Ram Mandir: 500 વર્ષો બાદ આજે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા, સવારે 10 વાગ્યાથી જ મંગળધ્વનિ ગુંજશે, 84 સેકન્ડનું છે શુભ મુહૂર્ત; જાણો આખો કાર્યક્રમ

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Mon, 22 Jan 2024 04:03 AM (IST)Updated: Mon, 22 Jan 2024 11:12 AM (IST)
ram-mandir-today-after-500-years-the-prana-pratistha-of-ram-mandir-mangal-dhwani-will-be-resounding-from-10-am-84-seconds-is-the-auspicious-moment-know-the-whole-programme

Ram Mandir: અયોધ્યામાં રામલલાના આગમનની ઘડીઓ ગણાઈ રહી છે. આજે થનારા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ છે. રામ નગરને આધ્યાત્મિક રંગ અપાયો છે. મંદિર પરિસરની છટા જોવા જેવી છે. આ કાર્યક્રમમાં સામેલ થવા માટે વડાપ્રધાન મોદી, જાણીતી હસ્તિઓ, સંત અને વિભિન્ન દેશોના પ્રતિનિધિઓને આમંત્રણ અપાયા છે. ત્યારે હવે ભારત સહિત દુનિયાની નજર પ્રાણ પ્રતિષ્ઠાની ઐતિહાસિક ક્ષણ પર છે.

ત્યારે આવો જાણીએ 22 જાન્યુઆરીએ થનારા પ્રાણ પ્રતિષ્ઠાનો શું છે સંપૂર્ણ કાર્યક્રમ. વિધિ-અનુષ્ઠાન કેટલા વાગ્યા થશે? મહેમાનો ક્યારે આવશે? મુખ્ય કાર્યક્રમ ક્યારે થશે?

પ્રાણ પ્રતિષ્ઠાનો સંપૂર્ણ કાર્યક્રમ શું છે?
22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષઠા માટે ન્યૂનતમ વિધિ અનુષ્ઠાન રાખવામાં આવ્યા છે. શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ મુજબ અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ પર થનારા પ્રાણ પ્રતિષ્ઠા સમારંભ પહેલા સવારે 10 વાગ્યે મંગલ ધ્વનિનો ભવ્ય વાદન થશે. વિભિન્ન રાજ્યોથી 50થી વધુ મનોરમ વાદ્યયંત્ર લગભગ બે કલાક સુધી આ શુભ ઘટનાના સાક્ષી બનશે.

10-30 વાગ્યા સુધીમાં મહેમાનોએ કરવો પડશે પ્રવેશ
પ્રાણ પ્રતિષ્ઠા સમારંભમાં સામેલ થનારા અતિથિઓનું આગમન શરુ થઈ જશે. મહેમાનોને 10-30 વાગ્યા સુધી રામજન્મભૂમિ પરિસરમાં પ્રવેશ કરવાનો રહેશે. શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રએ જણાવ્યું કે તેમના દ્વારા જાહેર કરવામાં આવેલી પ્રવેશિકાની મદદથી જ પ્રવેશ સંભવ છે. માત્ર નિમંત્રણ પત્રથી આગંતુકને પ્રવેશ નહીં મળે. પ્રવેશિકા પર બનેલા ક્યૂઆર કોડને મેચ કર્યા બાદ જ પરિસરમાં પ્રવેશ મળશે. ટ્રસ્ટે સોશિયલ મીડિયા પર પ્રવેશિકાની એક ઉદાહરણ પણ શેર કર્યું હતું.

પ્રાણ પ્રતિષ્ઠા વિધિ બપોરે 12-20 વાગ્યાથી શરુ થશે
રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાની વિધિ 12-20 વાગ્યાથી શરુ થશે. પ્રાણ પ્રતિષ્ઠાની મુખ્ય પૂજા અભિજીત મુહૂર્તમાં કરાશે. રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાનો સમય કાશીના વિદ્વાન ગણેશ્વર શાસ્ત્રી દ્રવિડે કાઢ્યો છે. આ કાર્યક્રમ પોષ માસની દ્વાદશી તિથિના અભિજીત મુહૂર્ત, ઈન્દ્ર યોગ, મૃગશિરા નક્ષત્ર, મેષ લગ્ન તેમજ વૃશ્ચિક નવાંશમાં થશે.

