Seema Haider Sachin Offer: સીમા હૈદર - સચિનને મળી નોકરીની ઓફર, ગુજરાતના બિઝનેસમેને 6-6 લાખનું પેકેજ આપવાની તૈયારી દાખવી

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Tue, 01 Aug 2023 10:56 PM (IST)Updated: Tue, 01 Aug 2023 11:08 PM (IST)
seema-haider-sachin-got-a-job-offer-ready-to-give-a-package-of-6-6-lakhs-to-the-businessmen-of-gujarat

Seema Haider Sachin Offer: સીમા હૈદર અને સચિન મીણાની લવ સ્ટોરી ભારતથી લઈને પાકિસ્તાનમાં ચર્ચાનો વિષય બની છે. ત્યારે હવે તેમણે ગુજરાતના એક બિઝનેસમેને નોકરીની ઓફર આપી છે. બિઝનેસમેને કહ્યું છે કે બંનેને 50-50 હજાર રુપિયા મહિનાની સેલેરી પર નોકરી આપવામાં આવશે.

સચિન અને સીમાનો પરિવાર આર્થિક સંકટનો સામનો કરી રહી છે તેવા સમાચાર સામે આવતા જ એક ફિલ્મ ડાયરેક્ટરે તેમણે ફિલ્મમાં કામ કરવાની પણ ઓફર આપી હતી. ત્યારે હવે તેમણે ગુજરાતમાં નોકરીની ઓફર પણ મળી છે.

સોમવારની રાત્રે યુપીના ગ્રેટર નોયડામાં રબૂપુર ગામમાં મોડી રાત્રે એક પત્ર લઈને સચિન-સીમાના ઘરે પહોંચ્યો હતો. અજાણ્યા દ્વારા મોકલવામાં આવેલા પત્રથી ભારે હડકંપ મચી ગયો. સીમા તે પત્રને ખોલવા માગતી હતી પરંતુ તેની સુરક્ષામાં તૈનાત જવાનોએ એવું કરતા રોક્યા. તેમણે લાગ્યું કે કોઈએ ધમકી ભરી ચિઠ્ઠી હશે.

બિઝનેસમેને આપી 50-50 હજાર રુપિયાની નોકરીની ઓફર
જે બાદ પોલીસના જવાનોએ વરિષ્ઠ અધિકારીઓને આ અંગે જાણકારી આપી. અધિકારીઓના આદેશ પર ચિઠ્ઠી ખોલવામાં આવી ત્યારે ખ્યાલ આવ્યો કે તેમણે ગુજરાતના એક બિઝનેસમેન પત્ર લખ્યો છે. ત્રણ પેજના આ પત્રમાં સીમા હૈદર અને સચિનને ગુજરાતમાં 50-50 હજાર રુપિયા પ્રતિ માસની સેલેરીવાળી નોકરીની ઓફર અપાઈ હતી. જે વાર્ષિક આવક 6-6 લાખ રુપિયા થાય છે. પત્રમાં વધુમાં લખવામાં આવ્યું હતું કે તેઓ ગમે ત્યારે ગુજરાત આવીને નોકરી જોઈન કરી શકે છે. આ ઉપરાંત પત્રમાં વધુમાં લખાયું છે કે તે બંનેની સંભવિત દરેક પ્રકારની મદદ કરવામાં આવશે.

ફિલ્મોની પણ મળી હતી ઓફર
આ પહેલા ફિલ્મ પ્રોડ્યૂસર અમિત જાનીએ સચિન અને સીમા હૈદરને પોતાની ફિલ્મમાં કલાકાર તરીકે કામ કરવાની ઓફર કરી હતી. તેઓ સીમાને ઘર જઈને એડવાન્સ ચેક આપવા પણ તૈયાર હતા. જો કે આ ઓફરને લઈને સીમા-સચિનના પરિવારે કહ્યું હતું કે જ્યાં સુધી તેમની સામેની તપાસ પૂરી નહીં થઈ જાય ત્યાં સુધી તેઓ કંઈ નહીં કરે.

સીમા-સચિનની લવસ્ટોરી
પાકિસ્તાનની સીમા હૈદરને મોબાઈલ પર પબજી રમતા રમતા ભારતના સચિન સાથે પ્રેમ થઈ ગયો હતો. જે બાદ તે પોતાના પ્રેમીને મળવા ગેરકાયદે રીતે સરહદ પાર કરીને નેપાળના રસ્તે ભારત આવી હતી. જે બાદ તેની નોયડા પોલીસે ધરપકડ કરી હતી. પરંતુ કોર્ટે તેમને જામીન આપી દીધા. હવે UP ATS સીમા હૈદરની તપાસ કરી રહી છે.