Kunal Kamra: મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે વિશે વિવાદિત ટિપ્પણી કરનાર સ્ટેન્ડ અપ કૉમેડિયન કુણાલ કામરાને શિવસૈનિકોએ ફટકારવાની ધમકી આપી અને મુંબઈ પોલીસે નોટિસ ફટકારી છે. આમ છતાં કુણાલ કામરાએ માફી માંગવાનો સ્પષ્ટ ઈનકાર કર્યા બાદ હવે નાણા મંત્રી નિર્મલા સીતારમણ પર વ્યંગ કરતો વીડ્યો પોતાની યુટ્યૂબ ચેનલ પર પોસ્ટ કર્યો છે. આ ગીત થકી સ્ટેન્ડઅપ કૉમેડિયને નાણા મંત્રીને નિર્મલા તાઈ તરીકે સંબોધીને સરકારની નીતિઓ પર સવાલ ઉઠાવ્યા છે.
કુણાલ કામરાએ બૉલિવૂડ ફિલ્મ 'તેજાબ'ના શ્રીદેવી પર ફિલ્માવાયેલા 'હવાહવાઈ' ગીતનો દોઢ મિનિટનો પેરોડી વીડિયો પોસ્ટ કરીને કટાક્ષમાં કહ્યું છે કે,
आपका टैक्स का पैसा हो रहा है हवा हवाई। इन सड़कों की बर्बादी करने सरकार है आई।
मेट्रो है इनके मन में खोद कर लें अंगड़ाई। ट्रैफिक बढ़ाने ये है आई, बिजनेस गिराने ये है आई। कहते हैं इसको तानाशाही।
देश में इतनी महंगाई सरकार के साथ है आई। लोगों की लूटने कमाई साड़ी वाली दीदी आई।
सैलरी चुराने ये है आई। मिडिल क्लास दबाने ये है आई। पॉपकॉर्न खिलाने ये है आई। कहते हैं इसको निर्मला ताई।
અર્થાત તમારા (જનતાના) ટેક્સના પૈસા બરબાદ થઈ રહ્યા છે. ધંધા પડી ભાંગ્યા છે. દેશમાં આટલી મોંઘવારી છે, ત્યારે લોકોને લૂંટવા માટે સાડીવાળી દીદી (નિર્મલા સીતારમણ) આવ્યા છે. લોકોનો પગાર ચોરવા, મિડલ ક્લાસને દબાવવા નિર્મલા તાઈ આવ્યા..
થોડા દિવસ અગાઉ કુણાલ કામરાએ મુંબઈના ખાર સ્થિત યુનિકૉન્ટેનેન્ટલ હોટલના હેબિટેટ સ્ટુડિયોમાં મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી એકનાથ શિંદેને ગદ્દાર ગણાવતા તેમના પર બૉલિવૂડ ફિલ્મ 'દિલ તો પાગલ હૈ'ના ગીતની પેરોડી બનાવીને ગાઈ સંભળાવી હતી. આ વીડિયો વાયરલ થયા બાદ શિંદે જૂથના શિવસૈનિકોએ સ્ટુડિયોમાં તોડફોડ કરી હતી.
બીજી તરફ કામરાની ટિપ્પણી પર એકનાથ શિંદેએ જણાવ્યું કે, અમે વ્યંગને સમજીએ છીએ. અભિવ્યક્તિની સ્વતંત્રતા જરૂર છે, પણ તેમાં એક મર્યાદા હોય. આ કોઈના વિરુદ્ધ બોલવા માટે લેવાયેલી સોપારી જેવું છે. તોડફોડ કરવી યોગ્ય નથી, પરંતુ સામેવાળાએ પણ એક સ્તર જાળવી રાખવું જોઈએ.
