Election Commission News:શંકા એ પૂરાવો નથી હોતો; 124 ભૂતપૂર્વ અમલદારોએ ચૂંટણી પંચના બચાવમાં લખ્યો પત્ર

Election Commission News:દેશના 124 ભૂતપૂર્વ IAS-IFS અધિકારીઓના એક ગ્રુપે ભારતના ચૂંટણી પંચ(ECI) અને મતદાતા યાદીના સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવીઝન(SIR)નો બચાવ કરતા એક ખુલ્લો પત્ર ઈશ્યુ કર્યો છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Sat, 10 Oct 2026 07:43 PM (IST)Updated: Sat, 10 Oct 2026 07:43 PM (IST)
suspicion-is-not-proof-124-former-bureaucrats-defend-the-election-commission

Election Commission News:દેશના 124 ભૂતપૂર્વ IAS-IFS અધિકારીઓના એક ગ્રુપે ભારતના ચૂંટણી પંચ(ECI) અને મતદાતા યાદીના સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવીઝન(SIR)નો બચાવ કરતા એક ખુલ્લો પત્ર ઈશ્યુ કર્યો છે. તેમનો તર્ક છે કે ચૂંટણીમાં છેતરપિંડીના આરોપ માટે નક્કર પૂરાવા હોવા જોઈએ. આ ગ્રુપે ચેતવણી આપી કે પુરાવા વગર વોટમાં ગેરરીતિના દાવા લોકતાંત્રિક સંસ્થાઓમાં પ્રજાના વિશ્વાસને નબળો કરે છે.

વિપક્ષ ચૂંટણી પંચ વિરુદ્ધ કરી રહ્યો છે પ્રદર્શન

ભારતના નાગરિકોને લખેલો આ પત્ર એવા સમયે સામે આવ્યો છે કે જ્યારે વિપક્ષના નેતા વોટર લિસ્ટમાં ગેરરીતિ અને વોટ ચોરીના આરોપ લગાવી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આ વિવાદને લીધે દિલ્હીમાં વિરોધ પ્રદર્શ થયું છે. શનિવારે CEC જ્ઞાનેશ કુમાર સામે પ્રદર્શનમાં સામેલ થવાનો પ્રયત્ન કરી રહેલ અનેક વિપક્ષી નેતાઓને પોલીસે અટકાયતમાં લીધા હતા.

124 ભૂતપૂર્વ અધિકારીઓએ ખુલ્લો પત્ર લખ્યો

ભૂતપૂર્વ અધિકારીઓએ કહ્યું કે તેમણે પોતાના કરિયર ચૂંટણી યોજવા અને તેનો અભ્યાસ કરવામાં દર્શાવેલ છે. જેમાં વોટર યાદી તૈયાર કરવા અને તે સ્ટ્રોંગ રૂપને સુરક્ષિત રાખવાનો સમાવેશ છે, જ્યાં EVM રાખવામાં આવે છે.