Truck Driver Strike: હિટ એન્ડ રન કેસને લઈને નવા કાયદા અંગે સરકાર અને ટ્રાંસપોર્ટર વચ્ચે સુલહ થઈ ગઈ છે. ટ્રાંસપોર્ટ સંગઠને દેશભરના ડ્રાઈવરોને હડતાળ પરત ખેંચવાનું કહ્યું છે. સરકાર દ્વારા સંગઠનને આશ્વાસન અપાયું છે કે હાલ કાયદા લાગુ નહીં થાય અને જ્યારે પણ તેણે લાગુ કરવામાં આવશે તયારે સંગઠન સાથે ચર્ચા કરવામાં આવશે. જે બાદ ઓલ ઈન્ડિયા મોટર ટ્રાંસપોર્ટ કોંગ્રેસે ડ્રાઈવરોને હડતાળ ખતમ કરવાની અપીલ કરી છે.
મોટર વ્હીકલ એક્ટ અંતર્ગત હિટ એન્ડ રન કેસના મામલાને લઈને નવા કાયદાનો વિરોધ થઈ રહ્યો છે. દેશભરમાં મોટા વાહનોના ડ્રાઈવર હડતાળ પર છે અને ચક્કાજામ કરી કાયદાને લાગુ ન કરવાની માગ કરી રહ્યાં છે. જેણે લઈને મંગળવારે સાંજે ગૃહ મંત્રાલયમાં કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાની સાથે ટ્રાંસપોર્ટ સંગઠનની બેઠક મળી હતી. જ્યાં આશ્વાસન મળ્યા બાદ સંગઠને હડતાળ પરત લેવાની પર સહમતી સાધી છે.
#WATCH | Members of All India Transport Congress arrive at the Ministry of Home Affairs (MHA) in Delhi to attend a meeting with Union Home Secretary Ajay Bhalla. pic.twitter.com/pewMYLOZws
— ANI (@ANI) January 2, 2024
ઓલ ઈન્ડિયા મોટર ટ્રાંસપોર્ટ કોંગ્રેસના ચેરમેન મલકીત સિંહે બલે જણાવ્યું કે- 106 (2) જેમાં 10 વર્ષની સજા અને દંડ છે, તે કાયદો લાગુ નહીં થવા દઈએ. તમામ સંગઠનની ચિંતાને લઈને અમે ભારત સરકાર સમક્ષ પહોંચ્યા હતા. નવા કાયદામાં જે 10 વર્ષની સજા અને દંડ, હાલ લાગુ નથી. અમે તમામ ડ્રાઈવરોને આશ્વાસન આપીએ છીએ કે ભવિષ્યમાં પણ આ કાયદા લાગુ નહીં થવા દઈએ. અમે અપીલ કરી છે કે હડતાળ પરત ખેંચવામાં આવે અને તમામ ડ્રાઈવર પોતાના વાહનો પર પાછા ફરે. તેમણે કહ્યું કે- ભારતીય ન્યાય સંહિતાના મુદ્દે અમારી મુલાકાત અને વાતચીત થઈ. હવે અમને કોઈ મુશ્કેલી નથી. તમામ મુદ્દે સમાધાન થઈ ગયું છે. નવા કાયદા લાગુ નથી થયા. કાયદાને લાગુ કરતા પહેલા ઓલ ઈન્ડિયા ટ્રાંસપોર્ટ કોંગ્રેસ સાથે સલાહ કરવામાં આવશે.
તો કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાએ જણાવ્યું કે-ઓલ ઈન્ડિયા મોટર ટ્રાંસપોર્ટ કોંગ્રેસ સાથે 10 વર્ષની સજાવાળા કાયદા પર ચર્ચા થઈ. આ કાયદા હાલ લાગુ નથી થયા. અમે તેણે લાગુ કરતા પહેલા AIMTC સાથે ચર્ચા કરીશું અને તે બાદ જ તેણે લાગુ કરીશું.
#WATCH दिल्ली: अखिल भारतीय परिवहन कांग्रेस की बैठक पर केंद्रीय गृह सचिव अजय भल्ला ने कहा, "हमने आज अखिल भारतीय परिवहन कांग्रेस के प्रतिनिधियों से चर्चा की। सरकार ये बताना चाहती है कि नए कानून एवं प्रावधान अभी लागू नहीं हुए हैं, हम ये भी कहना चाहते हैं कि भारतीय न्याय संहिता की… pic.twitter.com/AOZ4VkyRwy
— ANI_HindiNews (@AHindinews) January 2, 2024
તમે ડ્રાઈવર નહીં, અમારા સૈનિક છો
ઓલ ઈન્ડિયા મોટર ટ્રાંસપોર્ટ કોંગ્રેસના અધ્યક્ષ અમૃતલાલ મદાને કહ્યું- તમે માત્ર ડ્રાઈવર નથી અમારા સૈનિક છો. અમે નથી ઈચ્છતા કે તમે કોઈ પણ પ્રકારની દુવિધાનો સામનો કરવો પડે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે 10 વર્ષની સજા અને દંડના કાયદા પર હાલ રોક લગાવી છે. ઓલ ઈન્ડિયા મોટર ટ્રાંસપોર્ટ કોંગ્રેસની આગામી બેઠક નહીં મળે ત્યાં સુધી કોઈ કાયદા લાગુ નહીં કરાય.
શું છે નવો હિટ એન્ટ રન કાયદો?
કેન્દ્ર સરકારે ગુનાને લઈને નવા કાયદા બનાવ્યા છે, જે અંતર્ગત જો કોઈ ટ્રક કે ડમ્પર ચાલક કોઈને પણ કચડીને ભાગી જાય છે તો તેણે 10 વર્ષની જેલ થશે. આ ઉપરાંત દંડ પણ આપવો પડશે. પહેલા આ કેસમાં થોડાં જ દિવસોમાં આરોપી ડ્રાઈવરને જામીન મળી જતા હતા અને તે પોલીસ સ્ટેશનમાંથી બહાર આવી જતો હતો. જો કે આ કાયદા અંતર્ગત પણ બે વર્ષની સજાની જોગવાઈ હતી.
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.
