Youtuber Jyoti Malhotra Updates: હરિયાણાની યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રા પર પાકિસ્તાન માટે જાસુસી કરવાનો આરોપ છે. જ્યોતિ મલ્હોત્રાના 5 દિવસના રિમાન્ડ આજે સમાપ્ત થઈ રહ્યા છે. આજે હિસાર પોલીસ તેમને જિલ્લા કોર્ટમાં રજૂ કરશે. પોલીસ તેને બીજીવાર રિમાન્ડની માંગ કરી શકે છે. ઉલ્લેખનીય છે કે જ્યોતિ હિસારની સેન્ટ્રલ જેલમાં બંધ છે.
આતંકવાદી સંગઠન સાથે સંપર્કનો કોઈ પુરાવો ન મળ્યો
આ પણ વાંચો
હરિયાણા પોલીસ અનુસાર જ્યોતિ મલ્હોત્રા સામે ચાર્જશીટ તૈયાર કરવામાં આવી રહી છે. પોલીસ રિમાન્ડ દરમિયાન પોલીસ સિવાય NIA, મિલિટ્રી ઈન્ટેલીજન્સ સહિત અને ગુપ્તચર એજન્સીઓ તેની પુછપરછ કરી રહી છે અને તેમના રિપોર્ટ તૈયાર કરી રહી છે. પોલીસના જણાવ્યા અનુસાર જ્યોતિ પાસેથી હાલ કોઈ આતંકવાદી સંગઠન સાથે સંપર્ક હોવાનો પુરાવો મળ્યો નથી. તે માત્ર પાકિસ્તાની ઓપરેટિવ એજન્સી સાથે સંપર્કમાં હતી.
Security agencies investigating Hisar-based YouTuber Jyoti Malhotra have discovered a revealing diary during a Sunday raid at her residence following her arrest on espionage charges. The diary contained messages to someone named "Savita" with instructions to "take care of the… pic.twitter.com/U0KQPXIJhI
— The Haryana Story (@TheHaryanaStory) May 21, 2025
મોબાઈલ ફોન અને લેપટોપના ડેટા જપ્ત
હાલ સોશિયલ મીડિયામાં જ્યોતિની ડાયરીના કેટલાક પાના વાઈરલ થઈ રહ્યા છે. જો કે પોલીસ જણાવ્યું કે તે પોલીસની પાસે નથી. તેમને માત્ર મોબાઈલ ફોન મળ્યો છે અને તેમાંથી ઘણી ચેટ મળી છે. લેપટોપમાંથી પણ ડેટા લેવામાં આવ્યો છે. વીડિયોમાં જે પાકિસ્તાની અધિકારીઓ અને લોકો સાથે તે સંપર્કમાં હતી તેની લિસ્ટ બનાવવામાં આવી રહી છે.
