Sonia Sandhi : જ્યારથી કોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની બુક બિલોન્ગિંગ: અ જર્ની ઓફ લવ લોન્ચ થઈ છે ત્યારથી રાજકારણ ગરમાયું છે. આ બુકમાં સોનિયા ગાંધીએ તેમની અંગત જીંદગીથી લઈને રાજકારણના અનેક રહસ્યો ખોલ્યા છે. હવે આ બુકમાં લખવામાં આવેલી કેટલીક વાતોને લઈને રાહુલ ગાંધી અને પ્રિંયકા ગાંધીએ તેમની માતા સોનિયા ગાંધી સાથે મળીને ચર્ચા કરી છે, જેનો વીડિયો હાલમાં વાયરલ થઈ રહ્યો છે. રાહુલ ગાંધીએ પોતે આ વીડિયો શેર કર્યો છે.
રાજીવ ગાંધીના મોતને લઈને બોલ્યા સોનિયા ગાંધી
આ વીડિયોમાં સોનિયા ગાંધીએ રાજીવ ગાંધીની હત્યાને લઈને મોટો દાવો કર્યો છે. તેમણે એવો ગંભીર આરોપ લગાવ્યો છે કે, રાજીવ ગાંધીની હત્યા કરવા માટે જ તેમની સુરક્ષા હટાવી દેવામાં આવી હતી. સોનિયા ગાંધીએ એક વીડિયો પણ શેર કર્યો છે તેમાં તેમણે જણાવ્યું કે, તેમણે આ બુક તેમની યાદગીરીને આધારે લખી છે, જ્યારે હવે રાહુલ અને પ્રિયંકાએ પણ પોતાની યાદગીરી આની સાથે જોડીને નવી ઉર્જા આપી દીધી.
રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી
તો બીજી તરફ રાહુલ ગાંધીએ સોનિયા ગાંધી સાથેનો વીડિયો શેર કરતા લખ્યું કે, પ્રસ્તાવ કરેલા આયોજન પ્રમાણે ન રહ્યો અને મારો સાતમો જન્મ દિવસ પણ એવો જ રહ્યો જેવો વિચાર્યો હતો. 2004 મા આવેલા નિર્ણયને કારણે અમારા માના કેટલાક લોકોને રાહત મળી તો કેટલાકને આનંદ થયો. રાહુલ ગાંધીએ પણ રાજીવ ગાંધીની સુરક્ષા હટવવાને લઈને સવાલો કર્યા છે. તેમણે લખ્યું કે, પાપાની સુરક્ષા હટાવવા પાછળ એક ખાસ યોજના હતી, 500 થી વધુ પેઈજની બુક છતા મા એ પોતાની બુકમાં કેટલીય વાતોને હજુ સુધી લખી નથી.
રાજીવ ગાંધી પર થયો હતો પથ્થરમારો
સોનિયા ગાંધીએ એક ઘટનાને યાદ કરતા કહ્યું કે, જ્યારે રાજીવ ગાંધી વિપક્ષના નેતા હતા ત્યારે તેઓ ખુલ્લી જીપમાં જઈ રહ્યા હતા તે સમયે તેમની ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. તેમણે આગળ કહ્યું કે, આ એક અત્યંત ખરાબ સમય હતો. તેમણે ફરી એકવાર સુરક્ષા વ્યવસ્થા અંગે સવાલો ઉઠાવ્યા. તેમણે એમ પણ કહ્યું કે, જ્યાં વિપક્ષી પાર્ટીની સરકારો હતી ત્યાં વધારી સ્થિતિ ખરાબ હતી. તેમણે એમ પણ કહ્યું કે, જે લોકો પાસે રાજીવ ગાંધીની સુરક્ષાની જવાબદારી હતી તેમણે ધ્યાન ન આપ્યું.
બન્ને બાળકો મારી તાકાત- સોનિયા ગાંધી
સોનિયા ગાંધીએ રાહુલ અને પ્રિયંકા અંગે વાત કરતા કહ્યું કે, બન્ને બાળકો મારી તાકાત અને ખુશી છે. સાથે તેમણે ચુટકી લેતા એમ પણ કહ્યું કે આ બન્ને બાળકો સૌથી વધુ મારી ધીરજની પરીક્ષા લેશે. સાથે તેમણે 1968 માં જ્યારે તેઓ ભારત આવ્યા હતા તે સમયને પણ યાદ કર્યો અને કહ્યું કે, તે સમયે ભારતમાં જોવા મળતી ગરીબીએ મને ઘણી હેરાન કરી હતી.
