Social Media Influencer Killed:અમૃતસરમાં સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર મેડ સંધૂની ગોળી મારી હત્યા, ઘણા સમયથી મળતી હતી ધમકી

કેન્ટોનમેન્ટ પોલીસ સ્ટેશનના લોહારકા રોડ વિસ્તારમાં બાઈક સવાર બે અજ્ઞાત હુમલાખોરોએ ફાયરિંગ કરી હત્યા કરી હતી.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Sat, 03 Oct 2026 11:00 PM (IST)Updated: Sat, 03 Oct 2026 11:00 PM (IST)
social-media-influencer-mad-sandhu-shot-dead-in-amritsar

Social Media Influencer Killed:સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર મધુસૂદન ફર્ફે મેડ સંધૂની બાઈક સવાર બે હુમલાખોરોએ ગોળી મારી હત્યા કરી છે. છેલ્લા કેટલાક દિવસોથી મારી નાંખવાની ધમકી મળી રહી હતી. કેન્ટોનમેન્ટ પોલીસ સ્ટેશનના લોહારકા રોડ વિસ્તારમાં બાઈક સવાર બે અજ્ઞાત હુમલાખોરોએ ફાયરિંગ કરી હત્યા કરી હતી.

આ ઘટનાને અંજામ આપ્યા બાદ બન્ને આરોપી બાઈકથી ભાગી છૂટ્યાં હતા. ઘટના અંગે માહિતી મળતા પોલીસે સમગ્ર શહેરમાં નાકાબંધી કરી છે. જોકે આરોપનો હજુ સુધી કોઈ ભાળ મળી નથી. ઘટના સ્થળે લોકોએ પોલીસની મદદથી સંધૂને એક પ્રાઈવેટ હોસ્પિટલમાં દાખલ કરાવ્યો હતો, જ્યા પોલીસે તેને મૃત જાહેર કર્યો હતો.

 પોલીસ કરી રહી છે તપાસ

આરોપ છે કે મેડ સંધૂને કેટલાલ ઉગ્ર મિજાજના સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર જાનથી મારી નાંખવાની ધમકી આપતા હતા. ઘટના સ્થળ પર પહોંચેલ ADCP વેનિલાએ જણાવ્યું કે આ ઘટના સાંજે આશરે 6 વાગ્યે લોહારકા રોડ પર સર્જાઈ હતી. ઘટનાને અંદામ આપનાર સામે અનેક મહત્વના સુરાગ મેળવવા માટે પોલીસ તપાસ કરી રહી છે.