RCB Stampede Case: પોલીસની પરવાનગી ન લીધી, આરસીબીએ પોસ્ટ કરીને લોકોને આમંત્રણ આપ્યું, બેંગલુરુ ભાગદોડ કેસ અંગે કર્ણાટક હાઈકોર્ટને સોંપાયો રિપોર્ટ

રાજ્ય સરકારે રિપોર્ટમાં કહ્યું છે કે RCB મેનેજમેન્ટે IPL ફાઇનલ મેચ જીત્યા બાદ 3 જૂને પોલીસનો સંપર્ક કર્યો હતો. પરંતુ આ માત્ર એક માહિતી હતી. મેનેજમેન્ટે કાયદેસર રીતે પરમિશન ન લીધી.

By: Kajal ChauhanEdited By:Kajal ChauhanPublish Date: Thu, 17 Jul 2025 11:31 AM (IST)Updated: Thu, 17 Jul 2025 11:33 AM (IST)
rcb-stampede-case-karnataka-governmen-submitted-report-virat-kohli-name-serious-allegations

RCB Stampede Case Updates: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) ની વિજય પરેડમાં થયેલી ભાગદોડનો તપાસ અહેવાલ કર્ણાટક હાઈકોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કર્ણાટક સરકારના અહેવાલ મુજબ RCB એ પોલીસની પરવાનગી વિના લોકોને વિજય પરેડમાં આમંત્રણ આપ્યું હતું, જેના કારણે 11 લોકોનાં મોત થયા હતા.

બેંગલુરુ ભાગદોડ કેસનો રિપોર્ટનો સામે આવ્યો

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) ની વિજય પરેડ દરમિયાન થયેલી ભાગદોડ અંગે તપાસ રિપોર્ટ આવી ગયો છે. સિદ્ધારમૈયા સરકારે કર્ણાટક હાઈકોર્ટમાં પોતાનો રિપોર્ટ સોંપી દીધો છે. સરકારે અહેવાલ ગુપ્ત રાખવાની વિનંતી કરી હતી પરંતુ કોર્ટે તેને ફગાવી દીધો હતો. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે RCB એ પોલીસની પરવાનગી વિના લોકોને વિજય પરેડમાં હાજરી આપવા માટે આમંત્રણ આપ્યું હતું.

RCB એ પોસ્ટ કરીને લોકોને આમંત્રણ આપ્યું

રિપોર્ટમાં એવું પણ જણાવાયું છે કે પોલીસની પરમિશન વિના જ RCB એ બીજા દિવસે સવારે 7.01 વાગ્યે તેના સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ પર એક ફોટો પોસ્ટ કર્યો જેમાં લોકોને ફ્રીમાં પ્રવેશ અને લોકોને વિજય પરેડમાં ભાગ લેવા આમંત્રણ આપવામાં આવ્યું. મફતમાં પ્રવેશની જાહેરાત સાથે જ લોકો મોટી સંખ્યામાં વિજય પરેડમાં ભાગ લેવા ભેગા થઈ ગયા.

RCB એ કાયદેસર રીતે પરમિશન ન લીધી

રાજ્ય સરકારે પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે RCB મેનેજમેન્ટે IPL ફાઇનલ મેચ જીત્યા બાદ 3 જૂને પોલીસનો સંપર્ક કર્યો હતો. પરંતુ આ માત્ર એક માહિતી હતી. મેનેજમેન્ટે કાયદેસર રીતે પરમિશન લીધી ન હતી. કાયદા અનુસાર આવી પરવાનગી ઇવેન્ટના ઓછામાં ઓછા 7 દિવસ પહેલા લેવી પડે છે.