Sudha Murthy: રાજ્યસભા માટે નોમિનેટેડ થયેલાં સુધા મૂર્તિ હજારો કરોડોના છે માલકિન, જાણો ઈન્ફોસિસમાં તેમની કેટલી છે ભાગીદારી?

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Fri, 08 Mar 2024 11:15 PM (IST)Updated: Fri, 08 Mar 2024 11:15 PM (IST)
sudha-murthy-nominated-for-rajya-sabha-is-the-owner-of-thousands-of-crores-know-how-much-is-her-share-in-infosys

Sudha Murthy: રાજ્યસભાના સભ્ય તરીકે નોમિનેટેડ થયેલા સુધા મૂર્તિએ શુક્રવારે આ અંગે પ્રતિક્રિયા આપી. તેમણે કહ્યું કે રાજ્યસભા માટે તેમના નામની જાહેરાત મહિલા દિવસના રોજ થવી તેના માટે ડબલ ખુશીની વાત છે. તેમના નામ પર શરુ થયેલી ચર્ચા વચ્ચે લોકોને તે જાણવામાં રસ છે કે આખરે સુધા મૂર્તિની સંપત્તિ કેટલી છે અને પતિની કંપની ઈન્ફોસિસમાં તેમનો કેટલા ટકા શેર છે.

મહત્વપૂર્ણ છે કે સુધા મૂર્તિ ઈન્ફોસિસના સહ-સંસ્થાપક એન આર નારાયણમૂર્તિના પત્ની છે. મૂર્તિ ટ્રસ્ટના પ્રમુખ સુધા મૂર્તિ દાન કાર્યોથી જોડાયેલાં રહે છે અને તેમણે અનેક પુસ્તકો પણ લખ્યાં છે. જાણકારી મુજબ, IT કંપની ઈન્ફોસિસમાં તેમની 0.83 ટકા ભાગીદારી છે. એટલે કે કંપનીમાં તેમના શેરની કિંમત લગભગ 5600 કરોડ રુપિયા છે.

બોમ્બે સ્ટોક એક્સચેન્જ મુજબ સુધા મૂર્તિની પાસે ઈન્ફોસિસના 3.45 કરોડ શેર છે. BSEમાં ઈન્ફોસિસના હાલ ભાવ 1,616.95 રુપિયા પ્રતિ શેર છે. આ હિસાબે ઈન્ફોસિસમાં તેમના ભાગના શેરની કિંમત 5,586.66 કરોડ રુપિયા છે. તો તેમના પતિ નારાયણ મૂર્તિની પાસે કંપનીના 1.66 કરોડ ઈક્વિટી શેર છે જેની કિંમત 2,691 કરોડ રુપિયા છે.

naidunia_image

કોણ છે સુધા મૂર્તિ?
સુધા મૂર્તિ પ્રસિદ્ધ સામાજિક કાર્યકર્તા અને લેખિકા છે. સુધા મૂર્તિએ આઠ નોવેલ લખી છે. તેઓ ભારતની સૌથી મોટી ઓટો નિર્માતા એન્જિનિયરિંગ અને લોકોમોટિવ કંપની ટેલ્કોમાં કામ કરનાર પહેલાં મહિલા એન્જિનિયર પણ છે.

સુધા મૂર્તિનું પારિવારિક બેકગ્રાઉન્ડ
સુધા મૂર્તિ ઈન્ફોસિસ ફાઉન્ડેશનના સંસ્થાપક નારાયણ મૂર્તિના પત્ની છે. સુધા મૂર્તિના બે બાળકો છે, પુત્રી અક્ષતા મૂર્તિ અને પુત્ર રોહન મૂર્તિ. અક્ષતા નારાયણ મૂર્તિ બ્રિટનમાં રહે છે અને તેઓ ભારતીય ફેશન ડિઝાઈનર છે તેમજ યુકેના વડાપ્રધાનના પત્ની છે. બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનક સુધા મૂર્તિના જમાઈ છે. રોહન મૂર્તિ, મૂર્તિ ક્લાસિકલ લાયબ્રેરી ઓફ ઈન્ડિયાની સાથે એક ડિજિટલ ટ્રાંસફોર્મેશન સ્ટાર્ટઅપ સોરોકોના સંસ્થાપક છે.

સુધા મૂર્તિનો જીવન પરિચય અને શિક્ષણ
સુધા મૂર્તિનો જન્મ ઉત્તરી કર્ણાટકના શિગાંવમાં 19 ઓગસ્ટ, 1950નાં રોજ થયો હતો. સુધાના પિતાનું નામ આર.એચ.કુલકર્ણી અને માતાનું નામ વિમલા કુલકર્ણી છે. તેમણે બીવીબી કોલેજ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેક્નોલોજી, હુબલીથી ઈલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં સ્નાતક કર્યું છે. સુધા એન્જિનિયરિંગ કોલેજમાં 150 સ્ટૂડન્ટ્સ વચ્ચે એડમિશન મેળવનાર પહેલા મહિલા હતાં. જ્યારે તેઓ ક્લાસમાં ફર્સ્ટ આવ્યાં તો કર્ણાટકના મુખ્યમંત્રીએ તેમણે પદક આપી સન્માનિત કર્યા હતા. બાદમાં ઈન્ડિયન ઈન્સ્ટીટ્યૂટ ઓફ સાયન્સથી કોમ્પ્યુટર સાયન્સમાં માસ્ટર ડિગ્રી મેળવી હતી.

naidunia_image

સુધા મૂર્તિનું કરિયર
ભારતની સૌથી મોટી ઓટો નિર્માતા કંપની ટેલ્કોમાં કામ કરનાર તેઓ પહેલાં મહિલા એન્જિનિયર હતાં. પુણેમાં વિકાસ અભિયંતા તરીકે કામ કર્યા બાદ તેમણે મુંબઈ અને જમશેદપુરમાં પણ કામ કર્યું. પતિએ જ્યારે ઈન્ફોસિસ ફાઉન્ડેશનની સ્થાપના કરી તો સુધા મૂર્તિએ તેમણે 10,000 રુપિયા ઉધાર આપ્યા હતા અને નોકરી છોડીને કંપની શરુ કરવામાં પતિ નારાયણ મૂર્તિની મદદ કરી હતી.

ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.