અખંડ ભારતના શિલ્પીની કાશ્મીર-ગાથા;શ્રીનગરમાં LG મનોજ સિંહા-આચાર્ય સ્વામીજીના હસ્તે સરદાર પટેલ પર પુસ્તકનું લોકાર્પણ

અખંડ ભારતના ઘડવૈયા એવા લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલે ભારતના લોકતંત્રને ચેતનવંતુ કરી વિવિધતામાં એકતા બનાવી અને આવનારી પેઢીઓ માટે એકતાના દર્શન કરાવ્યા છે તે બદલ ધન્યવાદ.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Fri, 25 Sep 2026 08:27 PM (IST)Updated: Fri, 25 Sep 2026 08:53 PM (IST)
sardar-patel-and-kashmir-untold-history-book-unveiled-in-srinagar-by-lg-manoj-sinha-and-acharya-jitendriyapriyadasji

Sardar Patel and Kashmir:સ્વામિનારાયણ ગાદી સંસ્થાન મણિનગર દ્વારા પ્રકાશિત અખંડ ભારતના શિલ્પીની કાશ્મીર - ગાથા પુસ્તક જ્ઞાનમહોદધિ આચાર્ય સ્વામી મહારાજ તથા જમ્મુ-કાશ્મીરના મહામહીમ લેફ.ગર્વનર મનોજ સિંહા દ્વારા લોકાર્પણ કરાયું છે.

સ્વામિનારાયણ ગાદી સંસ્થાન મણિનગર દ્વારા પ્રકાશિત અખંડ ભારતના શિલ્પીની કાશ્મીર ગાથા Sardar Patel and Kashmir : The untold History- ઈતિહાસકાર ડૉ. રીઝવાન કાદરી દ્વારા સંશોધિત સંપાદિત કરેલાં 119 પ્રકરણોનો ગ્રંથ પરમ જ્ઞાનમહોદધિ આચાર્ય જિતેન્દ્રિયપ્રિયદાસ સ્વામીજી મહારાજ તથા જમ્મુ-કાશ્મીરના મહામહીમ લેફ. ગર્વનર મનોજ સિંહા દ્વારા ટાગોર હોલ,કાશ્મીર ખાતે લોકાર્પણ કરાયું હતું.

naidunia_image

આ પ્રસંગે  લેફ. ગર્વનરએ જણાવ્યું હતું કે સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા પ્રકાશિત પુસ્તક અંગે જણાવ્યું હતું કે રાષ્ટ્ર માટે કરેલ સંકલન એ ઈતિહાસકાર ડૉ.રીઝવાન કાદરીએ ઉજાગર કર્યો છે તે બદલ વધાઈ આપું છું. અખંડ ભારતના ઘડવૈયા એવા લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલે ભારતના લોકતંત્રને ચેતનવંતુ કરી વિવિધતામાં એકતા બનાવી અને આવનારી પેઢીઓ માટે એકતાના દર્શન કરાવ્યા છે તે બદલ ધન્યવાદ.

naidunia_image

વિશ્વમાં ભારત અખંડ રાષ્ટ્ર એકતા, અપ્રતીમ અને સહયોગ પૂર્ણ રહે તેમ પણ જણાવ્યું હતું. સ્વામિનારાયણ ગાદી સંસ્થાને આધ્યાત્મિક ઉપરાંત માનવીય અભિગમના જે કાર્ય કરે છે તે બદલ અભિનંદન પાઠવું છું.

ઐતિહાસિક અદ્ભુત ભવ્ય તિરંગા યાત્રા

દરમિયાન કાશ્મીરના લાલચોક ખાતે 60 સંતવૃદ તથા 600 જેટલા સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના સત્સંગીઓના સમુહ સાથે સભા યોજાઈ હતી તેમજ બધાજ સમુહ સાથે ઐતિહાસિક અદ્ભુત ભવ્ય તિરંગા યાત્રા જ્ઞાનમહોદધિ આચાર્ય જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામી મહારાજની ઉપસ્થિતિમાં યોજાઈ હતી. એઝાઝ હુસેન, ભાજપ કાર્યકર, શ્રીનગરનો સહયોગ રહ્યો હતો.