Surya Grahan in India Date and Time: આજે વર્ષ 2024નું પ્રથમ સૂર્યગ્રહણ, NASA કરશે ખાસ પ્રયોગ, જાણો ક્યાં-ક્યાં દેખાશે અને શું છે ટાઈમિંગ

By: Dharmendra ThakurEdited By:Dharmendra ThakurPublish Date: Mon, 08 Apr 2024 09:36 AM (IST)Updated: Mon, 08 Apr 2024 11:44 AM (IST)
surya-grahan-2024-in-india-date-and-time-know-when-where-and-how-to-watch-solar-eclipse-2024-live-online-in-india

Surya Grahan 2024 In India Date And Time, Live Streaming: આજે વર્ષ 2024નો પ્રથમ સૂર્યગ્રહણ લાગવાનું છે. આ ગ્રહણ પૂર્ણ સૂર્યગ્રહણ (Solar Eclipse 2024) હશે અને અત્યાર સુધીનું સૌથી લાંબુ સૂર્યગ્રહણ હશે. ત્યારે આ ખગોળીય ઘટના દરમિયાન નાસા એક ખાસ પ્રયોગ કરવા જઈ રહ્યું છે.

શું કરશે નાસા?
આજે સૂર્યગ્રહણને જોતા નાસા (NASA)ના વૈજ્ઞાનિકોની ટીમ ત્રણ રોકેટ છોડવાની તૈયારી કરી રહ્યું છે. એક રોકેટ ગ્રહણ પહેલા છોડવામાં આવશે જ્યારે બીજો રોકેટ સૂર્ય ગ્રહણ દરમિયાન છોડવામાં આવશે. આ સાથે જ ત્રીજો રોકેટ ગ્રહણના સમાપ્ત થયાના 45 મિનિટ પછી છોડવામાં આવશે. આ પ્રયોગ દ્વારા નાસા ત્રણેય સમય પર હવામાનમાં બદલાવને રેકોર્ડ કરવા માગે છે.

ક્યાં-ક્યાં દેખાશે આ સૂર્યગ્રહણ
આ સૂર્યગ્રહણ ભારતમાં દેખાવાનું નથી. આ કારણે સૂતક કાળ પણ લાગશે નહીં. આ સૂર્યગ્રહણ ઉત્તર અમેરિકા, કેનેડા, મેક્સિકો, ઉત્તર પશ્ચિમ ઈંગ્લેન્ડ, આયર્લેન્ડ, એટલાન્ટિક, આર્કટિક, પશ્ચિમ યુરોપ, ડોમિનિકા, કોસ્ટા રિકા, ક્યુબા, જમૈકા, પેસિફિક અને ફ્રેન્ચ પોલિનેશિયામાં દેખાશે. આ સૂર્યગ્રહણ સૌપ્રથમ મેક્સિકોના મઝાટિયન (Mazatian)શહેરમાં જોવા મળશે.

Surya Grahan 2024 Timing
સૂર્યગ્રહણ આજે 8 એપ્રિલના રોજ રાત્રે 9 વાગીને 12 મિનિટ પર શરૂ થશે અને તેનું સમાપન 9 એપ્રિલ વહેલી સવારે 2 વાગીને 22 મિનિટ પર થશે. તેનો કુલ સમયગાળો 5 કલાક અને 10 મિનિટ થશે. આ દરમિયાન 4 મિનિટ અને 11 સેકેન્ડ માટે આસમાનમાં સંપૂર્ણ અંધારું છવાઈ જશે.