Maharashtra Election: મહારાષ્ટ્ર ચૂંટણીને લઈને દરેક પક્ષ જીત માટે એડીચોટીનું જોર લગાવી રહ્યો છે. હાલ ઉમેદવારોના નામ પર ચર્ચા થઈ રહી છે. મહાયુતિ પુરી તૈયારી સાથે મેદાનમાં ઉતરી રહી છે. પાર્ટીએ વરલી બેઠક પર શિવસેના (UBT) આદિત્ય ઠાકરે સામે રાજ્યસભાના સાંસદ મિલિન્દ દેવરાને મેદાનમાં ઉતારવાનો પ્લાન બનાવી રહી છે. આ સાથે જ મરાઠી અભિનેતા સુશાંત શેલારના નામ પર વિચાર કરી રહી છે.
વરલી પર ત્રિકોણીય જંગ
શિવસેના (UBT) આદિત્ય ઠાકરેએ ગુરુવારે વરલીથી ઉમેદવારીપત્ર ભર્યું છે. તો બીજી તરફ પણ મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાથી સંદીપ દેશપાંડે લડી રહ્યા છે. રાજ્યસભાના સદસ્ય મિલિંદ દેવરાની એન્ટ્રી સાથે વરલી પર ત્રિકોણીય જંગ લડાવા જઈ રહ્યો છે. લોકસભા ચૂંટણી દરમિયાન દેવરાએ વરલીમાં કામગીરી કરી હતી. આદિત્ય ઠાકરેનો મતદાન ક્ષેત્ર હોવા છતાં વરલીમાં યુબીટીએ માત્ર 6500 મતની જ અંતરથી જીત મેળવી હતી.
વરલી પર જ્ઞાતિ સમીકરણ
વરલી એ કટ્ટર મરાઠી મધ્યમ વર્ગ, માછીમાર સમુદાય અને સંપન્ન વર્ગવિસ્તાર છે. જેને મિલિંદ પોતાના પક્ષમાં કરી શકે છે. મનસે એ પહેલા જ સંદીપ દેશપાંડેને ટિકિટ આપી દીધી છે. જેમને શિવસેનાનું સમર્થન મળે તેવી આશા છે. ત્યારે આ બધા વચ્ચે જ્યારે આદિત્ય ઠાકરે આ બેઠક પરથી લડી રહ્યા છે ત્યારે પાર્ટી આ બેઠક પર સમજી વિચારીને ઉમેદવાર ઉતારશે.