84 સેકન્ડનું શુભ મુહૂર્ત
શુભ મુહૂર્ત દિવસના 12 વાગ્યેને 29 મિનિટ અને 08 સેકન્ડથી 12 વાગ્યેને 30 મિનિટ અને 32 સેકન્ડ સુધીનું હશે. એટલે પ્રાણ પ્રતિષ્ઠાનું શુભ મુહૂર્ત માત્ર 84 સેકન્ડનું જ છે. પૂજા વિધિના યજમાન વડાપ્રધાન મોદીના હાથે શ્રીરામલલાના વિગ્રહની પ્રાણ પ્રતિષ્ઠા થશે. આ અનુષ્ઠાન કાશીના જાણીતા વૈદિક આચાર્ય ગણેશ્વર દ્રવિડ અને આચાર્ય લક્ષ્મીકાંત દીક્ષિતના નિર્દેશનમાં 121 વૈદિક આચાર્ય સંપન્ન કરાવશે. આ દરમિયાન 150થી વધુ પરંપરાઓ અને સંત ધર્માચાર્ય અને 50થી વધુ આદિવાસી, ગિરિવાસી, તટવાસી, દ્વીપવાસી, જનજાતીય પરંપરાઓ પણ ઉપસ્થિત હશે.

પ્રાણ પ્રતિષ્ઠા સંપન્ન થયા બાદ સંબોધન
શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે જણાવ્યું કે પ્રાણ પ્રતિષ્ઠાનો સંપૂર્ણ કાર્યક્રમ બપોરે 1 વાગ્યા સુધીમાં પૂર્ણ થઈ જશે. તમામ પૂજા-વિધિ સમાપ્ત થયાબાદ વડાપ્રધાન મોદી, ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, સંઘ પ્રમુખ મોહન ભાગવત સંબોધન કરશે. તો શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના અધ્યક્ષ મહંત નૃત્યગોપાલ દાસ આશીર્વાદ આપશે.

ચાર કલાક અયોધ્યામાં રહેશે વડાપ્રધાન મોદી
PM મોદી સોમવારે ચાર કલાક અયોધ્યામાં રહેશે. સવારે 10-25 વાગ્યાથી અયોધ્યા એરપોર્ટ અને 10-55 વાગ્યે રામ જન્મભૂમિ પહોંચશે. પ્રાણ પ્રતિષ્ઠા સમારંભમાં સામેલ થયા બાદ 1 વાગ્યે પ્રસ્થાન કરીને સભા સંબોધશે. 2-10 વાગ્યે કુબેર ટિલાના દર્શન કરીને દિલ્હી પરત ફરશે.

સાંજે થશે દીપ પ્રજ્વલન
પ્રાણ પ્રતિષ્ઠા સમારંભ પૂર્ણ થયા બાદ રામ જ્યોતિ પ્રજ્જવલિત કરીને દિવાળી મનાવવામાં આવશે. સાંજે અયોધ્યા 10 લાખ દીવાથી જગમગશે. આ સાથે જ મકાનો, દુકાનો, પ્રતિષ્ઠાનો અને પૌરાણિક સ્થળો પર રામ જ્યોતિ પ્રજ્જવલિત કરવામા આવશે. અયોધ્યા સરયૂ નદીના કિનારાની માટીથી બનેલા દીવાથી રોશન થશે. રામલલા, કનક ભવન, હનુમાન ગઢી, ગુપ્તારઘાટ, સરયૂ તટ, લતા મંગેશનકર ચોક, મણિરામ દાસ છાવણી સહિત 100 મંદિરો, મુખ્ય ચોક અને સાર્વજનિક સ્થળો પર દીવા પ્રગાટવવામાં આવશે.

ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.