UP Election 2027: સમાજવાદી પાર્ટીએ વિધાનસભા ચૂંટણીનું બ્યુગલ ફૂંક્યું, પાંચ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી

સમાજવાદી પાર્ટીએ ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી 2027 માટે પાંચ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે, જેમાં બેહટ અને સહારનપુર જેવી મુખ્ય બેઠકોનો સમાવેશ થાય છે. કોંગ્રેસ સાથે બેઠકોની ફાળવણી અંગે ચર્ચા ચાલી રહી છે, જેમાં SP દ્વારા 26 બેઠકોની ઓફર કરવામાં આવી છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 24 Nov 2026 11:00 PM (IST)Updated: Tue, 24 Nov 2026 11:00 PM (IST)
samajwadi-party-announce-five-sp-candidates-for-upcoming-up-assembly-election-2027

UP Assembly Election 2027: એક તરફ કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી વચ્ચે ઉત્તર પ્રદેશમાં બેઠકોની ફાળવણીને લઈને ખેંચતાણ ચાલી રહી છે. ગઈકાલે સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસના નેતાઓ વચ્ચે બેઠકોની ફાળવણીને લઈને દિલ્હીમાં મહત્ત્વની બેઠક મળી હતી. જેમાં સમાજવાદી પાર્ટી દ્વારા કોંગ્રેસને 26 બેઠકોની યાદી સોંપવામાં આવી હોવાનું સામે આવ્યું છે.

જેમાં રામપુર ખાસ, ફરેંદા, મથુરા, ખેરાગઢ, જગદીશપુર, કિદવઈ નગર, બાગપત, મોદીનગર, હાપુડ, જેવર, સ્યાના, ખુર્જા, ખૈર, ઈગલાસ, માન્ટ, આગ્રા ઉત્તર, ફતેપુર સીકરી, બિલગ્રામ મલ્લાવા, ગોવિંદનગર, નાનપારા, ગોરખપુર શહેર, ખજની, પડરૌના, ફાઝિલનગર, પિંડરા અને વારાણસી કેન્ટ જેવી બેઠકો સામેલ છે. આ તમામ બેઠકો અગાઉ સોશિયલ મીડિયામાં ફરતી થયેલી સમાજવાદી પાર્ટી દ્વારા કોંગ્રેસને ફાળવવામાં આવેલી 54 બેઠકોમાં સામેલ હતી.

સમાજવાદી પાર્ટી દ્વારા જારી પોસ્ટમાં 'હોગા પીડીએ કે નામ, અબકી એકજૂટ મતદાન'ના નારા સાથે મુખ્ય વિધાનસભા બેઠકો પરના ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. આ પ્રથમ યાદીમાં સહારનપુર જિલ્લાની બેહટ વિધાનસભા (01)થી ઉમર અલી ખાન અને સહારનપુર વિધાનસભા (04)થી આશુ મલિકને ટિકિટ આપવામાં આવી છે.

આ સિવાય અન્ય અગત્યની બેઠકો પર પણ પાર્ટીએ મજબૂત ચહેરાઓને મેદાનમાં ઉતાર્યા છે. જેમાં શામલી જિલ્લાની કૈરાના બેઠક પર નાહિદ હસન, અમરોહા બેઠક પર મહેબુબ અલીને ટિકિટ આપી છે. જ્યારે બુંદેલખંડની લલિતપુર વિધાનસભા બેઠક પર જ્યોતિ લોધીને પોતાના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે.