Nepal Gen Z Protest: ગાઝિયાબાદના નંદગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારની માસ્ટર કોલોનીમાં રહેતા રામવીર સિંહ ગોલા તેમની 55 વર્ષીય પત્ની રાજેશ ગોલા સાથે 7 સપ્ટેમ્બરના રોજ કાઠમંડુ સ્થિત પશુપતિનાથ મંદિરના દર્શન કરવા ગયા હતા. જ્યાં આ દંપતી Gen Z પ્રદર્શનકારીઓની ઝપેટમાં આવી ગયું હતું.
દંપતીએ બચવા માટે ચોથા માળેથી છલાંગ લગાવી
આ પણ વાંચો
ભગવાન પશુપતિનાથના દર્શન કર્યા પછી દંપતી કાઠમંડુ સ્થિત હયાત રેસિડેન્સીમાં રોકાયા હતા. રાત્રે લગભગ સાડા અગિયાર વાગ્યે પ્રદર્શનકારીઓએ હોટલમાં આગ લગાડી દીધી. હોટલ આગથી ઘેરાઈ જતાં દંપતીએ ચોથી માળથી નીચે કૂદીને પોતાનો જીવ બચાવવાનો પ્રયાસ કર્યો. બચાવ દળના પ્રયાસોથી ઘણા લોકોએ પહેલેથી નીચે ગાદલા પાથરેલા હતા તેમ છતાં રામવીર અને રાજેશ ગોલા બંને ઘાયલ થયા.
પતિથી વિખુટા પડ્યા બાદ પત્નીનું મોત
આ જ દરમિયાન પ્રદર્શનકારીઓએ ફરીથી હુમલો કર્યો. અફરાતફરીમાં પતિ-પત્ની એકબીજાથી વિખૂટા પડી ગયા. બુધવારે નેપાળથી રામવીર સિંહના પુત્ર વિશાલને ફોન આવ્યો કે તેમની માતા રાજેશ દેવીનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. બે દિવસ પછી રામવીર સિંહ ગોલા ઘાયલ અવસ્થામાં રાહત કેમ્પમાંથી મળી આવ્યા હતા. મહિલાનો મૃતદેહ કાલે ગાઝિયાબાદ સ્થિત તેમની માસ્ટર કોલોનીના નિવાસસ્થાને લાવવામાં આવે તેવી સંભાવના છે.
