદે પર કોમેડી કરીને કોમેડિયન કુણાલ કામરા હવે નવા વિવાદમાં ફસાયા છે. ટી સીરીઝે એક વીડિયો પર કોપી રાઈટ નિયમના ઉલ્લંઘન બદલ કુણાલ કામરાને નોટિસ ફટકારી છે. કુણાલ કામરાએ આ ફોટો શેર કરીને એક્સ પર પોસ્ટ કરીને તેનો જવાબ આપ્યો છે.
યુટ્યુબે વીડિયોના મોનિટાઈઝેશનને બ્લોક કર્યું
યુટ્યુબે કુણાલ કામરાના 45 મિનિટના નયા ભારત વીડિયોની ક્લેરિટી અને મોનિટાઈઝેશનને બ્લોક કરી દીધું છે. કુણાલ કામરાએ કહ્યું કે ભારતમાં મોનોપોલી માફિયાથી ઓછી નથી. માટે આ વીડિયો ડિલિટ થાય તે પહેલા આ વિશેષ કાર્યક્રમને જોઈ લો અથવા ડાઉનલોડ કરી લો.
કુણાલ કામરાએ ટી સીરીઝને આપ્યો જવાબ
કુણાલ કામરાએ સોશિયલ મીડિયા એક્સ પર પોસ્ટ કરી હતી અને ટી સીરીઝને ટેગ કરતાં જણાવ્યું હતું કે હેલો… ટી સીરીઝ, પેરોડી અને સટાયર(કટાક્ષ) કાયદાકીય રીતે યોગ્ય ઉપયોગમાં આવે છ. મેં મારા વીડિયોમાં ગીતના શબ્દો કે કોઈ મૂળ વાદ્ય સાધનનો ઉપયોગ કર્યો નથી. જો તમે આ વીડિયોને હટાવો છો તો આવી રીતે તે દરેક ગીત અને ડાન્સ વીડિયોને હટાવવા જોઈએ. ક્રિએટર્સ આમાં ધ્યાન આપે.
Hello @TSeries, stop being a stooge.
— Kunal Kamra (@kunalkamra88) March 26, 2025
Parody & Satire comes under fair use Legally.
I haven’t used the lyrics or the original instrumental of the song.
If you take this video down every cover song/dance video can be taken down.
Creators please take a note of it.
Having said… pic.twitter.com/Q8HXl1UhMy
ઉલ્લેખનીય છે કે કુણાલ કામરા હાલ તમિલનાડુમાં છે અને તેણે માફી માંગવાનો ઈન્કાર કરી દીધો છે. મુંબઈ પોલીસે તેમને હાજર રહેવા બીજું સમન્સ મોકલ્યું છે.
